GSTV
Gujarat Government Advertisement

કન્ફ્યુઝન: એક બે નહીં ચાર યુવકો સાથે ભાગેલી યુવતીને આવ્યું મોટુ ટેન્શન, કોની સાથે લગ્ન કરવા તે ખબર નથી પડતી

Last Updated on March 4, 2021 by

ઉત્તર પ્રદેશના આંબેડકરનગરના ટાંડા વિસ્તારમાં ચાર યુવકો સાથે ભાગેલી એક યુવતીએ હવે ટેન્શન થવા લાગ્યુ છે. આ યુવતી હવે નક્કી નથી કરી શકતી કે, આખરે લગ્ન કરવા તો કરવા કોની સાથે ! તેને એ નથી સમજાતુ કે, ચાર યુવકમાંથી સૌથી વધારે તે કોને પ્રેમ કરે છે. ત્યારે હવે આ મામલો પંચાયતમાં ગયો અને ત્યાં ચિઠ્ઠી નાખીને અંતિમ નિર્ણય કરવામાં આવ્યો હતો.

પંચાયતે પણ ત્રણ દિવસ સુધી મંથન કર્યું, આખરે આ નિર્ણય પર આવ્યા

આ મામલો આંબેડકરનગરના ટાંડા કોતવાલીના અજીમનગર વિસ્તારનો છે. જેની ચર્ચા સમગ્ર જિલ્લામાં થઈ રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, ટેન્શન એટલુ વધી ગયુ કે, અંતે પંચાયત બોલાવી પડી હતી. બાદમાં ચિઠ્ઠી નાખીને નિર્ણય લેવામાં આવ્યો હતો. પાંચ દિવસ પહેલા એક યુવતી ચાર યુવકો સાથે ઘરેથી ભાગી ગઈ હતી. આ યુવકોએ બે દિવસ સુધી પોતાના સંબંધીઓના ત્યાં છુપાવી રાખી, જો કે બાદમાં તેઓ પકડાઈ ગયા હતા. યુવતીના પરિવારવાળા તો આ યુવકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાનું વિચારી રહ્યા હતા. જો કે, મામલો પંચાયતમાં પહોંચી ગયો હતો. પંચાયતે લગ્ન કરાવી આપવાનો નિર્ણય લીધો. જ્યારે યુવતીને પુછવામાં આવ્યું ત્યારે તે નક્કી નહોતી કરી શકી કે, આખરે તે કોને પોતાનો પતિ બનાવે.

પંચે ત્રણ દિવસની મંત્રણા બાદ નિર્ણય લીધો

આ બાજૂ હવે યુવકો પણ તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર નહોતા. ચારેયમાંથી એકેય આ યુવતી સાથે લગ્ન કરવા માટે તૈયાર નહોતા. પણ પંચાયતના કહેવા પર તેમને ચિઠ્ઠી નાખીને આ નિર્ણયને સ્વિકારી લીધો હતો. કહેવાય છે કે, પંચે ત્રણ દિવસ સુધી બંધ રૂમમાં આ સમસ્યામાં મંથન કર્યુ અને લગ્ન કરાવવાનો નિર્ણય પર આવ્યા હતા.

નાના બાળકે ઉપાડી ચિઠ્ઠી

પંચાયતના નિર્ણય બાદ ચારેય યુવકો માની ગયા અને ચિઠ્ઠીના નિર્ણય પર આવ્યા, બાદમાં એક નાના છોકરાને બોલાવી એક ચિઠ્ઠી ઉપાડવા કહ્યું. બાળકે ચિઠ્ઠી ઉપાડી અને આ મામલો થાળે પડ્યો. આ યુવતીના લગ્ન એ યુવક સાથે કરવાનું નક્કી કરવામાં આવ્યુ જેનું નામ તે ચિઠ્ઠીમાં હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30