Last Updated on March 23, 2021 by
સોમવારે રાજ્યસભામાં સંવિધાન (અનુસૂચિત જાતિઓ) આદેશ સંશોધન બિલ 2021ને મંજૂરી આપવામાં આવી છે. આ બિલને મંજૂરી મળ્યા બાદ 7 જાતિઓને અનુસૂચિત જાતિમાં શામેલ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. અહીં ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં રજૂ થયેલા બિલમાં તમિલનાડૂની 7 જાતિઓન એક જાતિ દેવેન્દ્રકુલા વેલાલરમાં શામેલ કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. રાજ્યસભામાં આ બિલ પર ખૂબ ચર્ચા થઈ. જેમાં એક પ્રશ્નનો જવાબ આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોતે જણાવ્યુ હતું કે, તેમાં કડ્ડયન જાતિને તિકુનેલવેલી, તુતુકુડી, રામનાથપુરમ, પુદુકોટ્ટઈ અને તંઝાવૂર જિલ્લાના તટીય વિસ્તારોમાં આ નામથી ઓળખાશે.
भारतीय जनता पार्टी ने कल अपने लोकसभा सांसदों को सदन में उपस्थित होने के लिए तीन लाइन व्हिप जारी किया है।
— ANI_HindiNews (@AHindinews) March 22, 2021
ત્યારે આ બાબતને લઈને ભારતીય જનતા પાર્ટીએ લોકસભામાં પોતાના સાંસદોને હાજર રહેવા માટે ત્રણ લાઈનનું વ્હિપ પણ જાહેર કર્યુ છે.
વિપક્ષનો આરોપ- તમિલનાડૂમાં ચૂંટણીના કારણે લાવ્યા બિલ
રાજ્યસભામાં બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુ હતું કે, આ બિલ તમિલનાડૂમાં થઈ રહેલી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને લાવવામાં આવ્યુ છે. ખડગેએ કહ્યુ હતું કે, 2015માં આ સમુદાયોને એક પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. તો પણ ત્યારથી લઈને અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ખડગેએ કહ્યુ હતું કે, હવે જ્યારે તમિલનાડૂમાં વિધાનસભા ચૂંટણી થઈ રહી છે, ત્યારે તેમની માગોને પુરી કરવામાં આવી રહી છે.
મંત્રી આપ્યો જવાબ, આ તો સંયોગ છે !
અહીં ઉલ્લેખનીય છે કે, આવનારા થોડાક સમયમાં જ તમિલનાડૂમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ત્યારે આવા સમયે પ્રશ્ન થાય છે કે, સરકારે આ કારણે પગલુ ભર્યુ હોય. આ બાબતને લઈને મંત્રી થાવરચંદ ગેહલોતે કહ્યુ કે, તમિલનાડૂની ચૂંટણી સાથે તેને કોઈ સંબંધ નથી, આ તો એક સંયોગ છે. અનુસૂચિત જાતિઓની યાદીમાં સંશોધન કરવાની એક નિશ્ચિત પ્રક્રિયા છે, જેમાં સમય લાગતો હોય છે. આ સંશોધનની પ્રક્રિયા રાજ્ય દ્વારા મોકલવામાં આવતા પ્રસ્તાવને ધ્યાને રાખીને થતી હોય છે. આ પ્રક્રિયાની શરૂઆત 2015માં થઈ ચુકી છે અને હવે પુરી થાય છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31