Last Updated on April 6, 2021 by
કોરોના મહામારીએ અનેક લોકોની બચતનો સફાયો બોલાવી દીધો છે. એવામાં ભારતમાં અબજોપતિની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. છેલ્લાં વર્ષમાં 102થી વધીને ભારતીય અબજોપતિની સંખ્યામાં કુલ સંખ્યા 140 થઇ ગઇ છે.
છેલ્લાં 6 મહીનામાં અબજોપતિની યાદીમાં અનેક નવા નામો શામેલ થયા છે. આ યાદીમાં મુકેશ અંબાણી કે જેઓ રિલાયન્સના માલિક છે કે જેઓ 84.5 અબજ ડૉલરની સંપત્તિની સાથે ભારતની સૌથી અમીર વ્યક્તિ છે.
ગૌતમ અદાણી બન્યા વિશ્વના 20માં સૌથી અમીર વ્યક્તિ
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી 61.3 બિલિયન ડોલરની નેટવર્થ સાથે દુનિયાના 20માં સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. ભારતીય રૂપિયામાં તેમની નેટવર્થ 4.49 લાખ કરોડ રૂપિયાથી વધારે છે. તેમની નેટવર્થ એક જ દિવસમાં 35 હજાર કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. તેમને ફોર્બ્સની રિયલ ટાઈમ બિલેનિયર્સ લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યા છે.
કમાણીના મામલે ગૌતમ અદાણી ગત વર્ષે એમેઝોનના ફાઉન્ડર જેબ બેઝોસ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કને પાછળ રાખી ચૂક્યા છે. જો કે તે હાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીથી પાછળ છે . મુકેશ અંબાણી અમીરોના લિસ્ટમાં 12 સ્થાન પર છે.
શિવ નાડાર 23.5 બિલિયન ડોલર સાથે ત્રીજા સ્થાન પર છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી ફોર્બ્સનીલિસ્ટમાં મોટી છલાંગ લગાવી છે. તેઓ 20મા સ્થાને પોતાની જગ્યા બનાવી લીધી છે.
રિટેલ માર્કેટના દિગ્ગજ ડી-માર્ટના ફાઉન્ડર રાધાકિશન દામાણી ચોથા સ્થાને છે. તાજેતરમાં જ તેમણે 1 હજાર કરોડ રૂપિયાનો બંગ્લો ખરીદ્યો છે. ભારતના ચર્ચિત ધનપતિમાં સામેલ દામાણીનો આ બંગ્લો દક્ષિણ મુંબઈના શાનદાર વિસ્તાર માલાબાર હિલ્સમાં છે. રાધાકિશન દામાણીની સંપત્તિ 16.5 બિલિયન ડોલર છે.
કોટક મહિન્દ્રા બેંકના સ્થાપક કોટક મહિન્દ્રા 15.9 બિલિયન ડોલર સાથે પાચમા સ્થાને છે. સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ 14.9 બિલિયન ડોલર સાથે છઠ્ઠા સ્થાને છે.