Last Updated on March 7, 2021 by
ગુજરાતમાં બેરોજગારીની સમસ્યા નહીં હોવાનો અને સરકારી નોકરી પણ યોગ્ય પ્રમાણમાં ભરતી કરવામાં આવતી હોવાનો દાવો પોકળ પુરવાર થયો છે. રાજ્યમાં ૩,૯૨,૪૧૮ શિક્ષિત બેરોજગાર અને ૨૦,૫૬૬ અર્ધશિક્ષિત બેરોજગાર મળીને કુલ ૪,૧૨,૯૮૫ બેરોજગારો નોંધાયેલા છે. આ ઉપરાંત બે વર્ષમાં માત્ર ૧,૭૭૭ બેરોજગારોને જ સરકારી નોકરી આપવામાં આવી છે.
બે વર્ષમાં માત્ર ૧,૭૭૭ બેરોજગારોને જ સરકારી નોકરી આપવામાં આવી
ગુજરાતમાં નોંધાયેલા બેરોજગારો અને તેમને આપવામાં આવેલી રોજગારી અંગે વિધાનસભામાં આજે સવાલ કરવામાં આવ્યો હતો. જેમાં સરકારે સ્વિકાર્યું છે કે, ગુજરાતમાં નોંધાયેલા બેરોજગારોનો આંક ૪ લાખને પાર થયો છે. જેમાં ૩.૯૨ લાખ શિક્ષિત-૪.૧૨ લાખ અર્ધશિક્ષિત બેરોજગારોનો સમાવેશ થાય છે. છેલ્લા બે વર્ષમાં મહીસાગર, ખેડા, મોરબી, નર્મદા, નવસારી, ભરૃચ, જુનાગઢ, અમદાવાદ, સુરત, વડોદરા, કચ્છ, દાહોદ, વલસાડ, તાપી, ડાંગ એમ ૧૫ જિલ્લામાં એકપણ સરકારી નોકરી આપવામાં આવી નથી.
જિલ્લો | શિક્ષિત બેરોજગાર | અર્ધશિક્ષિત બેરોજગાર |
અમદાવાદ | 30192 | 3871 |
વડોદરા | 26439 | 9123 |
આણંદ | 23439 | 697 |
રાજકોટ | 19794 | 1367 |
સુરત | 17966 | 801 |
મહેસાણા | 17888 | 561 |
આમ, રાજ્ય સરકારના લાખોને નોકરી આપવાના અને ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ ભરતીના દાવાઓ પોકળ સાબિત થયા છે. શિક્ષિત બેરોજગારોની સંખ્યા અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ૩૦,૧૯૨ છે. આ ઉપરાંત અમદાવાદમાં ૩૮૭૧ અર્ધ શિક્ષિત બેરોજગારો છે. આમ, અમદાવાદમાં કુલ બેરોજગારોનો આંક ૩૪,૦૬૩ છે. ગુજરાતમાં એકતરફ સરકારી નોકરીમાં અનેક સ્થાને ભરતી બાકી છે અને તેની સામે બેરોજગારોનો આંક સતત વધી રહ્યો છે.
છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાંથી ૯૦૭૪૯ને ખાનગી રોજગારી પૂરી પાડવામાં આવી છે પરંતુ એકપણને સરકારી રોજગારી આપવામાં આવી નથી. છેલ્લા બે વર્ષમાં ભાવનગરમાંથી સૌથી વધુ ૨૭૬, મહેસાણામાંથી ૨૪૮, બનાસકાંઠામાંથી ૧૮૦, ગીર સોમનાથમાંથી ૧૭૩ને સરકારી રોજગારી આપવામાં આવી છે. સૌથી વધુ બેરોજગારો હોય તેવા જિલ્લામાં અમદાવાદ બાદ વડોદરા બીજા, આણંદ ત્રીજા, રાજકોટ ચોથા અને સુરત પાંચમાં સ્થાને છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31