Last Updated on March 17, 2021 by
નવસારીમાં ચૂંટણી સંપન્ન થતાં જ કોરોના સંક્રમણ વધતાં પોલીસે માસ્ક વગર રસ્તે ફરતા લોકોને નિશાન બનાવવાનું શરૃ કર્યુ છે. નવસારી સાંઢકુવા પોલીસ ચોકી સામેથી માસ્ક વગર પસાર થઈ રહેલા શ્રમજીવીને પોલીસે પકડી રૃ.૧ હજારનો દંડ ભરવા અસક્ષમ રૃસ્તમવાડીનાં શ્રમજીવી સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
૧ હજારનો દંડ ભરવા અસક્ષમ રૃસ્તમવાડીનાં શ્રમજીવી સામે કાયદેસરની કાર્યવાહી કરી
એક તરફ કોરોના મહામારીમાં રોજીરોટી શ્રમજીવી મુશ્કેલ બન્યું છે તો બીજી તરફ પેટ્રોલ-ડિઝલના ભાવ અને કારમી મોંઘવારી મોં ફાડ વધી રહી છે. ત્યારે કોવિડ-૧૯ના જાહેરનામા હેઠળ માસ્ક વગરનાં વ્યક્તિઓ પાસેથી રૃ.૧ હજારનો આકરો દંડ વસુલવા માટે નવસારી પોલીસ સક્રિય થઇ છે. માસ્ક વગર ફરતા રાહદારીઓ, વાહનચાલકો, દુકાનદારો સામે લાલ આંખ કરી રહી છે. ગઈકાલે નવસારીમાં શાંતાદેવી રોડ, રૃસ્તમવાડી, શિવમંદિર પાસે રહેતા મુળ યુ.પી.નો વતની વિજય કેશવભાઈ સહાની (ઉ.વ.૩૫) કલરકામની મજૂરી કરી ઘરે પરત જઈ રહ્યો હતો.
કલરકામની મજૂરી કરી ઘરે પરત જઈ રહ્યો હતો
તે સમયે સાંઢકુવા પોલીસ ચોકી સામેથી હે.કો.રમેશ દત્તુભાઈએ ઝડપી પાડી માસ્ક ન પહેરવા બદલ રૃ.૧ હજારનો દંડ ફટકાર્યો હતો. પરંતુ વિજય સહાની પાસે દંડના રૃપિયા એક હજાર ન હોય પોલીસ તેને ઘરેથી કે કોઈ અન્ય પાસેથી લઈને દંડના રૃપિયા ભરવા માટે જણાવતાં વિજયે ભારે હૈયે દંડના રૃપિયા આપવાવાળું ઘરમાં કોઈ વ્યક્તિ નથી તેમ જણાવી દંડ ભરી શકવા માટે અસક્ષમ હોવાનું કાકલુદી કરી હતી. પોલીસે પોતે પણ કાયદા સામે કશું જ ન કરી શકતા હોવાનું જણાવી વિજય વિરુધ્ધ જિલ્લા કલેકટરના કોવીડ-૧૯ જાહેરના હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31