GSTV
Gujarat Government Advertisement

સર્વોચ્ચ ન્યાય: 2018 બુલંદશહર ગેંગ રેપ મર્ડર કેસમાં 3 આરોપીઓને ફાંસી, એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજનો પોક્સો-2 હેઠળ ચુકાદો

Last Updated on March 25, 2021 by

ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં 2018માં એક સગીરા પર ગેંગરેપ બાદ હત્યાના કેસમાં ત્રણ શખ્સોને ફાંસીની સજા કોર્ટે ફટકારી છે. બુલંદશહરના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ (પોક્સો-2) રાજેશ પરાશરે ત્રણેય આરોપીઓને દોષીત ઠેરવી ફાંસીની સજા ફટકારી છે.

ફાંસી

ત્રણેય નરાધમોએ બુલંદશહરમાં જાન્યુઆરી 2018માં એક સગીરા પર ગેંગરેપ બાદ હત્યા કરી હતી. આરોપીઓના નામ ઝુલ્ફીકાર અબ્બાસી, દિલશાન અબ્બાસી, મલાની છે અને ત્રણેય બુલંદશહેરના રહેવાસી છે. ત્રણેય શખ્સોએ યુવતીનું કારમાં અપહરણ કર્યું હતું, યુવતી ટયૂશનેથી પરત ફરી રહી હતી ત્યારે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

બાદમાં તેના પર ગેંગરેપ ગુજારી તેના જ દુપટ્ટાથી ગળુ દબાવીને તેની હત્યા કરી દીધી હતી. બાદમાં કેનાલમાં તેના મૃતદેહને ફેકી દીધો હતો. ગાઝીયાબાદની એક કોર્ટે 17 વર્ષીય સગીરા પર રેપ ગુજારવા બદલ અપરાધીને 10 વર્ષની આકરી કેદની સજા ફટકારી છે.

આ અપરાધીની સામે પણ પોક્સો કાયદા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ અપરાધી અક્ષયને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.  ઉત્તર પ્રદેશના માહોબામાં એક 20 વર્ષીય યુવતી પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો, આ કેસમાં ચાર શખ્સોની ધરપકડ કરાઇ છે અને તેઓ કોલેજના વિદ્યાર્થી છે.

જેમની ઉંમર 19થી 21 વર્ષની છે. આ વિદ્યાર્થીઓ એક રૂમમાં શેરિંગમાં સાથે રહેતા હતા. હાલ યુવતીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરાઇ છે. ઉત્તર પ્રદેશના જ બાંદામાં એક ગામમાં એક શખ્સે મહિલાને ચાર દિવસ સુધી ગોંધી રાખી તેના પર રેપ ગુજાર્યો હતો. મહિલા અને તેના પતિની ફરિયાદના આધારે સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33