GSTV
Gujarat Government Advertisement

કોરોના કહેર: રસીકરણને ઝડપી બનાવવા સરકારનો નિર્ણય, આરોગ્ય કર્મચારીઓની એપ્રિલની તમામ રજાઓ કરી દીધી રદ્દ

Last Updated on April 3, 2021 by

એક તરફ દેશ અને રાજ્યમાં કોરોના વાયરસનો કાળો કહેર પ્રવર્તી રહ્યો છે ત્યારે જેને માથે સૌથી મોટી જવાબદારી આવી છે તેવા આરોગ્ય કર્મચારીઓ આ કોરોના કાળમાં સાચા અર્થમાં ભગવાન બનીને સામે આવ્યા છે. ત્યારે કોરોના વાયરસની બીજી લહેરને પગલે હવે આરોગ્ય કર્મચારીઓની રજાઓ પણ રદ્દ કરી દેવામાં આવી છે.

કોરોના

રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ અને યુદ્ધના ધોરણે ચાલતા રસીકરણની કામગીરી વચ્ચે કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે પણ આરોગ્ય કર્મમચારીઓની તમામ રજાઓ રદ કરી દીધી છે. આ સાથે જ કોરોના વેક્સિનેશન ઝડપી બનાવવા માટે આરોગ્ય વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે. તમામ જિલ્લા અને કોર્પોરેશનના આરોગ્ય કર્મચારીઓની રજાઓ સમગ્ર એપ્રિલ માસમાં રદ થઈ છે.

ગુજરાતમાં કોરોનાના કેસોએ આજદિન સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 2640 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 11 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ-સુરત અને રાજકોટમાં 3-3 લોકોના મોત થયા છે. જ્યારે ભરૂચ અને વડોદરામાં 1-1 દર્દીનું મોત થઇ થયું છે.

તો આજદિન સુધીમાં કુલ 4539 લોકોના મોત થઇ ચૂક્યા છે. હજુ પણ 158 દર્દીઓની હાલત ગંભીર છે જેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. તો રાજ્યમાં કુલ 13559 લોકોની કોરોનાની સારવાર ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં કુલ 2066 દર્દીઓ સાજા થતા આજદિન સુધીમાં કુલ 2 લાખ 94 હજાર 650 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33