Last Updated on April 10, 2021 by
કોરોના મહામારી વચ્ચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે આ જાહેરાત કરી છે. વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઈ આ નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુક્રવારે રાજ્ય ચૂંટણી પંચને પત્ર લખી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી હાલ ન યોજવા રજૂઆત કરી હતી. 18 એપ્રિલે મતદાન થવાનું હતું. અને 20 એપ્રિલે મતગણતરી થવાની હતી.
હવે નવી તારીખ પછીથી જાહેર કરવામાં આવશે
જો કે ગાંધીનગર અને રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબૂ થઈ ગયું છે. અને દિવસે-દિવસે કેસના આંકડા વધી રહ્યાં છે. ત્યારે આવી મહામારીની ગંભીરતાને ધ્યાને લઈ હાલ પૂરતું ચૂંટણી મોકૂફ કરાઈ છે અને હવે નવી તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. જો કે મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણી મોકૂફ રહેશે કે કેમ તે અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.
રાજ્ય ચૂંટણીપંચે કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ સાથે કરી હતી બેઠક
ઉલ્લેખનીય છે કે, રાજ્ય ચૂંટણીપંચે કલેક્ટર અને અન્ય સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં કોરોનાના કેસ અને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર મુદ્દે ચર્ચા કરાઇ હતી. ખાસ કરીને કોરોનાના કેસ વધતા ચૂંટણીમાં જોતરાયેલા અધિકારી અને કર્મચારીઓમાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ચૂંટણીની કામગીરીમાં સંક્રમિત થવાનો અધિકારીઓમાં ડર છે. આ તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચૂંટણી મોકૂફ રાખવા પત્ર લખીને રજૂઆત કરી હતી. આ પહેલાં કોંગ્રેસ અને આપ પાર્ટીએ પણ ચૂંટણી મોકૂફ રાખવા માંગ કરી છે.
કોરોના બેકાબુ બની ગયો હોવાથી CM એ પત્ર લખવાની ફરજ પડી હતી : ગ્યાસુદ્દીન
ચૂંટણી યોજાય તો ચૂંટણીની કામગીરીમાં પણ મોટી સંખ્યામાં કાર્યકરો અને અધિકારીઓએ જોડાવું પડે તેમ છે. જેથી કોરોના સંક્રમણ વધવાની સંભાવના વધારે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને ચૂંટણી આયોગ વિશાળ જનહિતમાં ચૂંટણી મુલતવી રાખવાનો નિર્ણય લે તેવી વિનંતી તેમણે કરી છે. દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, કોરોના બેકાબુ બની ગયો હોવાથી મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ પત્ર લખવાની ફરજ પડી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31