GSTV
Gujarat Government Advertisement

Big News : ગાંધીનગર મનપા ચૂંટણીને અનુલક્ષી ભાજપે 11 વોર્ડની યાદી કરી જાહેર, 18મી એપ્રિલે મતદાન

ભાજપ

Last Updated on March 30, 2021 by

ગાંધીનગરમાં થનારી મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. બંને પક્ષ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં 20 મહિલા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ભાજપ

મનપાના 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી યોજાશે

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં એક બાજુ કોરોનાએ કહેર વર્તાવ્યો છે તો બીજી બાજુ ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવાઇ છે. આગામી તારીખ 18 એપ્રિલે ગાંધીનગર મનપા ચૂંટણી યોજાશે. મનપાના 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી યોજાશે. કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે ચૂંટણી યોજાશે. જ્યારે 20 એપ્રિલના રોજ મતગણતરી કરાશે. તો 1 એપ્રિલથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે અને 3જી એપ્રિલે ઉમેદવારી પત્રની ચકાસણી થશે. જ્યારે 5 એપ્રિલના રોજ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. નવા સીમાંકન બાદ પ્રથમ વાર મનપાની ચૂંટણી યોજાશે. કુલ 284 મતદાન મથકો પર મતદાન યોજાશે.

એક તરફ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહાનગર પાલિકાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. તો આ વખતે 8 મહાનગરોની ચૂંટણીમાં આપની એન્ટ્રી બાદ હવે ગાંધીનગરમાં પણ આમઆદમી પાર્ટીની એન્ટ્રી થવા જય રહી છે.

આમ આદમી પાર્ટી

‘આપ’ એ પણ 23 જેટલા ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી

ગાંધીનગર મનપાની 11 વોર્ડની 44 બેઠકો માટે 18 એપ્રિલે મતદાન થશે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારની સેન્સ લેવાની પ્રકિયા હાથ ઘરવામાં આવી. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ગાંધીનગર મનપાની ચૂંટણી માટે 23 જેટલા ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી હતી. જો કે સુરતની જેમ ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીનો જાદુ ચાલશે કે નહી તે જોવું રહ્યું.

This image has an empty alt attribute; its file name is GNR-election-1024x683.jpg

તમામ મનપામાં કુલ મળીને 450થી વધુ બેઠકો પર ભાજપે વિજય હાંસલ કર્યો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે જયારે કોંગ્રેસ કરૂણ રકાસ થયો છે. વિધાનસભાની આઠ પેટાચૂંટણીઓમાં વિજય મેળવ્યા બાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાંય ભાજપે વિજયનો સિલસીલો યથાવત રાખ્યો હતો. તમામ મહાનગરપાલિકામાં કુલ મળીને 450થી વધુ બેઠકો પર ભાજપે વિજય હાંસલ કરી ધાર્યો લક્ષ્યાંક પાર પાડયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ છોટે ચાણક્ય સાબિત થયાં હતાં. આ તરફ, કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીના અસ્તિત્વ સામે સવાલો સર્જાયા હતાં.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33