GSTV
Gujarat Government Advertisement

ખતરો / કોરોના સંક્રમણના વધતા કેસ વચ્ચે સાઉથ આફ્રિકાના વાયરસે ગાંધીનગરમાં દેખા દીધી

Last Updated on March 13, 2021 by

રાજ્યભરમાં કોરોનાના કેસમાં ફરી વધારો નોંધાતો રહ્યો છે. ખાસ કરીને રાજકોટ, સુરત,અમદાવાદ જેવા મહાનગરોમાં કોરોના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વકરતા કોરોના સંક્રમણ વચ્ચે અમદાવાદ સિવિલના એડીશનલ સુપ્રિટેન્ડેન્ટ એ મોટું નિવેદન આપતા કહ્યું છે કે બેદરકારી રાખશો તો કોરોનાની ત્રીજી લહેર ઘાતક રહેશે. કોરોનાનું હોટ સ્પોટ બની ચૂકેલા અમદાવાદની સ્થિતિ વણસી છે.

કોરોના

સાઉથ આફ્રિકાથી કલોલ આવેલા વ્યક્તિને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર ચોંક્યુ છે. કલોલના પાનસરમાં રહેતા વ્યક્તિને કોરોના આવ્યો છે.  2 માર્ચે સાઉથ આફ્રિકાથી ગાંધીનગરના કલોલનાં બોરીસણા ખાતેનાં 31 વર્ષના યુવાનને કોરોનાના લક્ષણો જણાયા હતા.જે બાદ તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા..અને તેનો ટેસ્ટ કરાતા તેનામાં વિદેશી સ્ટ્રેનના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા.

રાજ્યભરમાં કોરોનાના કેસમાં ફરી વધારો નોંધાતો રહ્યો છે. ખાસ કરીને રાજકોટ, સુરત,અમદાવાદ જેવા મહાનગરોમાં કોરોના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તેવામાં ધૂળેટીના પર્વ પર સરકાર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં છે. બીજીતરફ રાજકોટમાં રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ નિખિલેશ્વરાનંદ સ્વામી સહિત 10 સન્યાસી અને પાંચ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા. તો જૂનાગઢ મેડિકલ કોલેજમાં રસીના બે ડોઝ લેનાર વિદ્યાર્થી પણ કોરોના સંક્રમિત બન્યો છે..તો સુરતમાં વધતા કોરોના કેસને લઈને વિક એન્ડમાં મોલ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદમાં વધતા કોરોના કેસ વચ્ચે વેક્સિનેશન કામગીરીમાં ગતિ જોવા મળી છે.

વકરતા કોરોનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સિવિલના એડીશનલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીએ મોટું નિવેદન આપ્યુ છે. તેઓએ કહ્યું હતુ કે બેદરકારી રાખશો તો કોરોનાની ત્રીજી લહેર ઘાતક રહેશે. કોરોનાનું હોટ સ્પોટ બની ચૂકેલા અમદાવાદની સ્થિતિ વણસી છે. રાજ્યમાં કોરોના કેસોમા સતત વધારો થયો છે. રાજ્યમાં એક દિવસમાં 715 કેસો નોંધાયા છે. કોર્પોરેશનની હોસ્પિટલમાં 119 જેટલા કેસો નોંધાયા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 80 કેસ તેમજ સિવિલ હોસ્પિટલમાં 76 કેસો નોંધાયા છે. શહેરમાં 49 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન આવેલા છે. વેક્સિન બાદ પણ માસ્ક સહીત ગાઇડ લાઈનનું પાલન કરવા ડોક્ટરે અપીલ કરી છે.

વધતા કોરોનાના કેસ વચ્ચે સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. રાજયમાં મહાનગરોમાં ધૂળેટી ઉજવણી પર પ્રતિબંધ લાગશે.. અમદાવાદ સુરત, વડોદરા, રાજકોટમાં ધુળેટીના જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ક્લબ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટમાં ધુળેટીની ઉજવણીની મંજૂરી નહી અપાય. હાલમાં રાજ્યના મહાનગરોમાં કોરોના કેસનો ફરી વિસ્ફોટ થતો જોવા મળ્યો છે. જેથી અમદાવાદ વડોદરા સુરત રાજકોટમાં ધૂળેટીના જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકાય તેી પૂરી શકયતા છે. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ધુળેટીને સરકાર આશિક છૂટછાંટ આપી શકે છે. તો મોહલલા શેરી-ગલીમાં પણ ધૂળેટી ઉજવવાની છુટ મળી શકે છે. મહત્વનું છે કે રાજ્ય સરકાર જાહેર કરે તે પહેલા જ કોરોના સંક્રમણ ધ્યાનમાં લઈને અમદાવાદના કર્ણાવતી અને રાજપથ ક્લબમાં ધુળેટીની ઉજવણી રદ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33