GSTV
Gujarat Government Advertisement

મહામારી સત્તા માટે આફત નહીં અવસર, માસ્ક ન પહેરનારને દંડ કરી ઉઘરાવ્યા કરોડો રૂપિયા

Last Updated on March 3, 2021 by

કોરોના કાળમાં સરકારે ગાઇડલાઇન જાહેર કરી માસ્ક પહેરવું ફરજીયાત કર્યું. મહામારીના સમયમાં જનતાના સ્વાસ્થ્ય માટે આ જરૂરી અને અનિવાર્ય હતું. તો લોકોને જાગૃત કરવા માટે સરકારે કડક નિયમો બનાવી માસ્ક ન પહેરનારને દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી. જોકે માસ્ક પર દંડની જોગવાઈ સરકાર અને પોલીસ વિભાગ માટે અવસર સાબિત થયો.

સામાન્ય નાગરિકો પાસેથી વસુલે છે તગડો દંડ

રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે સરકારે માસ્ક ન પહેરનાર પાસેથી અધધ દંડ વસુલ્યો છે. એક તરફ રાજકીય પાર્ટીઓના નેતાઓ ભીડ એકત્ર કરે કે માસ્ક ન પહેરે તો તેની સામે વહીવટી તંત્ર મૌન રહે છે. જો સામાન્ય માણસ માસ્ક ન પહેરે તો તેને દંડ ફટકારવામાં આવે છે.

માસ્ક

આ જિલ્લાઓમાં વસૂલાયો સૌથી વધુ દંડ

સરકારે વિધાનસભામાં જાહેર કરેલા આંકડા મુજબ અમદાવાદ અને ખેડા જિલ્લામાં માસ્ક ન પહેરનારા પાસેથી દંડની મોટી રકમ વસુલાઈ છે. અમદાવાદ શહેરમાં 26.96 કરોડ રૂપિયાનો દંડ તો અમદાવાદ ગ્રામ્યવિસ્તારમાં 1.98 કરોડ રૂપિયાની દંડ સ્વરૂપે વસુલાત કરવામાં આવી છે.  ખેડા જિલ્લામાં 8.77 કરોડ રૂપિયા માસ્ક ન પહેરનાર પાસેથી વસુલવામાં આવ્યા છે.

ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ

ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં દારૂની રેલમછેલના ચોકાવનારા આંકડા સામે આવ્યા છે. કોરોનાના કારણે 67 દિવસનું લોકડાઉન હોવા છતાં રાજ્યના અમુક જિલ્લામાં 2019 કરતા 2020માં વધુ દારૂનો રાજ્યમાં જથ્થો ઝડપાયો છે. આમ તો ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ સરકારે વિધાનસભામાં દારૂના ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે.

વિધાનસભામાં રજુ થયા ચોકનાવનારા આંકડા

સરકારના આ આંકડાથી રાજ્યમાં દારૂબંધીના કાયદાની પોલ ખુલી છે.રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 198.30 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે. તો 3.65 કરોડ રૂપિયાનો દેશી દારૂ  ઝડપોયો છે.  રાજ્યમાં 13.18 કરોડનો બિયરનો જથ્થો ઝડપાયો છે.  તો બીજી તરફ 68.60 કરોડની કિંમતનો અફીણ ગાંજો, ચરસ, હેરોઇન, મેફેડ્રોનનો જથ્થો  ઝડપાયો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33