Last Updated on March 30, 2021 by
રાજ્યમાં ફરી વખત કોરોનાએ માથું ઊંચક્યું છે, ગુજરાત રાજ્યના પાટનગરમાં કોરોના ટેસ્ટીગ કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી છે. સેકટર 21માં આવેલ ટેસ્ટીગ સેન્ટર ખાતે સવાર થી નગરજનોની ભારે ભીડ, તેમ છતાંય આગમી 18 એપ્રિલ ના રોજ ગાંધીનગર મનપાની ચૂંટણી યોજવા ચૂંટણી પચ મક્કમ છે. પાટનગરના સર્કિટ હાઉસમાં કોરોના વિસ્ફોટ થયો છે. મેનેજર સહિત 17 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટીવ આવતા હડકંપ મચ્યો છે. બીજી તરફ પોઝિટીવ કર્મચારીઓ હાલ સારવાર હેઠળ છે.
મેનેજર સહિત 17 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટીવ આવતા હડકંપ મચ્યો
કોરોનાના સંક્રમણ વચ્ચે ગાંધીનગર મહાનગરપાલીકાની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે સ્વૈચ્છીક સંસ્થાઓએ પહેલાથી જ કોરોના કાળમાં ચૂંટણી નહીં યોજવા તાકીદ કરી હતી. પરંતુ તેમની રજુઆત ધ્યાને લેવામાં આવી નહોતી. ત્યારે સમગ્ર જિલ્લા કરતાં હાલ ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના કેસ માથુ ઉંચકી રહયા છે. જિલ્લામાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન કુલ ૪૧ જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે જે પૈકી ૩૮ દર્દીઓ તો કોર્પોરેશન વિસ્તારના જ છે.
કોરોનાના સંક્રમણ વચ્ચે ગાંધીનગર મહાનગરપાલીકાની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી
ગાંધીનગરના સે-૧થી ૩૦માં રર દર્દીઓ નોંધાયા છે ત્યારે હોટસ્પોટ બનેલા અને કોર્પોરેશનમાં સમાવિષ્ટ કુડાસણ, રાયસણ, રાંદેસણ, સરગાસણમાં ૧૬ દર્દીઓ મળી આવ્યા છે. ત્યારે જિલ્લામાં એક જ દિવસમાં વધુ ત્રણ કોરોના પોઝિટિવ દર્દીઓ મોતને ભેટયા છે. જેમાં મોટા ચિલોડાના પ૧ વર્ષીય પુરુષ, અડાલજના પ૧ વર્ષીય મહીલા અને રતનપુરની પ૬ વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે તો કોરોનાનું સંક્રમણ જે પ્રકારે વધી રહયું છે ત્યારે લોકોએ ધુળેટીના તહેવાર દરમ્યાન સોશ્યલ ડીસ્ટેન્સીંગનું પાલન કરવું પણ જરૃરી બન્યું છે. ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં હવે પ્રચાર અભિયાન ચાલુ થશે ત્યારે આ સંક્રમણ વધુ ફેલાવાની દહેશત પણ વ્યકત કરવામાં આવી છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31