Last Updated on March 5, 2021 by
ગાંધીનગર ખાતે આદિવાસી સમાજના પ્રશ્નો લઈને વિધાનસભાના આદિવાસી સમાજના ધારાસભ્યની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોંગ્રેસના સિનિયર સભ્ય મોહનસિંહ રાઠવા સહિત અન્ય કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો હાજર રહ્યાં હતાં. જેમાં દાદરા નગર હવેલીના સાંસદ અને આદિવાસી સમાજના નેતા મોહન ડેલકરના મોત મામલે ન્યાયિક તપાસ કરીને જવાબદાર લોકો સામે પગલાં ભરવાની માંગ કરાઇ.
આદિવાસી સમાજે મત નથી આપ્યો તો કેવી રીતે ભાજપનો ઉમેદવાર જીત્યો તેને લઇને શંકા
ઉપરાંત આ બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આદિવાસી વિસ્તારમાં ભાજપે જીત હાંસલ કરી છે પરંતુ આદિવાસી સમાજ મત આપવા ગયો નથી તો કેવી રીતે ભાજપનો ઉમેદવાર જીત્યો તેને લઇને શંકા વ્યકત કરી છે. જેથી આગામી સમયમાં બેલેટ પેપરથી મતદાન થાય તેવી સમાજની માંગ છે.
સરકાર આદિવાસી સમાજની જમીન પર તરાપ ન મારે તેવી માંગ
આ ઉપરાંત આ બેઠકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેવલોપમેન્ટ માટે આદિવાસીના ગામો ખાલી કરાવી તેમની જમીન પચાવવામાં આવી રહી છે તેને લઈને સમાજમાં ભારે રોષ છે. સરકારે હાલમાં 6 અને પહેલાં 13 ગામો ખાલી કરવાની કામગીરી કરી છે જેથી સરકાર આદિવાસી સમાજની જમીન પર તરાપ ન મારે તેવી માંગ ઉઠી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31