Last Updated on February 28, 2021 by
જમ્મુમાં શનિવારે મોકો હતો ‘ગાંધી ગ્લોબલ ફેમિલી’ નામના એક એનજીઓના સમારોહનો, પરંતુ મંચનો ઉપયોગ કોંગ્રેસના ‘જી23’ સમૂહના નેતાઓએ રાહુલ અને સોનિયા ગાંધીને સંદેશ આપવા માટે કર્યો. જમ્મુ શનિવારે કોંગ્રેસ પાર્ટીની આંતરિક રાજનીતિના યુદ્ધનું મેદાન બની ગયું કારણ કે પાર્ટીના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદના નેતૃત્વમાં અનેક દિગ્ગજ નેતા હાઇકમાનને પોતાની તાકાત દેખાડવા માટે એકઠા થયા.
ગુલાબ નબી આઝાદ ઉપરાંત પૂર્વ કેન્દ્રિય મંત્રી કપિલ સિબલ, આનંદ શર્મા, મનીષ તિવારી, હરિયાણાના પૂર્વ CM ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, પાર્ટીના રાજ્યસભા સાંસદ વિવેક તન્ખા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજ બબ્બરે જમ્મુમાં એક રેલીને સંબોધિત કરી. રેલીનું આયોજન ગૈર સરકારી સંગઠન ગાંધી ગ્લોબલ ફેમિલી તરફથી કરવામાં આવ્યુ હતું. ગુલામ નબી આઝાદ આ NGOના અધ્યક્ષ છે.
ગુલામ નબીના સંસદથી આઝાદ થવા પર દુખ
ગુલાન નબી આઝાદ સાથે એકજૂટતા જાહેર કરતા ‘G-23’ નેતાઓએ જમ્મુ-કશ્મીરના પૂર્વ CM સાથે કોંગ્રેસના રવૈયા પર સવાલો ઉઠાવ્યા. કપિલ સિબબ્લે કહ્યુ કે, હવે અમને ખબર પડી કે, ગુલામ નબી આઝાદને સંસદમાંથી મુક્ત કરવામાં આવી રહ્યા છે., તો અમને ખૂબ દુખ થયું. અમે મથી ઈચ્છતા કે તે સેવાનિવૃત થાય.
સિબ્બલે કહ્યુ કે, કોંગ્રેસ ખૂબ નબળી થઈ ગઈ છે. હું તેને જણાવી દઉં કે અમે ગાંઘી-23 છીએ. અમે ગાંધીજીના દર્શનમાં વિશ્વાસ કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય પાર્ટીને મજબુત કરવાનો છે. તો આનંદ શર્માએ હાલમાં જ પાર્ટી તરફથી ગુલામ નબી આઝાદસાથે કરેલા વર્તનને લઈને નારાજગી જાહેર કરી.
‘G-23’નેતાઓના જોડાણ તથા નારાઝગી જાહેર કરવાના કારણો
કોંગ્રેસ હાઈકમાને રાજયસભામાં ગુલામ નબા આઝાદને ફરીથી પાર્ટિમાં તેનું નામ રાખવામાં દિલચસ્પી ન જતાવી.
- પાર્ટીએ રાજયસભામાં વિપક્ષના નેતા પદ માટે આનંદ શર્માની જગ્યાએ રાહુલ ગાંધીના વફાદાર મલ્લિકાર્જુન ખડગેને પસંદ કર્યા.
- રાહુલ ગાંધીની હાલિયા વિવાદાસ્પદ ઉત્તર-દક્ષિણ ટીપ્પણી
- નવા પાર્ટી અધ્યક્ષ અને અન્ય સંગઠનાત્મક મામલો પર વિલંબિત નિર્ણય
- પત્ર વિવાદ બાદ કોંગ્રેસના ‘G-23’નેતાઓને કિનારે રાખવા.
- 4 રાજયો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભા ચૂંટણીઓને લઈને સીટની વહેંચણીમાં સમાધાન મદ્દે વાચતીત કરાઈ રહી છે. પરંતુ, ગુલામ નબી આઝાદના અનુભવનો ઉપયોગ કરાઈ રહ્યો નથી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31