GSTV
Gujarat Government Advertisement

કામની વાત/ LPG સિલિન્ડરની કિંમતથી લઇને ATM ટ્રાન્જેક્શનના નિયમો સુધી, 1 માર્ચથી થઇ રહ્યાં છે આ 5 મોટા બદલાવ

LPG

Last Updated on February 28, 2021 by

New Rules from 1st march: માર્ચ 2021 શરૂ થવા જઇ રહ્યો છે. દર વખતની જેમ આ વખતે પણ તમારે માર્ચમાં થતા જરૂરી બદલાવો વિશે જાણવુ જરૂરી છે. તેમાં રોજિંદા જીવન સાથે જોડાયેલા અનેક નિયમો બદલાઇ રહ્યાં છે. તેમાં બેન્કથી લઇને પેટ્રોલ-ડીઝલ અને LPGના ભાવ સુધી ઘણાં બદલાવ થઇ રહ્યાં છે. તો ચાલો તમને જણાવીએ આ મહત્વના બદલાવો વિશે….

lpg

LPG સિલિન્ડરની કિંમતોમાં બદલાવ

તેલ કંપનીઓ દર મહિનાની પ્રથમ તારીખે LPG ગેસના ભાવ નક્કી કરે છે. ત્યારે તેમાં 1 માર્ચથી રાંધણ ગેસના ભાવમાં બદલાવ થઈ શકે છે. જોકે ફેબ્રુઆરી મહિનામાં કંપનીઓએ ત્રણ વખત રાંધણગસના ભાવ વધારી ચૂકી છે. હાલ 14.2 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 794 રૂપિયાએ પહોંચી ગયા છે જ્યારે કલકત્તામાં સિલિન્ડરના ભાવ 745.50 અને ચેન્નઇમાં 735 રૂપિયા છે.

પેટ્રોલ-ડીઝલની કિંમતો

પેટ્રોલ અને ડીઝલની કિંમતો દરરોજ બદલાતી રહે છે પરંતુ ક્રૂડ ઓઇલની કિંમતો ભારતમાં આસમાને પહોંચી ગઇ છે. તેવામાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રસાદે તેવા સંકેત આપ્યા છે કે શિયાળાની ઋતુ પૂર્ણ થવા જઇ રહી છે તેવામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં હવે ઘટાડો થશે. તેમણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના કારણે ગ્રાહકો પર અસર પડી છે. શિયાળો પૂર્ણ થઇ રહ્યો છે તેથી કિંમતો પણ ઘટશે. શિયાળામાં માંગ વધવાના કારણે કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. જો કે હવે કિંમતો ઘટશે.

sbi

SBI ગ્રાહકો માટે KYC ફરજિયાત

દેશની સૌથી મોટી સરકાર બેંક SBIના ગ્રાહકોએ પોતાના એકાઉન્ટનું KYC ફરજિયાતપણે અપડેટ કરાવવુ પડશે. જો એકાઉન્ટ 28 ફેબ્રુઆરી સુધીમાં અપડેટ નહી કરાવવામાં આવે તો 1 માર્ચથી એકાઉન્ટ બ્લોક થઇ જશે. એટલે કે 1 માર્ચથી તમે કોઇપણ લેણદેણ નહીં કરી શકો.

atm

આ બેન્કના ATMમાંથી નહીં નીકળે 2000 રૂપિયાની નોટ

1 માર્ચથી ગ્રાહકોને એટીએમમાંથી 2000 રૂપિયાની નોટ નહીં મળે. ઇન્ડિયન બેન્કે નિર્ણય લીધો છે કે તે પોતાના એટીએમમાં 2000 રૂપિયાની નોટ નહીં નાંખે. તેના માટે બેન્કે 17 ફેબ્રુઆરી 2020ના રોજ જ એક સર્ક્યુલર જારી કરી દીધું હતું. આ સંદર્ભમાં ઇન્ડિયન બેન્કે કહ્યું હતું કે 2000 રૂપિયાની નોટ નીકાળ્યા બાદ ગ્રાહકોએ તેને રિટેલ આઉટલેટ્સ અને અન્ય જગ્યાએ એક્સચેન્જ કરાવવામાં તકલીફ થાય છે.

ટોલ પ્લાઝા પર ફ્રી નહીં મળે FASTag

નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ જણાવ્યું કે, 1 માર્ચથી ગ્રાહકોએ ટોલ પ્લાઝા પર FASTag ખરીદવા માટે 100 રૂપિયા ચુકવવા પડશે. એટલે કે 1 માર્ચથી ટોલ પ્લાઝા પર FASTag ફ્રી નહી મળે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33