Last Updated on April 1, 2021 by
ફ્રાંસમાં કોરોના વાયરસે પોતાનો પ્રકોપ વઘતા ફ્રાંસના રાષ્ટ્રપતિએ સમગ્ર દેશમાં ચાર અઠવાડિયાનું લૉકડાઉન લગાવી દીધું છે. શાળાઓને ત્રણ અઠવાડિયા માટે બંધ કરવામાં આવી. હાલ ફ્રાંસમાં કોરોના વાઈરસની ત્રીજી લહેર ચાલી રહી છે. જેના લીધે ભારે ખાનાખરાબી સર્જાઈ છે. આવામાં રાષ્ટ્રપતિ મેક્રોએ કહ્યું કે, જો નક્કર પગલા નહિ ભરાય તો કોરોના પરથી કાબૂ ગુમાવી દઈશું. ફ્રાંસમાં દેશવ્યાપી લોકડાઉન દરમિયાન માત્ર જીવન જરૂરિયાત સામાનની દુકાનો ખોલવાની મંજૂરી મળશે.
"We will lose control if we do not move now," said French President Emmanuel Macron as he ordered nationwide lockdown & said schools would be closed for three weeks to push back third wave of #COVID19 infections that could overwhelm hospitals: Reuters pic.twitter.com/uoABIhPRZ4
— ANI (@ANI) March 31, 2021
ચાર અઠવાડિયાનું લૉકડાઉન લગાવી દીધું
માત્ર જીવન જરૂરિયાત સામાનની દુકાનો ખોલવાની મંજૂરી મળશે.
દેશવ્યાપી લોકડાઉન દરમિયાન માત્રા જીવન જરૂરિયાત સામાનની દુકાનો ખોલવાની મંજૂરી મળશે
ઓફિસ જવાને બદલે લોકોએ વર્ક ફ્રોમ હોમ કરવું પડશે. આ દરમિયાન 10 કિલોમીટરની ત્રિજ્યામાં જવા પર રોક લગાવવામાં આવી છે. આમ છતાં લોક઼ડાઉનમાં કોરોના રસીકરણના કામમાં ઝડપી લાવવામાં આવશે. મહત્વનું છે કે, ફ્રાંસમાં કોરોના ચેપના પોઝિટિવ કેસનું કુલ સંખ્યા 46 લાખને પાર પહોંચી ચૂકી છે. અત્યાર સુધી ફ્રાંસમાં કુલ મોતનો આંક 95 હજારને પાર પહોંચી ચૂક્યો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31