GSTV
Gujarat Government Advertisement

મિથુન ચક્રવર્તી, સૌરવ ગાંગુલી ભાજપમાં જોડાવાની વાતો વચ્ચે મમતાના અંગત નેતા જોડાઈ ગયા ભાજપમાં

દિનેશ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અગાઉ રાજ્યમાં રાજકીય પક્ષો વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. આ દરમિયાન ટીએમસીના પૂર્વ સાંસદ દિનેશ ત્રિવેદી ભાજપમાં સામેલ થયા છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાયા. દિનેશ ત્રિવેદીએ તૃણમુલ કોંગ્રેસમાં દબાણ હેઠળ રાખવામાં આવી રહ્યાંનો હવાલો આપતા રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું હતું.

દિનેશ

દિનેશ ત્રિવેદીએ મમતા બેનર્જી પર ભ્રષ્ટાચાર અને હિંસાનો આરોપ લગાવ્યા

ભાજપમાં સામેલ થયા બાદ દિનેશ ત્રિવેદીએ મમતા બેનર્જી પર ભ્રષ્ટાચાર અને હિંસાનો આરોપ લગાવતા કહ્યું કે,‘બંગાળની જનતા હવે પરિવર્તન ઈચ્છે છે, ના કે ભ્રષ્ટાચાર અને હિંસા. હું ચૂંટણી લડું કે ના લડું, પરંતુ ચૂંટણી પ્રક્રિયામાં એક્ટિવ રહીશ. લોકો હવે વાસ્તવિક પરિવર્તન માટે તૈયાર છે.

રાજકીય કોઈ ખેલ નથી, પરંતુ ગંભીર કાર્ય છે. રાજકીય રમત રમવામાં મમતા બેનર્જી પોતાના આદર્શો ભુલાવી ચૂક્યા છે. બીજા પક્ષોમાં ખાસ પરિવારની સેવા કરવામાં આવે છે. તે કારણે જનતા પરિવારમાં જોડાયો છું.’

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33