Last Updated on March 30, 2021 by
બંગાળમાં બીજા તબક્કા માટે ચૂંટણી પ્રચારનો આજે અંત આવ્યો. પરંતુ આ દરમિયાન ક્રિકેટરમાંથી નેતા બનેલા અશોક ડિંડાએ આરોપ લગાવ્યો કે તેમની કાર પર હુમલો કરવામા આવ્યો હતો. તેઓ જ્યારે પ્રચાર કરી રહ્યાં હતા ત્યારે આ હુમલો કરાયો હતો. પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અશોક ડિંડાની ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી.
ડિંડાને નજીવી ઈજા થઈ છે. ડિંડાએ હુમલો થયા મુદ્દે એક વીડિયો પણ ટ્વિટર પર શેર કર્યો હતો. ડિંડાએ આરોપ લગાવ્યો કે ટીએમસીના લોકોએ તેમની કાર પર પથ્થરમારો કર્યો હતો. ડિંડાએ ટ્વિટ કરી કે,‘આજે તૃણમુલના લોકોએ સાંજે 4 વાગ્યાના સમયે બીડીઓ કાર્યાલય પાસે મારી પર હુમલો કર્યો હતો.’ પ્રથમ તબક્કાની વોટિંગ સમયે ભાજપની મહિલા નેતા સુમન મંડલની છેડતી કરવામાં આવી હતી, આ ઉપરાંત શુભેન્દુ અધિકારીના ભાઈની કાર પર હુમલો થયો હતો.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31