GSTV
Gujarat Government Advertisement

સુપ્રીમનો સૌથી મોટો ચુકાદો : મોદી સરકારથી જુદા વિચારો હોય એ દેશદ્રોહી ના ગણાય, ફારૂક અબ્દુલ્લાહને આપી દીધી મોટી રાહત

Last Updated on March 3, 2021 by

જમ્મુ-કાશ્મીરમાં પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાહને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી છે. કોર્ટે કહ્યું કે- સરકાર કરતા જુદા વિચારો વ્યક્ત કરવાની અભિવ્યક્તિને દેશદ્રોહી ના માની શકાય. સુપ્રીમ કોર્ટમાં ફારુક અબ્દુલ્લાહે કલમ 370 હટાવવા મુદ્દે આપેલા નિવેદન મુદ્દે કાર્યવાહીની માંગ કરતી અરજી કરવામા આવી હતી.

દેશદ્રોહ હેઠળ કાર્યવાહીની માંગ કરતી અરજી ફગાવી

  • ફારૂક અબ્દુલ્લાહને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત
  • દેશદ્રોહ હેઠળ કાર્યવાહીની માંગ કરતી અરજી ફગાવી
  • સરકારથી જુદા વિચારો હોવાથી દેશદ્રોહ ના મનાય. સુપ્રીમ કોર્ટ

કાર્યવાહીની માંગ કરતી અરજી કરવામા આવી

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામા આવેલી અરજીમાં ફારુક અબ્દુલ્લાહ પર દેશદ્રોહની ફરિયાદ હેઠળ કાર્યવાહી કરવાની માગ કરવામા આવી હતી. સુપ્રીમે દેશદ્રોહનો કેસ ચલાવવાની અપીલ કરતી અરજી ફગાવી હતી અને આ સાથે જ અરજદારને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. 

કોર્ટમાં અરજી દાખલ કરનારો આરોપ હતો કે ફારૂક અબ્દુલ્લાએ દેશદ્રોહનું કાર્ય કર્યું છે

કોર્ટમાં અરજી દાખલ કરનારો આરોપ હતો કે ફારૂક અબ્દુલ્લાએ દેશદ્રોહનું કાર્ય કર્યું છે. તેમની સામે માત્ર ગૃહ કાર્યવાહીજ નહી પરંતુ કાયદેસરની કાર્યવાહી પણ કરવી જોઈએ સાથે સાથે તેમની સંસદ સદસ્યતાને પણ રદ કરવામાં આવે. જો તેમને સંસદ પદ પર યથાવત રાખવામાં આવે છે કે તો તેનો અર્થ એ થાય છે કે ભારતમાં દેશ-વિરોધી ગતિવિધિયોને સ્વીકાર કરવામાં આવે છે, અને આ તાકતો દેશની એકતાને નુકશાન પહોંચાડશે.

અરજીમાં ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે તેમણે કલમ-370 પરત લાવવા માટે ચીન પાસેથી મદદ લેવાની પણ વાત કરી

અરજીકરતા એ દાખલ અરજીમાં ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે તેમણે કલમ-370 માટે ચીન પાસેથી મદદ લેવાની પણ વાત કરી હતી. ત્યારે આ મામલે આ નિવેદનને સંદતર રીતે નેશનલ કોન્ફ્રરન્સે રદ કરી દીધું હતું. પાર્ટીએ જણાવ્યું કે અબ્દુલ્લાએ ક્યારેય પણ નથી કીધું કે ચીન સાથે મળીને કલમ-370 પરત લાવીશું. તેમના નિવેદનોને ખોટી રીતે અને તોડી મરોડીને રજુ કરવામાં આવ્યું છે.

રજત શર્માને 50,000 રૂપિયાનો દંડ પણ ફટકા

આ અરજીમાં ફારૂક અબ્દુલ્લાના નિવેદનને ધ્યાનમાં લઈ તેમના વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવા માંગણી કરવામાં આવી હતી. ઉપરાંત તેમની સંસદીય સદસ્યતા રદ્દ કરવા પણ માંગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે ફારૂક અબ્દુલ્લા વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ ચલાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. સાથે જ અરજીકર્તા રજત શર્માને 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. 

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33