GSTV
Gujarat Government Advertisement

શહીદીનો બદલો: પુલવામામાં સુરક્ષા દળોએ ઠાર માર્યા 3 આતંકી, ગાઇકાલે કર્યો હતો ભાજપના નેતાના ઘરે હુમલો

Last Updated on April 2, 2021 by

જમ્મુ કાશ્મીરમાં ગુરુવારે ભાજપના નેતાના ઘરે થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલ એક જવાનની શહાદતનો બદલો ભારતીય સુરક્ષા દળોએ લઇ લીધો છે. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને અથડામણમાં ઠાર માર્યા છે. શુક્રવારે સવારે અથડામણ શરૂ થઇ હતી. દક્ષિણ કાસશમીરના પુલવામા જિલ્લાના કાકાપોરા વિસ્તારમાં આતંકીઓની હાજરી હોવાની બાતમી સુરક્ષાદળોને મળી હતી. જેને લઈને વિસ્તારમાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમ્યાન સુરક્ષાદળો ત્રણેય આતંકીઓને ઘેરવામાં સફળ થઇ હતી અને લાંબી ચાલેલ અથડામણમાં ત્રણેય આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. સુરક્ષા દળો પર સતત આતંકીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવી રહી હતી. જોકે હાલ ઓપરેશન ચાલી રહ્યું છે.

આતંકી

કાશ્મીરના આઇજી વિજય કુમારે કહ્યું છે કે પુલવામા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલ ત્રણેય આતંકીઓ ભાજપના નેતાના ઘરે થયેલ હુમલામાં સામેલ હતા. તેમની પાસેથી હથિયાર પણ મળી આવ્યા છે. જણાવી દઈએ કે સવારથી જ પુલવામામાં સરક્ષાદળોએ ઘેરો ઘાલ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ ઓપરેશન દરમ્યાન પોલીસકર્મીઓ પર પણ ગોળીઓ વરસાવવામાં આવી હતી ત્યાર બાદ જવાબી કાર્યવાહીમાં બંને તરફથી ગોળીબાર શરૂ થઇ ગયો. એક અધિકારીએ જણાવ્યું કે સવારથી જ બંને તરફથી ગોળીબાર થયો હતો જે હજુ પન ચાલી રહ્યો છે.

વાસ્તવમાં, ગુરુવારે જમ્મુ કાશ્મીના શ્રીનગરના બહારના વિસ્તારમાં સ્થાનિક ભાજપના નેતા પર લશ્કર-એતૈયબાના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં એક પોલીસકર્મી શહીદ થયો હતો. પોલીસે જણાવ્યું છે કે ચાર માંથી એક આતંકવાદીઓ બુરખો પહેરીને આવ્યો હતો અને રીગામ નૌગામ સ્થિતિ ભાજપના નેતા અનવર અહમદને મળવા વિનંતી કરી હતી. અધિકારીએ જણાવ્યું કે બારામુલા જિલ્લામાં ભાજપ મહાસચિવ અને કુપવાડા જિલ્લાના પ્રભારી અહમદ ઘટના સમયે મકાનની અંદર હાજર ન હતા.

અધિકારીએ જણાવ્યું કે જયારે દ્વારપાલે દરવાજો ખોલ્યો કે આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો. જેમાં દ્વારપાલનું મોત થઇ ગયું. દ્વારપાલની ઓળખ રમીજ રઝા તરીકે થઇ છે. રઝાને એસએમએચએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. અધિકારીએ જણાવ્યું કે અંદર હાજર અન્ય ગાર્ડ દ્વારા જવાબી કાર્યવાહી કરવાના ડરથી આતંકવાદીઓ ભાજપના નેતાના ઘરની અંદર ન હોવાની સૂચના મળતા ફરાર થઇ ગયા હતા. જોકે, તેઓ એસએલઆર રાઇફલ લૂંટીને ભાગી ગયા હતા. આ સાગર ઘટના ઉત્તર કાશ્મીર સ્થિત બારામુલા જિલ્લાના સોપોરમાં બ્લોક વિકાસ પરિષદ (બીડીએસ)ના સભ્ય અને તેમના સુરક્ષા ગાર્ડની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ હત્યાના ત્રણ દિવસ બાદ ઘટી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33