GSTV
Gujarat Government Advertisement

અમદાવાદીઓ ચેતજો/ પ્રથમવાર એક્ટિવ કેસનો આંકડો ૬ હજારને પાર, ૧૦ દિવસમાં ૩ ગણો વધારો

એક્ટિવ

Last Updated on April 12, 2021 by

અમદાવાદમાં પ્રથમવાર એક્ટિવ કેસનો આંક હવે ૬ હજારને પાર થઇ ગયો છે. ૩૧ માર્ચના અમદાવાદમાં ૨,૧૧૬ એક્ટિવ કેસ હતા અને તે હવે વધીને ૬,૦૮૧ થઇ ગયો છે. અમદાવાદમાં એક્ટિવ કેસનો આંક ૬ હજારને પાર થયો હોય તેવું પ્રથમવાર બન્યું છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાના કુલ ૮૨,૮૯૯ કેસ નોંધાયા છે અને તેમાંથી ૭૪,૩૭૨ દર્દી સાજા થયા છે જ્યારે ૨,૪૪૬ દર્દીના મૃત્યુ થયા છે. આમ, અમદાવાદમાં એક્ટિવ કેસનું પ્રમાણ ૭.૩% છે.

એક્ટિવ

અમદાવાદમાં એક મહિના અગાઉ ૭૮૫ એક્ટિવ કેસ હતા જ્યારે હવે ૬,૦૮૧

બરાબર એક મહિના અગાઉ ૧૧ માર્ચના અમદાવાદમાં એક્ટિવ કેસ ૭૮૫ હતા. આમ, એક મહિનામાં જ અમદાવાદમાં કોરોનાએ કેટલું વિકરાળ સ્વરૃપ દર્શાવ્યું છે તેનો અંદાજ મેળવી શકાય છે. રાજ્યમાં હાલ સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા જિલ્લાઓમાં સુરત ૫૭૯૨ સાથે બીજા, વડોદરા ૩૬૩૭ સાથે ત્રીજા, રાજકોટ ૩૦૫૨ સાથે ચોથા અને જામનગર ૧૧૦૩ સાથે પાંચમાં સ્થાને છે.

એક્ટિવ

સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત દસમાં સ્થાને

સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત ૭.૯% સાથે દસમાં સ્થાને છે. છત્તીસગઢમાં હાલ સૌથી વધુ ૧૯.૮૦% નો એક્ટિવ કેસ રેશિયો છે. ગુજરાતના જિલ્લાઓમાંથી સૌથી વધુ મૃત્યુદરમાં અમદાવાદ ૩% સાથે મોખરે, અરવલ્લી ૧.૯૦% સાથે બીજા અને સુરત ૧.૩૦% સાથે ત્રીજા સ્થાને છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33