GSTV
Gujarat Government Advertisement

અનામત / સુપ્રીમ કોર્ટ બગડી : હવે કેટલી પેઢીઓ સુધી હવે આ અનામત રહેશે, જાણી લો શું છે આ સમગ્ર મામલો

સુપ્રીમ

Last Updated on March 20, 2021 by

સુપ્રીમ કોર્ટ મરાઠા અનામત મામલે સુનવણી દરમિયાન શુક્રવારે કડક વલણ સાથે સવાલો કર્યાં કે, કેટલી પેઢીઓ સુધી અનામત રહેશે. સુપ્રીમના 50%ની મર્યાદા હટાવવાની સ્થિતિમાં સર્જાતિ અસમાનતાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી. મહારાષ્ટ્ર સરકાર તરફથી સિનિયર એડવોકેટ મુકુલ રોહતગીએ જસ્ટીસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી પાંચ જજની બંધારણીય બેચને કહ્યું કે, કોટાની મર્યાદા નક્કી કરવા પર મંડળ આ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર બદલાયેલી પરિસ્થિતિઓ પર પુનર્વિચાર કરવાની જરૂર છે.

સુપ્રીમ

શું છે સમગ્ર મામલો

રોહતગીએ કહ્યું કે, કોર્ટની બદલેલી પરિસ્થિતિને ધ્યાનમાં અનામત કોટા નક્કી કરવાની જવાબદારી રાજ્યો પર છોડી દેવી જોઈએ અને મંડળ મામલા સાથે સંબંધિત નિર્ણય 1931ની વસ્તી ગણતરી પર આધારિત હતી. મરાઠા સમુદાયને અનામત આપવાવાળા મહારાષ્ટ્રના કાયદાના પક્ષમાં દલીલ આપતા રોહતગીએ મંડળના મામલામાં નિર્ણય જુદાં-જુદાં પાસાઓનો હવાલો આપ્યો. આ નિર્ણયને ઈંદિરા સાહની મામલાના રૂપમાં પણ જવા માંગે છે. તેમણે કહ્યું કે, આર્થિક રીતે નબળા(EWS)ને 10% અનામત આપવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય પણ 50%ની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે.

આના પર બેંચે ટીપ્પણી કરી જો 50%ની મર્યાદા કે કોઈ મર્યાદા નથી રહેતી જેમકે તમે સુચવ્યું છે, ત્યારે સમાનતાની શું અવધારણા રહી જશે. આખરે આપણે તેનો સામનો કરવો પડશે. તેના પર તમારું શું કહેવું છે. તેનાથી પેદા થનારી અસામાનતા વિશે શું કહેવા માંગશો. તમે તેને કેટલી પેઢીઓ સુધી રાખશો?

સુપ્રીમ

શું કોઈ વિકાસ નથી થયો, કોઈ પછાત જાતિ આગળ નથી વધી?: સુપ્રીમનો સવાલ

બેંચમાં જસ્ટીસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટીસ એસ અબ્દુલ નઝીર, જસ્ટીસ હેમંત ગુપ્તા અને જસ્ટીસ રવિંદ્ર ભટ સામેલ છે. રોહતગીએ કહ્યું કે, મંડળના નિર્ણય પર પુનર્વિચાર કરવાનું કોઈ કારણ છે, જો 1931ની વસ્તી ગણતરી આધારિત હતી. સાથે જ વસ્તી અનેકગણી વધીને 135 કરોડ સુધી પહોંચી છે. બેંચે કહ્યું કે, દેશની આઝાદીના 70 વર્ષ થયા છે અને રાજ્ય સરકાર અનેક સારી કલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે તથા શું આપણે સ્વિકાર કરી શકીએ છીએ કે કોઈ વિકાસ નથી થયો, કોઈ પછાત જાતિ આગળ નથી વધી.

કોર્ટે એ પણ કહ્યું કે, મંડળ સાથે જોડાયેલા નિર્ણયની સમિક્ષા કરવાનો એ પણ ઉદ્દેશ્ય છે કે પછાતપણાથી જે બહાર આવી ચુક્યા છે. તેમને આવશ્યકપણે અનામતના દાયરામાંથી બહાર કરવામાં આવવા જોઈએ. જેના પર રોહતગીએ દલીલ કરી કે, હા, અમે આગળ વધ્યાં છે. પરંતુ એવું નથી કે પછાત વર્ગની સંખ્યા ઘટીને 20% થઈ ગઈ છે. હું એ નથી કહી રહ્યો કે ઈંદિરા સાહની મામલે નિર્ણય સંપૂર્ણ ખોટો હતો અને તેને કચરામાં ફેંકી દેવો જોઈએ. હું આ મુદ્દો ઉઠાવી રહ્યો છું કે 30 વર્ષ થયાં કાયદા બદલાઈ ગયા છે. વસ્તી વધી ગઈ છે. લોકોની સંખ્યા પણ વધી ગઈ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33