Last Updated on March 2, 2021 by
ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં BJP એ નગરપાલિકા અને તાલુકા પંચાયત સહિતની બેઠકો પર ભવ્ય જીત મેળવી છે, જે પ્રકારનાં ચુંટણી પરિણામો આવી રહ્યા છે, તો જોતા રાજ્યમાં કોંગ્રેસનું ધોવાણ થતું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે, એક સમયનો કોંગ્રેસનો ગઢ ગણાતા ડાંગ જિલ્લામાં પણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ઉપર પણ કોંગ્રેસનો કારમો પરાજય થતો જોવા મળી રહ્યો છે, કોંગ્રેસની હાર પાછળનું મુખ્ય કારણ ડાંગ કોંગ્રેસનાં એક સમયનાં અગ્રણી નેતા અને પાછળથી BJPમાં જોડાયેલા મંગળ ગાવીત છે, તેમણે કોંગ્રેસની સૌથી મજબુત બેઠક મનાતી કોશીમદા બેઠક ઉપર ઉમેદવારી નોંધાવી કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો.
કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારને આપી હાર
તેમણે કોંગ્રેસનો ગઢ મનાતી કોશિમદા-12 જિલ્લા પંચાયતની સીટ ઉપર જ્યાં અત્યાર સુધી કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે ત્યાં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવાર રાજેશભાઈ ગામીતને હરાવી ઇતિહાસ રચ્યો છે. કોશીમદા બેઠક જીતવી એ માત્ર ઉમેદવાર માટે જ નહીં પરંતુ કોંગ્રેસ અને BJP બન્ને પક્ષો માટે પણ જરૂરી હતી ત્યારે અહીંયા આયાતી ઉમેદવાર તરીકે પણ મંગળ ગાવીતે જીત મેળવી છે, અને આ રીતે ડાંગ જિલ્લા માંથી કોંગ્રેસનો રકાસ કર્યો છે. મંગળ ગાવીતનાં ભવ્ય વિજયથી જિલ્લા BJPનાં કાર્યકરો અને હોદ્દેદારોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છે.
ડાંગ જિલ્લામાં થયું હતું 74.57% મતદાન
ડાંગ જિલ્લામાં રવિવારે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની 13 સંસ્થાની ચૂંટણીમાં કોરોના સંક્રમણની પરવા કર્યાં વગર મતદારોએ અનેરો ઉત્સાહ બતાવી મતદાન કર્યું હતું. સૌથી વધુ ડાંગ જિલ્લા પંચાયત અને આહવા, સુબીર અને વઘઇ તાલુકા પંચાયતમાં 74.57 ટકા સરેરાશ મતદાન નોંધાયું હતું. જિલ્લામાં BJPનાં 2 અને તાલુકા પંચાયતના 1 ઉમેદવાર બિનહરીફ જાહેર થયેલા છે. જિલ્લા પંચાયતની 5 અને તાલુકા પંચાયતની 7 બેઠક ઉપર ભાજપનો ભગવો અને કોંગ્રેસની 2 તાલુકા પંચાયત ઉપર જીત મેળવી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31