Last Updated on March 31, 2021 by
ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા આજથી હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ સેવા શરૂ થઈ છે. આજે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા વીડિયો કોન્ફરન્સિંગથી હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ સેવાની શરૂઆત કરાવી. આ ક્રુઝ સેવા દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરાથી ઉપડીને બીજા દિવસે સવારે દીવ પહોંચશે અને તે જ દિવસે સાંજે દીવથી ઉપડીને હજીરા પરત ફરશે.
દીવ અને હજીરા વચ્ચેની ક્રુઝ સેવાનો સમય અંદાજે 13થી 14 કલાક જેટલો લાગશે. હજીરા એસ્સાર પોર્ટથી ઉપડીને 13ની કલાકની મુસાફરી કરીને દીવ પહોંચવામાં આવશે. ક્રુઝમાં 300 મુસાફરોની વહન ક્ષમતા છે.
અત્યાર સુધી ગુજરાતમાં હજીરા થી ઘોઘા સુધી રો-રો રોપેક્ષ ફેરી સેવા ચાલે છે. હવે હજીરાથી દીવ ક્રુઝ સેવા શરૂ થશે. આ ક્રુઝ અઠવાડીયામાં દીવની બે રાઉન્ડ ટ્રીપ કરશે. આ ઉપરાંત શુક્રવાર, શનિવાર અને રવિવારે સુરત હાઇ-સીમાં મુસાફરી કરાવશે. આ ક્રૂઝમાં ગેમિંગ લાઉન્જ, વી.આઈ.પી. લાઉન્જ, એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક વગેરે જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
હજીરાથી દીવ ક્રૂઝ સેવા
- ક્રૂઝમાં ૩૦૦ મુસાફરો કરી શકશે પ્રવાસ
- ક્રૂઝમાં ગેમિંગ ઝોન, વીઆઈપી લાઉન્જની સુવિધા
- ક્રૂઝમાં એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક જેવી સુવિધા
- ક્રૂઝમાં ૧૬ જેટલી કેબિન
ક્રૂઝ સેવાનો સમય
- દર સોમાવારે તથા બુધવારે સાંજે હજીરાના એસ્સાર પોર્ટથીથી ઉપડશે
- ક્રુઝ બીજા દિવસે સવારે દીવપહોંચશે
- દીવથી સાંજે નીકળીને બીજા દિવસે સવારે હજીરા પરત ફરશે
- હજીરાથી દીવ પહાેંચતા અંદાજે ૧૩થી ૧૪ કલાકનો સમય
- સુરત ખાતે ક્રૂઝમાં શુક્રવારથી રવિવાર દરમિયાના હાઈ-સીમાં મુસાફરીની મજા માણી શકાશે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31