Last Updated on April 9, 2021 by
અમદાવાદના કૃષ્ણનગરમાં આવેલી સ્કૂલમાં આગનો બનાવ બન્યો છે. આગમાં ત્રણ બાળકો ફસાયા હોવાની વાત સામે આવી છે. ફાયર વિભાગની છથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. સ્કૂલમાં આગ લાગવાનુ કારણ અકબંધ છે.
અમદાવાદના કૃષ્ણનગરમાં આવેલી સ્કૂલમાં આગનો બનાવ બન્યો છે..આગમાં ત્રણ બાળકો ફસાયા છે..ઘટનાની જાણ થતા ફાયર વિભાગના 10થી વધુ વાહનો ઘટના સ્થળે પહોંચ્યા છે..સ્કૂલમાં આગ લાગવાનુ કારણ અકબંધ છે.કોરોના કાળમાં શાળાઓ બંધ છે તો કઈ રીતે શાળાના ધાબા પર બાળકો પહોંચ્યા તે સવાલ ઉઠી રહ્યો છે.
આ બનાવની મળતી વિગત અનુસાર શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી અંકૂર શાળામાં આજે સવારે 11 વાગ્યે એકાએખ આગ ફાટી નકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. ઘટનાની જાણ થતા જ ફાયરવિભાગની દસથી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી.
ફાયરબ્રિગેડના લાશ્કરો અત્યારે આગ પર કાબૂ મેળવવાનું કામ કરી રહ્યાં છે. જોકે, મહત્વનનું તે છે કે કોરોનાકાળામાં શાળા બંધ છે ત્યારે શાળામાં માણસો શું કરી રહ્યાં છે તે મહત્વનું છે. આ ત્રણેય બાળકો પોતાનો જીવ બચાવવા માટે સ્કૂલની છત પર જઈને જીવ બચાવવા માટે બૂમો પાડી રહ્યા હતા. ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31