GSTV
Gujarat Government Advertisement

કરૂણાંતિકા/ મુંબઈની કોરોના હોસ્પિટલમાં ભીષણ આગ: 11 દર્દીઓ બળીને ભડથું થઇ ગયા

આગ

Last Updated on March 27, 2021 by

મુંબઈમાં કોરોનાના દર્દીની સંખ્યા સતત વધી રહી છે. લોકો જીવ બચાવવા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે ત્યારે ભાડુંપમાં મૉલમાં આવેલી હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા કોરોનાના 11 દર્દીના મોત નિપજતા ખળભળાટ મચી ગયો હતો. દરમિયાન પાંચ જણ જખમી થયા હતા. બીજી તરફ આગમાં બચી ગયેલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રમાં તમામ હોસ્પિટલની આગ સામે સલામતીની તપાસનો આદેશ

હોસ્પિટલ દ્વારા જરૂરી નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે પોલીસે દોષી સામે કાર્યવાહીની કામગીરી હાથ ધરી હતી. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ પ્રત્યેક મૃતકના પરિવારને પાંચ લાખ રૂપિયાની મદદ જાહેર કરી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. આગ ચોક્કસ કેવી રીતે લાગી એની તપાસ શરૂ છે.

ભાંડુંપ પશ્ચિમમાં એલ.બી.એસ. રોડ પર ડ્રિમ્સ મૉલમાં સનરાઈઝ હોસ્પિટલ આવેલી છે. હોસ્પિટલમાં 107 દર્દીની ક્ષમતા હતી. હાલ અહીં 78 દર્દી સારવાર માટે દાખલ હતા. એમાં કોરોનાના દર્દી હતા. હોસ્પિટલમાં ગુરુવારે રાતે અંદાજે 12 વાગ્યે પહેલા માળે આગ લાગી હતી. પછી આગ ઝડપથી બીજા માળ સુધી પ્રસરી ગઈ હતી. આગના ધુમાડાના લીધે ત્રીજા માળ પર હોસ્પિટલના કોવિડ વિભાગ અને આઈસીયુમાં દર્દીઓની ગુંગળામણ થવા લાગી હતી.

આગ

પોલીસ અને અન્યની મદદથી 68 દર્દીને બચાવવામાં આવ્યા

આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે 30 ફાયર એન્જિન 20 વોટર ટેન્કરથી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. મહાપાલિકાના અધિકારી, પોલીસ પણ તપાસ કરી રહી છે.દરમિયાન 10 દર્દી મૃત્યુ પામ્યા હતા.

થોડા સમય બાદ વધુ એક જણનો મૃતદેહ મળી આવ્યો હતો.અગ્નિશામક દળ, પોલીસ અને અન્યની મદદથી 68 દર્દીને બચાવવામાં આવ્યા હતા તેમને સારવાર માટે અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે બે દર્દીના મોત આગન ેલીધે નહીં પણ કોરોનાની સારવાર દરમિયાન થયા હોવાનો દાવો કરવામાં ાવ્યો હતો મૃતદેહ સોંપવાની કાર્યવાહી પૂરી ન થતા હોસ્પિટલમાં જ રાખવામાં આવ્.ા હોવાનું કહેવાય છે. આગ લાગી ત્યારે એલાર્મ વાગતા તાત્કાલિક લાઈટ બંધ કરવામાં આવી હતી અને દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા એવું હોસ્પિટલ દ્વારા જાણવા મળ્યું હતું.

આગને લીધે અહીં વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. આગની જ્વાળાઓ દૂરથી જોઈ શકાતી હતી. અગાઉ મહાનગરપાલિકાએ મૉલમાં આગ બુઝાવવાના સાધનોની તપાસણી કરી હતી. ત્યારે મૉલમાં સુરક્ષાના યોગ્ય દેખરેખ રાખવામાં આવી ન હોવાનું માલૂમ પડયું હતું. આથી પાલિકાએ નોટિસ પણ આપી હતી.

આગ

મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરે, મુંબઈના મેયર કિશોરી પેડણેકર ઘટનાસ્થળની મુલાકાત લીધી

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરે, મુંબઈના મેયર કિશોરી પેડણેકર ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.આગનું કારણ જાણી શકાયું નથી. મૉલની અંદર હોસ્પિટલ હોવાનું પહેલી જ વખત જોઈ રહી છું. આ મામલામાં કડક કાર્યવાહી કરવામાં આવશે એમ મેયર કિશોરી પેડણેકર કહ્યું હતું. હાલ કોવિડ કેર સેન્ટર તરીકે હોસ્પિટલને પરવાનગી આપવામાં આવી હતી. 31 માર્ચના મુદ્દત પૂરી થઈ રહી હતી.

ભૂતપૂર્વ સાંસદ સંજય પાટિલે કહ્યું હતું કે ગત વર્ષે પાલિકા કમિશનરે લેખિત ફરિયાદ કરી હોસ્પિટલમાં ફાયર સેફટી નિયમનું પાલન કરાતું ન હોવાનું કહ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિવટ કરી શોકની લાગણી વ્યકત કરી હતીતેમણે ઈજાગ્રસ્ત દર્દીની તબિયતમાં જલદી સુધારો થાય એવી પ્રાર્થના કરી હતી. આ બનાવ બાદ મુખ્યપ્રધાને રાજ્યમાં હોસ્પિટલ, કૉવિડ સેન્ટરનું ફાયર ઓડિટનો આદેશ આપ્યો છે.

આ પહેલાં ભંડારામાં સરકારી હોસ્પિટલના સ્પેશિયલ ન્યૂબોર્ન કેઅર યુનિટ (એસએનસીયુ)માં ગત જાન્યુઆરીમાં આગ લાગતા 10 નવજાતના મોત થયા હતા. હોસ્પિટલમાં સુરક્ષાની અયોગ્ય અને અપૂરતી વ્યવસ્થાએ ભૂલકાઓનો ભોગલીધો હતો. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ફરી કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. મુંબઈમાં ગુરૂવારે 5,504 જણને કોરોના થયો હતો. આથી ચિંતાનું વાતાવરણ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33