GSTV
Gujarat Government Advertisement

પત્રકારોને બંધક બનાવી માર્યા: અખિલેશ યાદવ સહિત અજાણ્યા 20 લોકો પર નોંધાઈ FIR, આવો છે સમગ્ર મામલો

Last Updated on March 13, 2021 by

મુરાદાબાદમાં સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પ્રેસ કોન્ફરન્સમાં હંગામો થયો હતો. જેમાં પત્રકારો સાથે ધક્કા-મુક્કી કરવામા આવી અને આ સમયે એક ટીવી ચેનલના પત્રકારને પડવાને કારણે ગંભીર ઈજાઓ થઈ હતી. ગુરુવારે બનેલી આ ઘટના મામલે હવે અખિલેશ યાદવ સહિત સમાજવાદી પાર્ટીના 20 કાર્યકરો વિરુદ્ધ મુરાદાબાદમાં પોલીસ ફરિયાદ કરવામા આવી છે.

પત્રકારોની આવી નાની મોટી ઈજા

ફરિયાદમાં એવો આરોપ લગાવવામાં આવ્યો કે, 11 માર્ચે એક હોટલમાં પ્રેસ કોન્ફરન્સ બાદ અમુક પત્રકારોએ જ્યારે અખિલેશ યાદવને અમુક વ્યક્તિગત પ્રશ્નો કર્યા તો પૂર્વ મુખ્યમંત્રીએ પોતાના બોર્ડીગાર્ડ્સ અને કાર્યકરોને પત્રકારો પર હુમલો કરવા ઉશ્કેર્યા હતા. આ ઘટનામાં ઘણા પત્રકારોને નાની-મોટી ઈજા થઈ હતી.

આવો છે સમગ્ર મામલો

જે પત્રકારોને ગંભીરત ઈજા થઈ છે, તેમની હાલ સારવાર ચાલી રહી છે. આ બાજૂ સપાના જિલ્લાધ્યક્ષ જય વીર સિંહ યાદવે મીડિયાકર્મી ફરીદ શમ્સી અને ઉવૈદ રહમાન વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. જેમાં સપા જિલ્લા અધ્યક્ષે આરોપ લગાવ્યો હતો કે, પોતાની જાતને પત્રકાર ગણાવતા બે વ્યક્તિઓએ પૂર્વ મુખ્યમંત્રીની સુરક્ષાનો ઘેરો તોડીને અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેમને સુરક્ષા જવાનોએ રોક્યા તો, તેમની સાથે મારપીટ શરૂ કરી દીધી. ત્યાર બાદ ફરીદ ખુદ જમીન પર ઢળી પડ્યો હતો અને બેભાન થવાનું નાટક કરવા લાગ્યો હતો.

પોલીસ અધિકારીએ આ અંગે જણાવ્યુ છે કે, બંને તરફથી પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે. આ સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે. હોટલના સીસીટીવી ફૂટેઝ પણ ખંગાળવામાં આવી રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33