GSTV
Gujarat Government Advertisement

મહાનગરપાલિકાના દબાણમાં કરાઈ હતી સ્વૈચ્છિક બંધની અપીલ આખરે થયો ફિયાસ્કો, રાજકીય મેળાવડાઓ ક્યારે થશે બંધ?

Last Updated on March 18, 2021 by

સુરત મ્યુનિ.ના રાંદેર અને અઠવા ઝોનમાં સંક્રમણ વધતાં મ્યુનિ. તંત્રએ આવિસ્તારની ખાણી પીણીની દુકાનો સ્વૈચ્છિક બંધ રહે તે માટેના પ્રયાસ કર્યા હતા. પરંતુ સુરતમાં રાજકીય મેળાવડા યથાવત રહેતાં લોકોએ સ્વૈચ્છિક બંધ નહી કરવાનો નિર્ણય કર્યો છે.

સ્વૈચ્છિક બંધ

એક તરફ મ્યુનિ. તંત્ર લોકોને દુકાનો બંધ રાખવા અપીલ કરતી હતી તો બીજી તરફ શહેરમાં રાજકીય કાર્યક્રમોની વણઝાર જોવા મળી હતી. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વિના થયેલા આ કાર્યક્રમમાં પાલિકા કે પોલીસે કોઈ કામગીરી ન કરતાં અઠવા-રાંદેર ઝોનમાં સ્વૈચ્છિક બંધનો ફિયાસ્કો થયો હતો.

સુરત મ્યુનિ.ના રાંદેર અને અઠવા ઝોનમાં સતત કોરોના સંક્રમણ વધતાં મ્યુનિ. તંત્રએ રાંદેર અને અઠવા ઝોનની બસ સેવા બંધ કરી દીધી છે અને આ વિસ્તારની ખાણી પીણીની દુકાનો પણ સ્વૈચ્છીક બંધ રહે તે માટે દબાણ કરીને પ્રયાસ કર્યા હતા.

પાલિકાના દબાણના કારણે રાંદેર અઠવાના અનેક દુકાનદારો પોતાની દુકાન સ્વૈચ્છિક બંધ રહે તેવા પ્રયાસ કરતાં હતા પરંતુ એક તરફ પાલિકા રાદંર અને અઠવા ઝોનમાં દુકાનો બંધ કરાવવાના પ્રયાસ કરતી હતી તો બીજી તરફ રાત્રીના સમયે અઠવા ઝોનમાં ઈસ્કોન મોલની પાછળ મહાલક્ષ્મી પાર્ટી પ્લોટમાં એક વેપારી સંગઠન દ્વારા ભાજપના નવા ચુંટાયેલા સભ્યોનો સત્કાર સમારંભ અને ભાજપના પ્રદેશ પ્રમુખનો અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો હતો. આવી જ રીતે દિવસ દરમિયાન સંખ્યાબંધ કાર્યક્રમો થયાં અને સીમાડા નાકા પર પણ સમાજ દ્વારા અભિવાદન કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.

આ રાજકીય કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વિના જોડાયેલા હતા પણ મ્યુનિ.  કે પોલીસ તંત્રએ કોઈ કામગીરી કરી ન હતી. જેના કારણે લોકોએ પોતાની દુકાનો સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય પાછો ખેચ્યો હતો. જો પાલિકા અને પોલીસ રાજકીય મેળાવડા પર કોઈ નિંયંત્ર લાદતી ન હોય તો પછી લોકોની દુકાનો કેવી રીતે બંધ કરાવી શકે? આવા તર્ક સાથે લોકોએ પોતાની દુકાનો ચાલુ રાખીને સ્વૈચ્છિક બંધનો ફિયાસ્કો કરી દીધો હતો.

પાલિકાનો સ્ટાફ લોકોની દુકાન બંધ કરાવવા જાય છે ત્યારે હવે વેપારીઓ કહે છે, પહેલાં રાજકીય મેળાવડા બંધ કરાવો પછી લોકોની રોજીરોટી બંધ કરાવજો. આ પ્રશ્નનો મ્યુનિ.ના કર્મચારીઓ પાસે કોઈ જવાબ ન હોવાથી કેટલીક જગ્યાએ દુકાનદાર અને મ્યુનિ. કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થઈરહ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33