GSTV
Gujarat Government Advertisement

તહેવારનો આનંદ ફેરવાયો માતમમાં/ સુરતના ચલથાણમાં ધૂળેટીના દિવસે તળાવમાં ન્હાવા પડતાં બે યુવકનાં નિપજ્યા કરૂણ મોત

Last Updated on March 30, 2021 by

પલસાણા તાતીથેયા ખાતે રહેતા યુવાનો માટે ધુળેટીનો તહેવાર એક દુઃખદ ઘટના બનીને રહી ગયો હતો. ધુળેટીની ઉજવણી કરવા ગયેલા યુવાનો ચલથાણ ખાતે ખોદાયેલા નવા તળાવમાં નાહવા પડેલા પાંચ યુવાનોમાંથી બે યુવાનો ડૂબી જતાં મોત નીપજ્યું હતું. ફાયર બ્રિગેડને કોલ કરતા ઘટના સ્થળે પહોંચેલી ફાયરે બને સગીરોને બે કલાકની જહેમત બાદ લાશ કિનારે કાઢી હતી હાલ બને યુવાનોને ચલથાણની ખાનગી હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજના રાખવામાં આવ્યા છે.

બને સગીરોને બે કલાકની જહેમત બાદ લાશ કિનારે કાઢી

ધુળેટીની ઉજવણી કરવા ચલથાણની બાજુમાં આવેલ તાંતીથૈયા ગામની મનમંદિર સોસાયટીમાં રહેતાં પાંચ પરપ્રાંતી યુવાનો તળાવમાં નાહવા પડ્યા જતા. જે પૈકી બે યુવકો તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા જે જોઈ બાકીના ત્રણેય યુવાનો કિનારે આવી બુમાબુમ કરતા ઘટનાની જાણ ચલથાણ ગ્રામજનોને થઈ હતી. 

ત્રણેય યુવાનો કિનારે આવી બુમાબુમ કરતા ઘટનાની જાણ ચલથાણ ગ્રામજનોને થઈ

તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરે ઘટના સ્થળે જઈને બે સગીરો ની લાશ બહાર કાઢી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પલસાણા તાલુકાના ચલથાણ ગામે બ્લોક નંબર 93 વાળી સરકારી જમીન પર આજ વર્ષે 5 વીંઘા જેટલી જગ્યાના તળાવ ખોદવામાં આવ્યું હતું જેમાં તળાવ ખોદકામ દરમીયાન વ્હેણ ફૂટવાના કારણે તળાવમાં 10 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું.

કડોદરા પોલિસને ઘટનાની જાણ થતાં પોલિસ ઘટના સ્થળે આવી બને યુવાનના મૃતદેહનો કબ્જો લઈ ચલથાણ ખાતે સંજીવની હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજના રાખવામાં આવ્યા હતા કડોદરા પોલિસ હાલ અકસ્માતે મોતનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33