GSTV
Gujarat Government Advertisement

કોરોનાગ્રસ્ત મહારાષ્ટ્રથી આવ્યો દારૂનો મસમોટો જથ્થો, જોકે ‘તોડનો વહીવટ’ કરી એજન્સીએ બુટલેગર મહિલાઓને જવા દીધી

Last Updated on April 3, 2021 by

એક તરફ કોરોનાએ પોતાનો કહેર વર્તવાનું શરુ કરી દીધું છે, મહારાષ્ટ્રમાં હાલ આંશિક લોકડાઉન ચાલી રહ્યું છે તેવામાં તાજેતરમાં 27-માર્ચના રોજ બિયરનો જથ્થો મહારાષ્ટ્રથી અમદાવાદ સુધી આવી ગયો. અને તેની બાતમી શહેરના પૂર્વ વિસ્તારના એક પોલીસ સ્ટેશનને મળી સાથો સાથ અમદાવાદની ટૉપમોસ્ટ એજન્સીમાંની એક એજન્સીના બારોટ નામના પીએસઆઇ અને તેમના સ્ક્વોડને મળી હતી.

દારૂ

સ્થાનિક પોલીસ અને એજન્સીના પોલીસકર્મીઓ કાગ ડોળે શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી રહ્યા હતા. અને આખરે શહેરના પૂર્વ વિસ્તાર માં આવેલા હીરાવાડી નજીક રિક્ષામાં આવી રહેલી બે મહિલાઓને સ્થાનિક પોલીસે રોકી અને ચેક કરતા ટ્રાવેલિંગ બેગમાં સંતાડેલો બિયરનો જથ્થો ઝડપી લેવાની કામગીરી કરતા હતા તેવા માંજ એજન્સીના પોલીસ કર્મીઓ ત્રાટક્યા અને પછી એજન્સી અને સ્થાનિક પોલીસ વચ્ચે તું તું મેંમેં શરુ થઇ ગઈ.

આખરે એજન્સીએ બંને મહિલા બુટલેગરોનો કબ્જો મેળવી દારૂનો જથ્થો પણ કબ્જે લઇ લીધો. પરંતુ ત્યારબાદ એજન્સીના બારોટ નામના પીએસઆઇ અને રાજભા નામના કોન્સ્ટેબલે બંને મહિલા બુટલેગરોને શહેરના પૂર્વ વિસ્તારમાંથી ઉપાડી જઈને શહેરના પૂર્વ વિસ્તારમાં લઇ ગયા ઘણા કલાકો વિસ્તારમાં ફેરવ્યા બાદ એજન્સીના અધિકારીઓ બંને મહિલા બુટલેગરો પાસેથી રૂપિયા એક લાખની માંગણી કરી મામલે સગેવગે કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને આખરે 03 કલાક ચાલેલી આ રકઝકમાં અંતે રૂપિયા 30,000 માં મામલો રફેદફે થયો અને મહિલા બુટલેગરોને છોડી મૂકવામાં આવી હોવાનું વાતો પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે.

સામાન્ય રીતે એજન્સીમાં ડિટેક્શનને લઈને પોલીસ કર્મીઓ વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલતી હોય છે ઘણાંખરા અધિકારીઓ આ સ્પર્ધાને હકારાત્મકતા થી લેતા હોય છે. અને ઘણા પોલીસકર્મીઓ એજન્સી માં હોવાનો રોફ બતાડીને સ્થાનિક પોલીસ પાસેથી આરોપીઓ કબ્જો મેળવી લે છે અને આખરે પોતાનો વ્યક્તિગત સ્વાર્થ સાંધી લેતા હોય છે અને આવી કામગીરીની ગંધ ઉચ્ચ પોલીસ અધિકારીઓને સુધ્ધાંય આવતી નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33