Last Updated on March 30, 2021 by
ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કહ્યુ, મારા પિતા કોરોના પોઝિટીવ છે, તેમનામાં કેટલાક લક્ષણ જોવા મળી રહ્યા છે, જ્યાં સુધી અમે જાતે ટેસ્ટ કરાવીશુ નહીં. ત્યાં સુધી હુ પરિવારના અન્ય સભ્યોની સાથે ક્વોરન્ટાઈન રહીશ, હુ તમામને વિનંતી કરૂ છુ કે છેલ્લા કેટલાક દિવસોમાં અમારા સંપર્કમાં આવેલા તમામ લોકો અનિવાર્ય સાવધાની રાખે.
પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ 2 માર્ચે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઈન્સ્ટિટ્યુટ ઑફ મેડીકલ સાયન્સમાં લીધો હતો. ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કહ્યુ હતુ કે તેમના પિતા અને માતાએ કોવિડ વેક્સિનનો પહેલો ડોઝ લીધો. સાથે જ ઉમર અબ્દુલ્લાએ બીજાને પણ વેક્સિન લગાવવાની અપીલ કરી હતી.
Thank you to the doctors, nurses and staff at SKIMS, Srinagar. Today my 85 year old father & my mother had their first COVID jab. My father has a number of health issues including being on immunosuppressants for a kidney transplant. If he can get the vaccine, you should as well. pic.twitter.com/V6yo1zyuGR
— Omar Abdullah (@OmarAbdullah) March 2, 2021
પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કહ્યુ હતુ, સ્કીમ્સ, શ્રીનગરના ડૉક્ટર, નર્સ અને કર્મચારીઓને ધન્યવાદ. આજે મારા 85 વર્ષીય પિતા અને મારી માતાએ કોવિડ વેક્સિનનો પહેલો ડોઝ લીધો. મારા પિતાને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ઈમ્યુનો સપ્રેસેન્ટ હોવા સહિત કેટલાક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ છે. જો તેઓ વેક્સિન લગાવી શકે છે, તો આપ પણ લગાવી શકો છો.
પરિવારના અન્ય લોકોને કરાયા હોમ કોરન્ટાઈન
ઉમર અબ્દુલાએ ટ્વીટ કરીને કહ્યું હતુંકે, મારા પિતાનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. અને તેમનામાં થોડા લક્ષણો પણ દેખાય છે. જ્યાં સુધી અમે પણ તપાસ ન કરાવી લઈએ ત્યાં સુધી પરિવારના અન્ય લોકોને ઘરમાં કોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. સંપર્કમાં આવેલા તમામ લોકોને અપીલ છે કે, તેઓ પણ સાવધાની રાખે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31