Last Updated on March 28, 2021 by
ગુજરાત રાજ્યના જેતપુરમાંથી ચોંકાવારા અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં જેતપુર તાલુકાના દેવકી ગાલોળ ગામે ઘઉંના પાકમાં અચાનક લાગેલી આગની લપેટમાં આવેલા ૬૫ વર્ષના વૃદ્ધ ખેડૂતનું કરુણ મોત થયું હતું. પોલીસે જણાવ્યું કે ધીરુભાઈ મોહનભાઇ સતાસિયાના ખેતરમાં આગ લાગી છે. કેટલાક ગામ લોકોએ ખેતરે જઈને જોતા વાઢેલા ઘઉંના પોરામાંથી બે ત્રણ ઘઉંના પોરા સળગતા હતા અને બાકીનો સંપૂર્ણ પાક બળીને ખાખ થઈ ગયો હતો. આ સળગી ગયેલા પાકની વચ્ચે ધીરુભાઈની ભડથું થઈ ગયેલી હાલતમાં લાશ પડી હતી. જેથી તરત જ પોલીસને જાણ કરીને લાશને પીએમ માટે સરકારી હોસ્પીટલે લાવવામાં આવી હતી.
પોલીસને જાણ કરીને લાશને પીએમ માટે સરકારી હોસ્પીટલે લાવવામાં આવી
દેવકી ગાલોળ ગામમાં રહેતા ધીરુભાઈના બે પુત્ર અમદાવાદ રહે છે. જ્યારે તેઓ અહીં રહી ખેતીકામ કરે છે. આજે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ ગામના કેટલાક લોકોને જાણ થતાં તેઓ ખેતરે પહોંચ્યા ત્યારે બનાવ પ્રકાશમાં આવ્યો હતો.
ખેતરે પહોંચ્યા ત્યારે બનાવ પ્રકાશમાં આવ્યો
પોલીસ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જોકે પ્રાથમિક તપાસમાં આગ લાગવા પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નહોતું. અલબત્ત, એફએસએલ અધિકારીએ પણ નમૂના મેળવી લેબમાં મોકલ્યા હતા. આગ લાગવા પાછળ વીજશોક જવાબદાર છે કે નહિ એ અંગે વીજતંત્રને પણ પૂછવામાં આવશે એવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31