GSTV
Gujarat Government Advertisement

ખેડૂત આંદોલન/ નબળા પડી ગયેલા આંદોલનને વેગ આપવા માટે નવી રણનીતિ ઘડી, આ તારીખે આપ્યું ભારત બંધનું એલાન

farmers protest

Last Updated on March 11, 2021 by

દિલ્હીની સરહદે બેઠેલા ખેડુતોએ નબળા પડી ગયેલા આંદોલનને વેગ આપવા માટે  નવી રણનીતિ ઘડી છે. સંયુક્ત કિસાન મોરચાએ 26 માર્ચે ભારત બંધનું એલાન આપ્યું છે. આ વખતે આખા દિવસનો બંધ રહેશે. એક પણ વાહન રસ્તા પર આવવા ન દેવાની યોજના છે. બીજી તરફ, યુવાનોને આંદોલન સાથે ફરીથી જોડવાનો પ્રયાસ પણ કરવામાં આવશે. બુધવારે બપોરે સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ખેડૂત સંગઠનોએ ફરીથી આંદોલનને વધુ તીવ્ર બનાવવા પર ભાર મૂક્યો.

આખા દિવસનો બંધ રહેશે

ખેડૂત સંગઠનોએ ફરીથી આંદોલનને વધુ તીવ્ર બનાવવા પર ભાર મૂક્યો

બુધવારે મીડિયાને આ અંગે માહિતી આપતા ખેડૂત નેતા બૂટાસિંહે કહ્યું કે આ વખતે ભારત બંધ દરમિયાન ખેડુતોનાં ટ્રેકટરો પણ નહીં ચાલે. સરકાર અને તેની સાથે સંકળાયેલા લોકો સતત એવો પ્રચાર કરી રહ્યા છે કે ખેડૂત આંદોલન નબળું પડી ગયું છે અને હવે લોકો ખેડૂત આંદોલનમાં નથી આવી રહ્યા. બુટાસિંહે કહ્યું કે આવા લોકોને જણાવવા ભારત બંધની હાકલ કરવામાં આવી છે કે, ખેડૂતોનું આંદોલન હજી જીવંત છે. તેમણે કહ્યું કે ભારત બંધ શાંતિપૂર્ણ રીતે કરવામાં આવશે. આ વખતે રસ્તા પર એક પણ વાહન રહેશે નહીં. ખેડૂતનાં ટ્રેકટરો પણ બંધ રહેશે.

ખેડૂત

આ વખતે રસ્તા પર એક પણ વાહન રહેશે નહીં. ખેડૂતનાં ટ્રેકટરો પણ બંધ રહેશે

બુટાસિંહે કહ્યું કે આઠ માર્ચે દેશભરની મહિલાઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી માટે તમામ ખેડૂત આંદોલન સ્થળોએ એકઠી થઈ હતી, તેવી જ રીતે, સંયુક્ત કિસાન મોરચાએ તેનો કાર્યક્રમ 15 માર્ચથી 28 માર્ચ સુધી સુનિશ્ચિત કર્યો છે. બૂટાસિંહે કહ્યું કે જે રાજ્યોમાં ચૂંટણી યોજાઇ રહી છે અથવા ચૂંટણીઓ યોજાવાની છે ત્યાં સંયુક્ત કિસાન મોરચો પોતાનો મંચ ઉભા કરશે અને લોકોને BJPને મત નહીં આપવાની અપીલ કરશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33