Last Updated on March 9, 2021 by
બ્રિટનની સંસદમાં ભારતમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનને લઇ ચર્ચા થઇ છે. આ ચર્ચા એક ઓનલાઇન પિટિશન પર લોકોન મળેલ સમર્થન પછી થઇ છે. આ પિટિશનમાં બ્રિટિશ સરકારને અપીલ કરવામાં આવી છે કે તેઓ ભારત સરકાર પર આંદોલન કરી રહેલા ખેડૂતોની સુરક્ષા અને પ્રેસ ફ્રીડમને સુનિશ્ચિત કરવા માટે દબાણ બનાવો. આ પિટિશન નવેમ્બર મહિનામાં શરુ થઇ હતી. જેના પર 1 લાખથી વધુ લોકોએ સહી કરી હતી. મળેલ સૂચના અનુસાર આ પિટિશન પર લગભગ 1.16 લાખ લોકોએ સિગ્નેચર કર્યા છે.
આ ચર્ચા લંડનમાં સ્થિત પોર્ટકુલિસ હાઉસમાં સંપન્ન થઇ. જે લગભગ 90 મિનિટ સુધી ચાલી. કોવિડ પ્રોટોકોલને લઇ સાંસદો ઘરેથી જોડાયા. કેટલાક સાંસદો સ્થળે હાજર હતા. ખેડૂત આંદોલનને સૌથી વધુ લેબર પાર્ટીનું સમર્થન મળ્યું. લેબર પાર્ટીના 12 સાંસદો જેમાં પાર્ટીના પૂર્વ નેતા જેરેમી કોર્બિન પણ સામેલ હતા, જેમણે પહેલા પણ ટ્વીટ કરી ખેડૂત આંદોલનનું સમર્થન કર્યું હતું.
કૃષિ કાયદો ભારતનો આંતરિક મામલો
આ દરમિયાન કંઝર્વેટીંગ પાર્ટીની થેરેસા વિલિયર્સ(Theresa Villiers)એ ભારત સરકારનું સમર્થન કરતા કહ્યું કે કૃષિ ભારતનો પોતાનો આંતરિક મુદ્દો છે, માટે એના પર વિદેશી સંસદમાં ચર્ચા નહિ કરી શકાય. આ ચર્ચા પર જવાબ આપતા પ્રતિનિયુક્ત કરવામાં આવેલા મંત્રી નિગેલ એડમ્સે કહ્યું કે, ‘કૃષિ સુધાર ભારતનો પોતાનો ઘરેલુ મુદ્દો છે, બ્રિટિશ મંત્રી અને અધિકારી આ મુદ્દા પર ભારતીય સમકક્ષોથી સતત સંપર્કમાં છે અને અવિશ્વસનીય રૂપથી આ મુદ્દા પર નજર રાખેલ છે.’
સાથે મળી સમસ્યાનું નિરાકરણ લાવશું
મંત્રી નિગેલ એડમ્સે આગળ કહ્યું, આપણે ભારત સાથે યુએન સિક્યોરિટી કાઉન્સિલ અને જી-7 સમિટમાં પણ સારા પરિણામો માટે કામ કરી રહ્યા છે. બંને દેશો માટે સંબંધ વૈશ્વિક સમસ્યાઓના નિરાકરણ માટે કામ પણ આવશે. એનાથી ભારત અને યુકેમાં પણ સમૃદ્ધિ આવશે.’ તેમણે કહ્યું, ‘જો કે બંને દેશોના સારા સબંધ હોવા છતાં તેઓ આપણને કડક મુદ્દા ઉઠાવવાથી નહિ રોકી શકે.’ નિગેલ એડમ્સે ઉમ્મીદ વ્યક્ત કરી છે કે ભારત સરકાર અને કિસાન યુનિયન વચ્ચે વાતચીતથી સકારાત્મક પરિણામ નીકળશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31