GSTV
Gujarat Government Advertisement

ગુજરાતીઓને ના મળ્યો લાભ/ નાણામંત્રી નીતિન પટેલે બજેટમાં કંજુસાઈ કરી : ના વેરામાં રાહત, ના કોઈ જાહેર થઈ નવી યોજના

Last Updated on March 3, 2021 by

ગુજરાતનું વર્ષ 2021-22નું બજેટ રજૂ થયું છે. ત્યારે નાણાંપ્રધાન નીતિન પટેલ વિધાનસભા પહોંચ્યા, નાણાંપ્રધાન નીતિન પટેલ નવમી વખત બજેટ રજૂ કર્યું છે. જેમાં નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાતના પ્રજાજનોનો સર્વાંગી વિકાસ થાય તેવું બજેટ રહેશે., રાજ્ય સરકારના બજેટમાં આ વર્ષે કૃષિ વિભાગમાં રૂ. 191 કરોડની ઓછી ફાળવણી કરવામાં આવી છે, ગત વર્ષે રૂ. 7423 કરોડની કરાઇ હતી ફાળવણી, ચાલુ વર્ષે91 કરોડની ઓછી ફાળવણી, ગત વર્ષે રૂ. 7423 કરોડની કરાઇ હતી ફાળવણી, ચાલુ વર્ષે કૃષિ બજેટમાં ફાળવ્યા છે રૂ. 7232 કરોડ, જળ સંપતિ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં રૂ. 1726 કરોડની ઘટ, ગત વર્ષે રૂ. 7220 કરોડની કરાઈ હતી જોગવાઈ, ચાલુ વર્ષે રૂ. 5494 કરોડની જોગવાઈ કરાઇ છે.

ગુજરાત રાજ્યની સ્થાપના પછી પ્રથમ વખત 2.27 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું છે. આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ વખતે 2.27 લાખ કરોડનું બજેટ પાછલા બજેટ કરતા 10,000 કરોડથી વધુ છે.

  • સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 32 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 4321 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 4353 કરોડની જોગવાઈ કરાઇ
  • આદિજાતિ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 19 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 2675 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 2675 કરોડની જોગવાઈ કરાઇ
  • પંચાયત વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 295 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 9091 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 8796 કરોડની જોગવાઈ કરાઇ
  • શહેરી વિકાસ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 53 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 13440 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 13493 કરોડની જોગવાઈ કરાઇ
  • શ્રમ અને રોજગાર વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 41 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1461 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 1502 કરોડની જોગવાઈ કરાઇ
બજેટ
  • માર્ગ અને મકાન વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 985 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 10200 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 11185 કરોડની જોગવાઈ કરાઇ
  • બંદરો અને વાહન વ્યવહાર વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 90 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1397 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 1487 કરોડની જોગવાઈ કરાઇ
  • ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 883 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 13917 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 13034 કરોડની જોગવાઈ કરાઇ
  • ક્લાઈમેટ ચેન્જ વિભાગમાં વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 109 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1019 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 910 કરોડની જોગવાઈ કરાઇ
  • ઉદ્યોગ અને ખાણ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 418 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 7017 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 6599 કરોડની જોગવાઈ કરાઇ
  • પ્રવાસન વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 8 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 480 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 488 કરોડની જોગવાઈ કરાઇ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ માટે ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 265 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 387 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 652 કરોડની જોગવાઈ કરાઇ
  • વન વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 33 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1781 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 1814 કરોડની જોગવાઈ કરાઇ
  • ગૃહ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 457 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 7503 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 7960 કરોડની જોગવાઈ કરાઇ
  • અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 47 કરોડની ઓછા ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1271 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 1224 કરોડની જોગવાઈ કરાઇ
  • મહેસૂલ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 75 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 4473 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 4548 કરોડની જોગવાઈ કરાઇ

બાગાયત ખાતાની યોજનાઓ માટે રૂ.૪૪૨ કરોડની જોગવાઇ

• બિન ઉપજાઉ સરકારી પડતર જમીનને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતી માટે ઉપયોગમાં લઇ શકાય તે હેતુથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત કરાઈ છે. આ યોજનામાં પ્રથમ તબક્કે કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાની ૫૦ હજાર એકર ખરાબાની બિનઉપજાઉ જમીન આધુનિક ટેક્નોલોજીથી ઉપજાઉ બનાવવા માટે અને તે દ્વારા મોટી સંખ્યામાં નવી રોજગારીનું નિર્માણ કરવા માટે પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્યક્તિઓ, સંસ્થાઓ, કંપનીઓ અથવા ભાગીદારી પેઢીને ભાડાપટ્ટે આપવામાં આવશે. જેના થકી બે લાખ મેટ્રિક ટન બાગાયતી પાકોનું ઉત્પાદન અને પ્રોસેસિંગની તકો ઊભી થશે. આ યોજના માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ કરાઈ છે.
• નર્સરીઓ અને સેન્ટર ઓફ એક્સેલેન્સના સુદ્દઢીકરણ તેમજ અર્બન હોર્ટિકલ્ચર ડેવલોપમેન્ટ કેન્દ્રોમાં તાલીમ આપવા માટે રૂ. ૨ કરોડની જોગવાઈ.

રૂપિયા

  • વાવણી થી કાપણી સુધીના તબક્કા હોય કે પછી ખેત પેદાશો બજાર સુધી પહોંચાડવાની વાત હોય સરકાર હંમેશા ખેડુતોના પડખે ઉભી રહી છે.
  • કોરોના આ કાળમાં અન્ન અને શાકભાજીની ખોટ પડવા ન દીધી. રાજ્યના ખેડૂતોને વધુ સક્ષમ, સંસાધના સભર અને સફળ બનાવવા અમારી સરકાર સદાય પ્રયત્નશીલ હોવાનું નીતિનભાઈએ જણાવ્યું હતું.
  • • રાજ્યના 4 લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટોકર (ટબ) વિના મૂલ્ય આપવાની યોજના માટે રૂ. ૮૭ કરોડની જોગવાઈ
  • • ફૂડ પ્રોસેસિંગ માટે એકમ દીઠ રૂ. ૧૦ લાખની સહાય માટે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત રૂ. ૮૨ કરોડની જોગવાઈ
  • • બીજ ઉત્પાદક ખેડૂતોને ઉત્તેજન આપવા ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન તેમજ સર્ટિફાઇડ બીજ ઉત્પાદન માટે સહાય આપવા રૂ. ૫૫ કરોડની જોગવાઈ
  • • એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટરના વિકાસ માટેની યોજના થકી પ્રભાવશાળી બેકવર્ડ અને ફોરવર્ડ લીંકેજીસની જરૂરિયાતો પૂર્ણ કરવા રૂ. ૫૦ કરોડની જોગવાઇ.
  • • ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા પ્રથમ વર્ષે રૂ. ૧૦ હજાર તથા બીજા વર્ષે રૂ. ૬ હજાર નાણાકીય સહાયની યોજના માટે રૂ. ૩૨ કરોડની જોગવાઈ.
  • • ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક ખેતી આધારિત ફળો અને શાકભાજીના ઉત્પાદનોનું સીધુ વેચાણ રાજ્યના ખેડૂતો દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના શહેરી વિસ્તારમાં કરવા માટેની ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ યોજના માટે રૂ.૨૦ કરોડની જોગવાઈ
  • • ખેડૂતોને હવામાન આધારિત માર્ગદર્શન સમયસર મળે તે હેતુથી ૧૮૦૦ ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના માટે રૂ. ૧૨ કરોડની જોગવાઈ.
  • • રોગ-જીવાતના સમયસર સરવે થકી ઉપદ્રવની જાણકારી મેળવી તેના અસરકારક નિયંત્રણ માટે કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે પ્રાયોગિક ધોરણે રાજ્યના ૧૦ જિલ્લામાં મોબાઈલ ક્રોપ ક્લિનિક માટે રૂ. ૨ કરોડની જોગવાઇ.
શહેરી
  • સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 66 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 497 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 563 કરોડની જોગવાઈ કરાઇ
  • રમતગમત વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 53 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 563 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 507 કરોડની જોગવાઈ કરાઇ
  • માહિતી અને પ્રસારણ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 1 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 169 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 168 કરોડની જોગવાઈ કરાઇ
  • કાયદા વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 17 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1681 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 1698 કરોડની જોગવાઈ કરાઇ
  • સામાન્ય વહીવટ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 36 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 1766 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 1730 કરોડની જોગવાઈ કરાઇ

શિક્ષણ વિભાગ માટે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે રૂ. 764 કરોડ રૂ. વધુ બજેટ ફાળવાયું, ગત વર્ષે રૂ. 31955 કરોડ ફાળવાયા હતા, ચાલુ વર્ષે રૂ. 32719 કરોડની જોગવાઈ કરાઇ, આરોગ્ય વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 80 કરોડ વધુ ફાળવાયા, ગત વર્ષે રૂ 11243 કરોડ ફાળવાયા હતા, ચાલુ વર્ષે રૂ 11323 કરોડની જોગવાઈ કરાઇ. મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 361 કરોડની વધુ ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 3150 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 3511 કરોડની જોગવાઈ કરાઇ પાણી – પુરવઠા વિભાગમાં ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે રૂ. 343 કરોડની ઓછી ફાળવણી કરાઈ, ગત વર્ષે રૂ. 4317 કરોડની કરાઈ હતી ફાળવણી, ચાલુ વર્ષે રૂ. 3975 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33