Last Updated on March 17, 2021 by
ગુજરાત સરકારે આઈ-ઓરા પ્લેટફોર્મ પર ગુજરાતના ખેડૂતને ઓનલાઈન વારસાઈની નોંધ દાખલ કરવાની સુવિધા પૂરી પાડવાની જાહેરાત કરવામાં આવી છે. મહેસૂલ મંત્રી કૌશિક પટેલે આજે ગૃહમાં બોલતા જણાવ્યુંહતું કે ડિજિટલ ગુજરાતની દિશામાં મહેસૂલ વિભાગે નક્કર કદમ ઊઠાવ્યા છે. આઈ-ઓરા નામના સરકારી પ્લેટફોર્મ પર જઈને મહેસૂલ વિભાગની ઘણી બધી સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી ચે.
વારસાઈના અનુસંધાને પેઢીનામું બનાવવાની જોગવાઈઓનો ખ્યાલ આપતા તેમણે જણાવ્યું હતું કે હક્કપત્રકે ખાતેદારની વારસાઈના કિસ્સામાં, સીધી લીટીના વારસોની હયાતીના હક્ક દાખળના કિસ્સામાં તથા કૌટુંબિક વહેંચણીના કિસ્સામાં પેઢીનામાની જરૂર પડે છે. ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત વિભાગ હેઠલના તલાટી કમ મંત્રી તેમજ શહેરી વિસ્તારમાં સિટી -કસ્બા તલાટી દ્વારા પેઢીનામું બનાવી આપવાની કાર્યવાહી કરવામાં આવે છે.
તલાટી દ્વારા પેઢીનામું બનાવી આપવાની કાર્યવાહી કરવામાં આવે છે
અરજદાર દ્વારા ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની રૂબરૂમાં લખ્યાવ્યા અનુસરાર પેઢીનામું તૈયાર કરવાનું હોય છે. તેમ જ સમાવવા પાત્ર નામો પૈકી કાયદેસરના વારસદારનું નામ રહી ન જાય અને કાયદાકીય પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે ધ્યાનમાં રાખીને અરજદાર દ્વારા નિયત નમુનામાં સક્ષમ અધિકારી સમક્ષ સોગંદ નામું રજૂ કરવાનું રહેશે. ડેટા એન્ટ્રી કરતી વેળાએ સ્ક્રિપ્ટની એન્ટ્રીમાં સ્ટ્રક્ચરની એન્ટ્રીની ભૂલ રહી ગઈ હોય તો તેવા સંજોગોમાં ભૂલ સુધારણા માટેની કામગીરી ઓનલાઈન જ થઈ જાય તેવી વ્યવસ્થા કરી આપવામાં આવી છે.
તલાટી દ્વારા પેઢીનામું બનાવી આપવાની કાર્યવાહી કરવામાં આવે છે
ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્રની સેવા પણ આઈ-ઓરા પોર્ટર પર ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ જ રીતે તકરારી નોંધ અંગે નિર્ણય લેવાની સત્તા મામલતદારને બદલે પ્રાન્ત અધિકારીને સોંપી દેવાના 23મી ડિસેમ્બર 2020ના લેવામાં આવેલા નિર્ણયને પરિણામે ફરિયાદનું એક સ્ટેજ ઓછું થઈ ગયું છે. પરિણામે આ પ્રકારની અરજીઓના નિકાલનો સમય પણ ઓછો થઈ ગયો છે.
તેમણે જણાવ્યું હતુંક ે ફેરફાર નોંધના દસ્તાવેજોની જાળવણી માટે અગત્યના પાંચ કાગળોમાં અરજી સાથેના દસ્તાવેજના કાગળો, અધિકારીએ કરેલા નિર્ણયની નોંધની પ્રિન્ટ, બજવણી કરીને લેવામાં આવેલી સહી ધરાવતી તેવી 135-ડીની નોટિસની ઑફિસની કોપી, લેવામાં આવેલા નિર્ણય મુજબ ફોર્મ-એસની પ્રિન્ટ અને હુકમી ફેરફારના કિસ્સામાં હુકમનીન કલ સ્કેન કરીને સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાને લગતાં કાગળનો સમાવેશ ખરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું હતું કે ગામ નમૂના -6ની હસ્ત લિખિત નોંધ તથા ગામ નમૂના 7-12ના હસ્તલિખિત પાનિયા સ્કેન કરી વેબસાઈટ પર મૂકવામાં આવ્યા છે. જેને દુનિયાના કોઈપણ ખૂણેથી જોઈ શકાય છે. અરજદારોની વિવિધ પ્રકારની મહેસૂલી સેવાઓ માટેની અરજીઓના સંદર્ભમાં અરજદારો પાસેથી ગામ નમૂના – 6 અને 7-12 માગવામાં આવતા નથી.
હક્કપત્રકમાં 17 પ્રકારના ફેરફારો થાય છે. તેમાં ઓનલાઈન વારસાઈ નોંધ, સબરજિસ્ટ્રારની કેચરીમાં સીધી ઓનલાઈન રજિસ્ટ્રેશનની નોંધ, બોજો દાખલ તથા બોજો કમી કરવાની નોંધ, હુકમી નોંધ, હુકમ કરનાર અધિકારી દ્વારા થથા ઇ-ધરા કેન્દ્ર ખાતે વસિયત, ભેટ, વહેંચણી, સહભાગીદારી હક્ક દાખળ, હક્ક કમી, ગિરો દાખલ, ગિરો મુક્તિ, સગીર પુખ્ત, હયાતીના હક્કા દાખળ, હયાતીમાં વહેંચણી, બીજા હક્ક દાખળ અને બીજા હક્ક કમી જેવી12 પ્રકાની નોંધ દાખલ કરવામાં આવે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31