GSTV
Gujarat Government Advertisement

આંદોલન/ કોરોના વાયરસનો ડર પણ પ્રદર્શન કરતાં નહીં અટકાવી શકે, ખેડૂતો આ બે હાઇવે 24 કલાક માટે બ્લોક કરશે

ખેડૂતો

Last Updated on April 10, 2021 by

કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાઓ વચ્ચે ખેડૂત આંદલન શરુ છે. દેશમાં કોરોનાની ભયાનક સ્થિતિ વચ્ચે પણ ખેડૂતો દિલ્હીની સરહદો પર ધરણા કરી રહ્યા છે. આ બધા વચ્ચે પ્રદર્શનકારી ખેડૂતોએ આજે કુંડલી-ગાજિયાબાદ-પલવલ (કેજેપી) એક્સપ્રેસ વે અને કુંડલી-માનેસર-પલવલ (કેએમપી) એક્સપ્રેસ વે 24 કલાક સુધી બ્લોક કરવાની ઘોષણા કરી છે.

ખેડૂતો

ભાજપ અને જેજેપીના નેતાઓનો શાંતિપૂર્ણ રીતે વિરોધ થશે

સિંધુ બોર્ડર પર સંયુત કિસાન મોર્ચાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે શનિવારે સવારે 8 વાગ્યાથી લઇને રવિવારે સવારે 8 વાગ્યા સુધી આ બંને હાઇવેને જામ કરવામાં આવશે. આ દરમિયાન ભાજપ અને જેજેપીના નેતાઓનો શાંતિપૂર્ણ રીતે વિરોધ થશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 14 એપ્રિલના દિવસે આંદોલન સ્થળો પર આંબેડકર જયંતિ ઉજવવામાં આવશે.

કોરોના વાયરસનો ડર પણ તેમને કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ પ્રદર્શન કરતા નહીં અટકાવી શકે

ખેડૂત નેતાઓએ કહ્યું કે કોરોના વાયરસનો ડર પણ તેમને કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ પ્રદર્શન કરતા નહીં અટકાવી શકે. તેમણે કહ્યું કે કોરોના વાયરસની બીજી લહેર સામે લડવાનું પણ તેમના માટે મુશ્કેલ નથી. પ્રદર્શન સ્થળ પર પાયાની સુવિધાઓ સાથે તેઓ આ માટે પણ તૈયાર છે. ખેડૂત નેતાઓએ કહ્યું કે અમે માસ્ક પહેરવાની અને વારંવાર હાથ ધોવાની અપીલ કરતા રહીએ છીએ. ઉપરાંત પ્રદર્શનકારી ખેડૂતોને રસી લેવા અંગે પણ પ્રોત્સાહિત કરીએ છીએ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33