GSTV
Gujarat Government Advertisement

સંકટ વધ્યું/ મુંબઈની પ્રખ્યાત રેસ્ટોરન્ટના એક બે ત્રણ નહીં આટલો સ્ટાફ આવ્યો કોરોનાની ઝપેટમાં, મુલાકાત લેનારા લોકોમાં ફેલાયો ફફડાટ

Last Updated on March 5, 2021 by

દેશની આર્થિક રાજઘાની મુંબઈમાં કોરોનાનો ગ્રાફ વઘી રહ્યો છે. હવે મુંબઈના ફેમસ રેસ્ટોરાના 10 સ્ટાફ મેમ્બર કોરોના સંક્રમિત થયા છે. જે બાદ રેસ્ટોરાને બે દિવસ માટે બંધ કરવામાં આવી છે. આ સમાચાર બાદ લોકોના મનમાં સવાલો ઉભા થઈ રહ્યા છે કે રેસ્ટોરામાં જમવુ સુરક્ષિત છે કે નહિ.

BMCએ જણાવ્યું કે અંધેરી સ્થિત રાધાકૃષ્ણ રેસ્ટોરેન્ટના 10 સ્ટાફનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. ત્યાર બાદ આ રેસ્ટોરેન્ટને બે દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. રેસ્ટોરેન્ટમાં કુલ 35 કર્મચારીઓ કાર્યરત છે. બીએમસીે જણાવ્યું કે સેનિટાઈઝેશન અને નવા કર્મચારીઓની નિમંણૂક કર્યા બાદ રેસ્ટોરેન્ટ શરૂ કરવાની પરમીશન આપવામાં આવશે, ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રના અલગ અલગ સ્થળોથી ચોંકવાનારા અહેવાલ સામે આવ્યા છે.

હજારો લોકો લઈ ચૂકયા છે આ રોસ્ટોરાની મુલાકાત

કોરોના સંક્રમિત મળેલા તમામ 10 સ્ટાફને બીકેસી જંબો સેંટરમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. અને તેના સંપર્કમાં આવેલા લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, 4 માર્ચે પણ મુંબઈમાં 1 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા હતા. અને 5 લોકોના મોત થયા હતા. મુંબઈમાં હાલ સક્રિય કેસોની સંખ્યા 10452 છે.

આ વચ્ચે BMCએ તમામ હૉસ્પિટલોને પોતાને ત્યાં બેડની ક્ષમતા વધારવાનું કહ્યુ છે જેથી શહેર પુરી રીતે તૈયાર થઈ જાય. BMC અધિકારીઓનું કહેવુ છે કે, વિવિધ ટીમો બનાવવામાં આવી હતી જે નિયમોનું પાલન કરવામાં આવી રહી છે અને જ્યાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી ત્યાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી આશ્ચર્યજનક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે.

ગુરુવારે, મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણનાના 8,998 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ રાજ્યમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 21,88,183 થઈ ગઈ છે. 60 દર્દીઓના મૃત્યુ પછી, મૃત્યુની સંખ્યા વધીને 52,340 થઈ ગઈ છે. પાલઘર જિલ્લા કલેકટર માનિક ગુરસલે સતત વધતા જતા કેસોને જોતા જિલ્લામાં ત્રણ સાપ્તાહિક બજારો બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33