GSTV
Gujarat Government Advertisement

EVMમાં ચેડાની અફવાના પગલે હંગામો મચાવતા 17 સામે ફરિયાદ, પોલીસ તંત્ર આવ્યું હરકતમાં

ભાજપ

Last Updated on February 24, 2021 by

અમદાવાદ મ્યુનિસિપલ  કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી પહેલા ગઇકાલે રાત્રે EVMમાં ચેડા થયા હોવાની અફવા ફેલાઇ હતી. જેને લઇને વિવિધ પક્ષના કાર્યકરો એલ.ડી એન્જિનીયરીંગ તેમજ ગુજરાત કોલેજ ગઇકાલે ઉમટી પડયા હતા  અને કોલેજ બહાર સુત્રોચાર પોકારીને હોબાળો મચાવ્યો હતો.

VVPAT lok sabha

ઇવીએમમાં ચેડા થયા હોવાની અફવા ફેલાઇ

આ બનાવના પગલે પોલીસ દોડતી થઇ હતી અને પોલીસે ચાર મહિલા સહિત 17 લોકો સામે કરફ્યૂ ભંગનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વિગત એવી છે કે  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેરેશનની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ મતપેટીઓ ગુજરાત કોલેજ તથા એલ.ડી.એન્જિનીયરીંગ કોલેજના સ્ટ્રોગ રૂમમાં મુકવામાં આવ્યા હતા.

એલ.ડી.એન્જિનીયરીંગ કોલેજના સ્ટ્રોગ રૂમમાં મુકવામાં આવ્યા

જ્યાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત હતો અને સીસીટીવી કેમેરાથી મોનિટરીંગ કરવામાં આવતું હતું, તેમ છતાં સોમવારે મોડી રાતે ઇવીએમમાં ચેડા કરાયા હોવાની અફવા જોરશોરથી ફેલાતા વિવિધ પક્ષના કાર્યકરોના ટોળા કોલેજ  ઉપર આવી પહોચ્યા હતા, તેમાંયે ખાસ કરીને ગુજરાત કોલેજ બહાર લોકો સુત્રોચાકર પોકારીને હોબાળો મચાવ્યો હતો.

ગુજરાત કોલેજ બહાર લોકો સુત્રોચાકર પોકારીને હોબાળો મચાવ્યો

આ બનાવના મેસેજ અને ફોટા તથા વિડિયો સોશિયલ મિડિયામાં વાઇરલ થતાં કોલેજ ઉપર લોકોના  ટોળા આવતા હતા આ ઘટનાના પગલે મોડીરાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત એલિસબ્રિજ પોલીસનો કાફલો આવી પહોચ્યો હતો.રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓની સમજાવટ બાદ મામલો થાળે પડયો હતો. 

ત્યારબાદ પોલીસે  લોકોને  ઘરે  જવા માટે  ચેતવણી આપી હતી તેમ છતાં લોકો વિખેરાતા ન હોવાથી આખરે  પોલીસે  સ્થળ પર હાજર 17 લોકોની અટકાયત કરીને જાહેરનામા અને  કરફ્યૂ ભંગ બદલ અમરાઇવાડીમાં વોર્ડ નંબર 39ના  ઉમેદવાર અમૃતભાઇ બેચરભાઇ લેઉવા તથાગોમતીપુરના નયનભાઇ ભીખાભાઇ પરમાર તેમજ વેજલપુર શ્રીનંદનગર ખાતે રહેતા હેતાબહેન કુમારપાળ પરીખ અને દાણીલીમડાના  વોર્ડ નંબર 36ના ઉમ ેદવાર ભાગ્યશ્રીબહેન નટવરલાલ પરમાર સહિત કુલ 17 લોકો સામે ગુનો નોધીને સીસીટીવી ફૂટેજ આધારે અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33