Last Updated on March 17, 2021 by
જર્મની, ફ્રાન્સ, ઇટલી, સ્પેન અને સ્વિડને એસ્ટ્રાઝેનેકાની કોરોના રસી લેનારાઓને લોહીની ગાંઠો પડી જતી હોવાના અહેવાલોને પગલે તે રસી આપવાનું સ્થગિત કર્યું હતું. જો કે એસ્ટ્રાઝેનેકા કંપની અને યુરોપિયન રેગ્યુલેટર્સે આને માટે રસી જવાબદાર હોય એવા કોઇ પુરાવા મળ્યા નથી તેમ જણાવ્યું હતું.
જર્મનીના આરોગ્ય પ્રધાને જણાવ્યુ હતું કે દેશના વેક્સિન રેગ્યુલેટરની સલાહને અનુસરીને એસ્ટ્રાઝેનેકાની રસી આપવાનું તાત્પૂરતું અટકાવી દેવામાં આવ્યું છે. જે સાત લોકોને આ રસી લીધા બાદ મગજમાં લોહીની ગાંઠ પડી ગઇ છે તે બાબતે પણ વધુ તપાસ કરવામાં આવશે. ફ્રાન્સે મંગળવારની બપોર સુધી તો સ્પેને પખવાડિયા સુધી આ રસી વાપરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે.
એસ્ટ્રાઝેનેકાના જણાવ્યા અનુસાર 15 કેસમાં ડીપ વેઇન થ્રોમ્બોસિસ એટલે કે પગમાં લોહીની ગાંઠો પડી હોવાનું જણાયું છે તો 22 કેસમાં પલ્મોનરી એમ્બોલિઝમ્સ એટલે કે ફેફસાંમાં લોહીની ગાંઠ પડી ગઇ હોવાનું જણાયું હતું. જર્મનીમાં એસ્ટ્રાઝેનેકાની કોરોના રસીના 30 લાખ ડોઝ પહોંચી ગયા હતા તેમાંથી અડધા ડોઝ આપી દેવામાં આવ્યા છે. જેની સામે ફાઇઝરની રસીના સિત્તેર લાખ ડોઝ અને મોડર્નાના 2,85,000 ડોઝ આપી દેવામાં આવ્યા છે. સ્પેનમાં 9,40,000 લોકોને એસ્ટ્રાઝેનેકાની રસી આપવામાં આવી છે.
એશિયામાં ઇન્ડોનેશિયાએ રસીનો વપરાશ કરવાનું બંધ કર્યું છે તો થાઇલેન્ડે તેનો વપરાશ ફરી શરૂ કર્યો છે. એશિયામાં એસ્ટ્રાઝેનેકાની રસી વાપરવાનું બંધ કરનાર પ્રથમ દેશ હતો પણ થાઇલેન્ડની હેલ્થ ઓથોરિટીએ બાદમાં તેને લીલી ઝંડી બતાવતાં થાઇલેન્ડના વડા પ્રધાન પ્રયુથ ચાન ઓચાએ તથા તેમના પ્રધાનમંડળના સાથી પ્રધાનોએ રસી મુકાવી હતી.
યુરોપમાં બેલ્જિયમ, પોલેન્ડ, રોમાનિયા, ગ્રીસ અને કેનેડા રસી મુકવાનું અટકાવવામાં આવ્યું નથી. ઇયુના રેગ્યુલેટરના મતે પણ હાલ એસ્ટ્રાઝેનેકાની રસી લેવાથી હાનિ થવાને બદલે લાભ થવાની શક્યતાઓ વધારે છે. બ્રિટનના વડાપ્રધાન બોરીસ જ્હોન્સને પણ ધ ટાઇમ્સ ન્યુસપેપરમાં લખ્યું હતું કે આ રસી સલામત છે અને તે બરાબર કામ કરે છે. હાલ આ રસીનું ઉત્પાદન ભારતથી માંડી યુએસમાં વિવિધ સ્થળે થઇ રહ્યું છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના કોવાક્સ કાર્યક્રમમાં આ રસીની મોટી ભૂમિકા છે.92 દેશોમાં આ કાર્યક્રમ દ્વારા રસી પહોંચાડવામાં આવે છે અને મે મહિનાના અંત સુધીમાં 200 મિલિયન ડોઝ પહોંચતા કરવામાં આવશે. આ રસી મોટાભાગે એસ્ટ્રાઝેનેકાની રહેશે. ચીફ સાયન્ટિસ્ટ ડો.સૌમ્યા વિશ્વનાથને જણાવ્યું હતું કે કોરોના રસીના 300 મિલિયન ડોઝ આખી દુનિયામાં આપવામાં આવ્યા છે પણ તેના કારણે કોઇનું મોત થયું હોવાના પુરાવા નથી.
દરમ્યાન ચીને કોરોનાની પાંચમી રસી વિક્સાવી લીધી છે. ગયા સપ્તાહે આ રસીને ઇમરજન્સીમાં વાપરવાની મંજૂરી આપી દેવામાં આવી હતી. આ રસીની બે ટ્રાયલ પુરી થઇ ગઇ છે અને ત્રીજા તબક્કાની ટ્રાયલ હાલ ઉઝબેકિસ્તાન, પાકિસ્તાન અને ઇન્ડોનેશિયામાં ચાલી રહી છે. ઉઝબેકિસ્તાનમાં પહેલી માર્ચે આ રસી આપવાની શરૂઆત કરવામાં આવી હતી.
આ ત્રણ શોટની રસી છે જે દર એક મહિનાના અંતરે આપવામાં આવશે.જો કે ચીન રસીકરણના મામલે ઘણું પાછળ છે. ચીનમાં રસીના 64.98 મિલિયન ડોઝ આપવામાં આવ્યા છે. દરમ્યાન લેન્સેટ ઇ ક્લિનિકલ મેડિસિન જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર હવે ત્વચા પરથી પણ કોરોનાનો ચેપ લાગ્યો છે કે કેમ તેનું નિદાન થઇ શકશે.
સંશોધકોના મતે શરીરની સેબાસિયસ ગ્રંથિ દ્વારા પેદા કરવામાં આવતાં તૈલી- ચીકણાં સેબુમનો ઉપયોગ આ નિદાન કરવામાં થાય છે. કોરોનાની સારવાર મેળવતાં દર્દીઓના ચહેરા, ગળા અને પીઠ પરથી સેબુમના 37 નમૂના એકત્ર કરી તેનો ઉપયોગ નિદાન કરવા માટે થયો હતો. જેમાં 30 પોઝિટિવ અને 37 નેેગેટિવ આવ્યા હતા.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31