GSTV
Gujarat Government Advertisement

એવું તો શું થયું કે ઇમરાન હાશ્મીએ ફિલ્મોમાં કિસિંગ સીન આપવાનું કરી દીધું બંધ, સીરિયલ કિસર તરીકે હતો ફેમસ

ઇમરાન

Last Updated on March 24, 2021 by

બૉલીવુડમાં ઘણા બધા એક્ટર્સ છે જેમને એમના રોલ્સ અથવા પરફોર્મન્સના કારણે કોઈ ખાસ ટેગ સાથે જોડી દેવામાં આવે છે. એવું જ જોવા મળ્યું છે બૉલીવુડ એક્ટર ઇમરાન હાશ્મીમી સાથે. તેમને બૉલીવુડના ટ્રેન્ડ સેટર એક્ટર માનવામાં આવે છે. કોઈ ફિલ્મ ઇમરાન હાશ્મી છે તો એ વાતની ગેરંટી છે કે ફિલ્મમાં ઇન્ટીમેટ સીન હોય કે ન હોય કિસિંગ સીન તો હોય જ છે. ફેન્સ પણ ઇમરાન હાશ્મીની ફિલ્મની રાહ જોતા હોય છે.

જો ફિલ્મોમાં બેબાકીથી કિસિંગ સીન આપતા ઇમરાન હાશ્મીએ અચાનકથી એવું કરવું શા માટે બંધ કરી નાખ્યું. શું તેઓ હવે સીરિયલ કિસર નથી રહ્યા ? એક્ટરના જન્મદિવસના દિવસે જાણીએ આ સવાલોના જવાબ.

આ ફિલ્મોમાં કરી ચુક્યા છે કામ

ઇમરાન હાશ્મીનો જન્મ 24 માર્ચ 1979 મુંબઈમાં થયો હતો. એકટરે વર્ષ 2002માં ફિલ્મમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2003માં ફૂટપાથ ફિલ્મથી તેમણે ફિલ્મોમાં પગ મુક્યો હતો. મર્ડર, ઝહેર, આશિક બનાયા આપણે, ચોકલેટ, કલયુગ, ગેન્ગસ્ટર, અક્સર, ગુડ બોય બેડ બોય, આવારાપન, ધ ટ્રેન, રાજ, ક્રૂક, વન્સ ઓપન અ ટાઈમક ઈન મુંબઈ, મર્ડર 2, જન્નત 2 અને ધ ડર્ટી પિક્ચર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

પરંતુ ધીમે ધીમે જોવા મળ્યું કે ઇન્ટિમેટ સીન અને કિસિંગ સીન કરવા વાળા ઇમરાન હાશ્મીએ ફિલ્મમાં કિસિંગ સીન આપવાનું બંધ કરી દીધું. ભલે આજે એમની સાથે આ ટેગ પુરી રીતે ગયો નથી પરંતુ હકીકત એ જ છે કે હવે ઇમરાન હાશ્મી ફિલ્મોમાં કિસિંગ સીન આપતા નથી. તેઓ સંઘાઈ, એકથી ડાયન, ઘનચક્કર, ઉંગલી, હમારી અધૂરી કહાની, અઝહર, બાદશાહો, વેલકમ ટુ ન્યુયોર્ક, વ્હાએ, ચિટ ઇન્ડિયા, મુંબઈ સાગા અને ધ બોડી જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે. આ ફિલ્મોમાં એક્ટરના કિસિંગ સીન જોવા મળ્યા નથી. એ ઉપરાંત ચહેરે, ગંગુબાઈ કાઠિયાવાડી અને એઝરા જેવી ફિલ્મોનો ભાગ છે.

ફિલ્મોમાં કિસિંગ સીનની વેલ્યુ ઘટી ગઈ

એક અહેવાલ મુજબ, ઇમરાન હાશ્મીને એવું લાગે છે કે ફિલ્મોમાં કિસિંગ સીનની વેલ્યુ ઘટી ગઈ છે. થોડા સમય પહેલા લોકો કિસિંગ સીન વિરુદ્ધ હતા. આવું ઇન્ડસ્ટ્રીની અંદર પણ થતું હતું પરંતુ હવે બધું કોમન થઇ ગયું છે. સાથે જ એક્ટરનું માનવું છે કે એવું થવા લાગ્યું છે કે ફિલ્મમાં કન્ટેન્ટ ભલે સારો હોય કે ન હોય પરંતુ હાઈલાઈટ માત્ર કિસિંગ સીન જ હતા. આ વાત ઇમરાનને થોડી અનફેર લાગવા લાગી. પરંતુ પરંતુ એક્ટર એ વાતથી ખુશ છે કે ઇન્ડસ્ટ્રીમાં હવે બીજા એક્ટરો પણ કિસિંગ સીન્સને લઇ કમ્ફર્ટેબલ છે.

પર્સનલ લાઈફની વાત કરીએ તો ઇમરાન હાશ્મી પોતાની પર્શનલ લાઈફને ખુબ પ્રાઇવેટ રાખે છે. તેમણે વર્ષ 2006માં પરવીન સાથે લગ્ન કરી લીધા હતા. એમને એક દીકરો પણ છે જેની સાથે ઇમરાન ફોટા શેર કરતા રહે છ. ત્યાં જ બૉલીવુડ સબંધની વાત કરીએ તો તેઓ બૉલીવુડના દિગ્ગજ પરિવાર ભટ્ટથી પણ છે. મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટ તેમના અંકલ છે, આલિયા ભટ્ટ અને પૂજા ભટ્ટ તેમની કઝીન સિસ્ટર્સ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30