GSTV
Gujarat Government Advertisement

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી/ પ્રચારનો આજે અંતિમ દિવસ, ભાજપ અધ્યક્ષનો રોડ શો: બહોળી સંખ્યામાં કાર્યકર્તા ઉમટ્યા

Last Updated on February 26, 2021 by

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પાલિકા અને પંચાયતની ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ 6 મહાનગર પાલિકાાં વિજય પતાકા લહેરાયા બાદ હવે નગરપાલિકા,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના ધમધમાટને લઈને તૈયારીઓ કરી છે. ત્યારે આજે નવસારીના વિજલપોરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનો રોડ શો આયોજિત થયો..નવસારીના વિજલપોર નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ છે…અને બે લાખ મતદારો 52 ઉમેદવારોનું 28  ફેબ્રુઆરીએ મતદાન કરીને ભાવિ નક્કી કરવાના છે..ત્યારે આજે પ્રચારના અંતિમ દિવસે  વિજલપોરમાં સી.આર. પાટીલનો રોડ શો છે.

 વિજલપોરમાં સી.આર. પાટીલનો રોડ શો

  • નગરપાલિકા,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો ધમધમાટ
  • ચૂંટણીને લઈ નવસારી માં ભાજપ અધ્યક્ષ નો રોડ શો…
  • રોડ શો ની તડામાર તૈયારી
  • ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ રોડશોમાં
  • નવસારી વિજલપોર નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ
  • પ્રચાર પ્રસાર અંતિમ ચરણમા
  • બે લાખ મતદારો 13 વોડ અને 52 ઉમેદવારો નું 28 મી કરશે ભાવિ નક્કી…

જ્યારે બીજી તરફગુજરાત રાજ્યા પાલનપુરમાં પણ રોડ શો યોજવામાં આવ્યો હતો. જેમાં પાલનપુરમાં ભાજપની બાઇક રેલીમાં ફરી એક વખત કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા હતા.. પાલનપુરમાં વોર્ડ નંબર 11માં ભાજપના કાર્યકરોએ બાઇક રેલી યોજી પ્રચાર કર્યો. પરંતુ રેલીમાં સામેલ થયેલા મોટા ભાગના કાર્યકર્તાઓ માસ્ક વગર જોવા મળ્યા હતા.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33