Last Updated on February 25, 2021 by
અમદાવાદ જીલ્લામાં મહાનગર પાલિકામાં જીત મેળવ્યા બાદ જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચુંટણીઓ યોજાવાની છે ત્યારે આ ચુંટણીમાં પણ ભાજપની જીત થાય તે માટે ભાજપ દ્વારા એડીચોટનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે બાવળા ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેર સભા યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં.
મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ જીલ્લામાં પણ આગામી તા.૨૮ ફેબુ્રઆરીના રોજ જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચુંટણી યોજાઈ રહી છે ત્યારે આ ચુંટણીમાં જીત મેળવવા બાવળાના દેવધોલેરા ખાતે આવેલ કેન્સવિલા ગેલ્ફના મેદાનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ચુંટણી સંદર્ભે જાહેર સભા યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રીએ મહાનગરોમાં જીત બદલ મતદારોનો આભાર માન્યો હતો અને કોંગ્રેસને આડે હાથે લઈ પ્રહારો કર્યા હતાં.
મહાનગરોમાં જીત બદલ મતદારોનો આભાર માન્યો
તેમજ ભાજપના ઉમેદવારોને જીતાડવા આહવાન કર્યું હતું. આ તકે જીલ્લા અધ્યક્ષ હર્ષદગીરી ગોસાઈ, નાનોદ્રા જીલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર રમેશભાઈ મકવાણા, ગાંગડ જીલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર ઈશ્વરભાઈ મકવાણા, કાવીઠા જીલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર રેખાબેન લકુમ, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ, કાનભા ગોહેલ, બાવળા એપીએમસીના હરીભાઈ ડાભી, કુશળસિંહ પઢેરીયા, સરલાબેન મકવાણા સહિતના ભાજપના આગેવાનો, ઉમેદવારો કાર્યકરો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31