GSTV
Gujarat Government Advertisement

મતદાન પૂર્ણ : જિલ્લા અને તાલુકા પંચાયતમાં 63 ટકાથી વધુ થયું મતદાન, સામાન્ય બબાલો બાદ કરતાં શાંતિપૂર્ણ મતદાન

Last Updated on February 28, 2021 by

ગુજરાતમાં તાલુકા-જિલ્લા અને પાલિકાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. 3૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ નગરપાલિકાની ચૂંટણીનું આજે મતદાન યોજાયું હતું. જે માટે ગુજરાત પોલીસે ચૂંટણી બંદોબસ્ત માટે ૨૬ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને એસઆરપીની ૬૫ કંપની તૈનાત કરી હતી. શહેરી મતદારો કરતાં ગામડાના મતદારોએ ભારે મતદાન કર્યું છે. રાજ્યમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 62.41 ટકા વોટિંગ નોંધાયું છે. રાજયમાં સૌથી વધારે જિલ્લા પંચાયતમાં નર્મદા જિલ્લામાં 75.64 વોટિંગ નોંધાયું છે. સૌથી ઓછું રાજકોટમાં 53.19 ટકાનોંધાયું છે . તાલુકા પંચાયતમાં સરેરાશ 63.43 ટકા વોટિંગ નોંધાયું છે. જેમાં સૌથી વધુ નર્મદા જિલ્લામાં 72.97 ટકા વોટિંગ થયું છે. નગરપાલિકામાં વોટિંગ સુસ્ત રહ્યું છે. તાલુકા પંચાયત માટે 55.04 ટકા વોટિંગ નોંધાયું છે.

ગુજરાતમાં ઘણી જગ્યાએ મારામારી, જીભાજોડી અને તોડફોડના બનાવો વચ્ચે મહાનગર પાલિકાની ચૂંટણી કરતાં આ મતદાન વધારે થયું છે. ગુજરાતમાં 6 વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં 60 ટકાથી વધુ મતદાન નોંધાયું છે. જ્યારે નગરપાલિકામાં પણ મતદાનની ટકાવારી 54થી 55 ટકાની આસપાસ રહી છે.

  • નવસારી નગરપાલિકાના વોર્ડ નંબર 4માં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, મતદાન મથકમાં પ્રવેશને લઈને જીભાજોડી થતા પોલીસે મામલો સંભાળ્યો હતો. ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ સમજાવટથી મામલો થાળે પાડયો હતો.
  • બારડોલીના પુનિત હાઈસ્કૂલના મતદાન મથકે મતદાન દરમિયાન બબાલ થઇ. આપના ચૂંટણી કન્વીનર તેમજ પ્રિસાઈડિંગ અધિકારી વચ્ચે થઈ શાબ્દિક બોલાચાલી. મામલો વધુ ન વણસે તે માટે પોલીસ તંત્ર દ્વારા આપના કન્વીનર ચંપાબેન ઓરણાવાલાને ડિટેઇન કરાયા

સાંજે 6 વાગ્યા સુધીનું જિલ્લાપંચાયતની બેઠકમાં મતદાનની ટકાવારી

મતક્ષેત્રકુલ વોડૅનોંધાયેલ
વોડૅ
પુરુષ મતદારસ્ત્રી મતદારકુલ મતદારપુરુષ મતદાનસ્ત્રી મતદાનકુલ મતદાનVoting
Per
The Dangs18168254481642164186584375840211683971.16
Vadodara343449644046539096183034018130940364958467.54
Gandhinagar282836606634687771294325598522450948049467.40
Ahmadabad343143712940110783823630480325513055993366.80
Sabar Kantha363646996144294291290332241328719960961266.78
Morbi242428134226022454156619276716232235508965.57
Arvalli303037684435911873596225129322925848055165.30
Navsari303038772338935177707425227125341750568865.08
Tapi262628659429882758542118730019315438045464.99
Devbhumi Dwarka222120770019289840059814166611351625518263.70
Narmada222221070420420841491213426112908726334863.47
Mahesana4241673866623203129706944266338037082303363.45
Anand4242628845586894121573940973435563076536462.95
Gir Somnath282836051633961170012723088620892843981462.82
Valsad383748486646681095167630294929365759660662.69
Mahisagar282834823532853667677121693520256541950061.99
Patan323246188342472788661029363025262254625261.61
Panch Mahals383446047443370489417827742626154353896960.28
Kachchh4040557441517942107538333954529763363717859.25
Jamnagar242428159226145954305117744414399832144259.19
Surat363449681848441698123429369827528456898257.99
Surendranagar343242642438186280828625975820623746599557.65
Junagadh302940411537082477493924732719921744654457.62

સુરત તાલુકા પંચાયતની બેઠકમાં 5 વાગ્યા સુધીનું મતદાનની ટકાવારી

અમદાવાદમાં તાલુકા પંચાયતની સીટો પર 5 વાગ્યા સુધીનું મતદાન

મતક્ષેત્રકુલ વોડૅનોંધાયેલ
વોડૅ
પુરુષ મતદારસ્ત્રી મતદારકુલ મતદારપુરુષ મતદાનસ્ત્રી મતદાનકુલ મતદાનVoting
Per
Sanand2424787297391215264111059138962495516.35
dholera16142169418301399951121483961961049.03
Dholka2222723336579113812437202274906469246.84
Detroj-Rampura161636236340507028622189182994048857.60
Dhandhuka161635344308706621417625136563128147.24
Mandal161530611290415965218316150673338355.96
Bavla181849630451809481030862252865614859.22
Viramgam2020531464807210121832188263205850857.80
Daskroi2823772527310615035847554394868704057.89
  • બનાસકાંઠાના ભાભરના વોર્ડ એકમાં લુદરિયા વાસ શાળા નંબરમાં ઉમેદવારો વચ્ચે બોલા ચાલી થઇ હતી. ડેમો ઇવીએમ બાબતે બોલાચાલી થઇ હતી. પોલીસેને ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડયો હતો. કોગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત સહિતના આગેવાનો ભાભર વોર્ડ નંબર એકમાં દોડી આવ્યા હતા.
  • વિરમગામમાં ભાજપ અને અપક્ષના કાર્યકરો વચ્ચે મારામારી, સ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસનો લાઠીચાર્જ
  • પાલનપુર નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બે જૂથો આમને સામને, પાલનપુર વોર્ડ નંબર 6 ના ગઠામણ દરવાજા પાસે બબાલ થઇ,  ઘટનાના પગલે ASP સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો, મતદાન મથક પાસે જ બબાલ થતાં પોલીસે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન કથળે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
  • છોટાઉદેપુર જિલ્લાના કુંડી-ઉચાકલમ ગામે ચૂંટણી બહિષ્કાર કરાયો છે. 513 મતદારો પૈકી એક પણ મતદારે મતદાન ન કર્યુ. આ ગામ કોઈ પંચાયતમાં સમાવિષ્ટ ન હોવાથી વિકાસથી વંચિત રહ્યું છે. આઠ વર્ષ પહેલાં સંખેડા તાલુકાના વિભાજન બાદ ગામ પંચાયત વિહોણું બન્યું છે. આ ગામ કોઈ પણ તાલુકામાં સમાવિષ્ટ ન હોવાનું ગ્રામજનો કહી રહ્યાં છે.

ઉત્તર ગુજરાતના પાટીદાર વિસ્તારોનું મતદાન

તાલુકા પંચાયતટકાવારી
જોટાણા28.47 ટકા
કડી29.29 ટકા
ખેરાલુ22.86 ટકા
બેચરાજી37.01 ટકા
મહેસાણા24.84 ટકા
ઊંઝા22.6 ટકા
વડનગર22.99 ટકા
સતલાસણા32.33 ટકા
વિજાપુર26.04 ટકા
વિસનગર27.60 ટકા
મહેસાણા21.03 ટકા
કડી16.09 ટકા
વિસનગર22.44 ટકા
ઊંઝા40.88 ટકા
  • દાહોદ : ઝાલોદના ઘોડીયા ગામમાં બે ઇવીએમ મશીન તોડાયા, બુથ કેપ્ચરિંગનો પ્રયાસ થયોદાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં EVM તોડવાની ઘટના બની છે. ઝાલોદ તાલુકાના ઘોડીયા ગામની મુખ્ય પ્રા.શાળામાં આ ઘટના બની છે. સાથે જ 2 થી 3 લોકો દ્વારા બુથ કેપ્ચરીંગ કરવાનો પ્રયાસ થયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો.
  • નસવાડીમાં બોગસ મતદાનની ઘટના સામે આવી છે. ટીનીબેન પરમાર નામની મહીલાના નામે અન્ય વ્યક્તિ મતદાન કરી ગયું છે. બોગસ મત આપી જનારના આધાર કાર્ડની વિગત માંગતા અધિકારીઓએ વિગત ન આપતાં ઉમેદવારોએ હોબાળો મચાવ્યો છે. હોબાળો થતા મહિલાનો ટેન્ડર વોટ કરાયો હતો.

ગુજરાતની જિલ્લા પંચાયતોમાં 4 વાગ્યા સુધી મતદાન

મતક્ષેત્રકુલ વોડૅનોંધાયેલ
વોડૅ
પુરુષ મતદારસ્ત્રી મતદારકુલ મતદારપુરુષ મતદાનસ્ત્રી મતદાનકુલ મતદાનVoting
Per
The Dangs18168254481642164186505085057910108761.57
Gandhinagar282836606634687771294322240619463041703658.49
Navsari303038772338935177707421950122280244230356.92
Arvalli303037684435911873596221772819887541660356.61
Morbi242428134226022454156616484813043629528454.52
Tapi262628659429882758542115587116251531838654.39
Mahesana4241673866623203129706938250232077170327354.22
Gir Somnath282836051633961170012719705117631437336553.33
Narmada222221070420420841491211199510783221982752.98
Panch Mahals383446047443370489417824014423299447313852.91
Devbhumi Dwarka22212077001928984005981180538957120762451.83
Vadodara343449644046539096183025189622695747885349.79
Surat363449681848441698123424981323585448566749.50
Sabar Kantha363646996144294291290324448120728545176649.49
Valsad383748486646681095167623651022926646577648.94
Mahisagar282834823532853667677117021215814832836048.52
Patan323246188342472788661023894818605142499947.94
Junagadh302940411537082477493920847616081836929447.65
Surendranagar343242642438186280828622083216433938517147.65
Bhavnagar4040603309554664115797330833323892954726247.26
Kachchh4040557441517942107538328037422650350687747.13
Anand4242628845586894121573931520224550156070346.12
Rajkot363650348245693796041924870118092442962544.73
Jamnagar242428159226145954305113587910616824204744.57

તાલુકા પંચાયતોમાં સૌથી વધારે મતદાન

રાજકોટમાં 3 વાગ્યા સુધી મતદાનનું આવું છે ચિત્ર

ગ્રામ્ય વિસ્તારમાં બમ્પર મતદાનના એંધાણ છે. રાજ્યભરમાં આજે પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અનેક જગ્યાએ ઘર્ષણ થયા હોવાના અહેવાલો છે. ભાજપને આજે હેટ્રીક મારવાનો અને કોંગ્રેસને જીવતદાનની આ છેલ્લી તક છે. આજે ગ્રામીણ મતદારો રૂપાણી સરકારનું ભવિષ્ય નક્કી કરશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પાટીદાર મત વિસ્તારોમાં જંગી મતદાન થઈ રહ્યું છે. ભાજપ-કોંગ્રેસ સામે AAPની ટક્કરના સંકેતો દેખાઈ રહ્યાં છે. તાલુકા પંચાયતમાં મતદાન 40 ટકાએ તો જિલ્લા પંચાયતમાં મતદાનની ટકાવારી 38 ટકાએ 3 વાગ્યા સુધી પહોંચી ગઈ છે.

  • આણંજના બોરસદના ડભાસી ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી એક પણ મત ન પડતા ચકચાર મચી ગઈ છે. હાઇવે પર ગરનાળા બનાવવા ને લઇ લોકો એ આંદોલન છેડયું હતું
  • છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગુંડેર ગામના મતદારોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગુંડેર ગામનો એકપણ મતદાર મતદાન મથકે ગયો નથી.
  • કાલોલ તાલુકા શક્તિ પુરા વસાહત 2માં લોકો મતદાનનો બહિષ્કાર કરી રહ્યા છે મતદાન શરૃ થયાના 4 કલાકથી વધુ સમય વીત્યા બાદ પણ મતદાન મથકમાં એક પણ વોટ પડ્યો ન હતો.
  • ભૂજના દેશલપર ગામે એક પણ મત ન પડ્યો.  5500થી વધુ મતવાળા ગામના 2 બુથમાં 0 ટકા મતદાન નોંધાયુ છે. દેશલપર ગામના લોકો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.

મહેસાણા જિલ્લાની પાલિકાઓમાં 3 વાગ્યા સુધી આટલા ટકા મતદાન

ગાંધીનગરમાં 3 વાગ્યા સુધી મતદાનની સ્થિતિ

  • રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે મારામારીની ઘટના પણ સામે આવી તો કેટલાક ઠેકાણે ઈવીએમ ખોટકાતા મતદારોમાં રોષ પણ જોવા મળ્યો.. 
  • સુરત જિલ્લાના બારડોલીમાં મતદાન દરમ્યાન સીમંત વિધિ સમાપ્ત કરી દંપતી મતદાન માટે પહોંચ્યું હતું. લગ્ન પ્રસંગ દરમિયાન મત માટે તો લોકો કામો છોડીને આવતા હોય છે પરંતુ બારડોલીના શાસ્ત્રી રોડ મતદાન મથકે એક દંપતી સીમંત વિધિ બાદ મતદાન કરી સૌને મતદાનની અપીલ કરી હતી.
  • પોરબંદરના રતનપર ગામે શતાયુ મતદારે મતદાન કર્યું હતું. 116 વર્ષના ખીમાં ભીમા ઓડેદરાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેઓ પોતે 50 વર્ષ સુધી રતનપર ગામના સરપંચ પણ રહી ચુક્યા છે. 18 વર્ષની ઉંમરથી જ તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા આવ્યા છે. શતાયુ મતદાન રતનપર ગામે ખેતી કામના વ્યવસાય સાથે જોડાયેલા છે..
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : ભરૂચના કેસર ગામના 350 મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યો, ગામમાં કિમ નદી ઉપર પુલની મુખ્ય માંગ

ગુજરાતમાં 3 વાગ્યા સુધી જિલ્લાપંચાયતમાં મતદાન

મતક્ષેત્રકુલ વોડૅનોંધાયેલ
વોડૅ
પુરુષ મતદારસ્ત્રી મતદારકુલ મતદારપુરુષ મતદાનસ્ત્રી મતદાનકુલ મતદાનVoting
Per
The Dangs1816825448164216418648185477099589458.41
Narmada222221070420420841491210893810352421246251.21
Morbi242428134226022454156614693410951425644847.35
Tapi262628659429882758542113356813633926990746.10
Navsari303038772338935177707417056616401133457743.06
Gandhinagar282836606634687771294317218512789930008442.09
Gir Somnath282836051633961170012715945813362929308741.86
Arvalli303037684435911873596216733513181429914940.65
Valsad383748486946680795167619761618831038592640.55
Panch Mahals383446047443370489417818892817039435932240.18
Devbhumi Dwarka2221207700192898400598947586495515971339.87
Vadodara343449644046539096183020717217107537824739.33
Surat363449681848441698123420249318176638425939.16
Mahesana4241673866623203129706929967520662950630439.03
Anand4242628845586894121573927556319587247143538.78
Mahisagar282834823532853667677113955211907725862938.22
Patan323246188342472788661020047613822233869838.20
Kachchh4040557441517942107538323192817652240845037.98
Sabar Kantha363646996144294291290319315714507233822937.05
Bhavnagar4040603309554664115797324931817783842715636.89
Junagadh302940411537082477493916785211749428534636.82
Jamnagar24242815922614595430511141518111019526135.96
Chhota Udaipur323239255336960376215614166212654826821035.19
  • ખેડાની સેવાલિયા ચોકડી પાસે ચૂંટણી આચાર સંહિતાનો ભંગ થયો હતો.સેવાલિયા બુથ નંબર 6 નજીક 100 મીટરની ત્રિજ્યામાં ભાજપના બેનર જોવા મળ્યા હતા. જાહેર રોડ તેમજ દુકાનોની આગળના ભાગમાં ભાજપ ઝંડા સહિતના બેનરો જોવા મળ્યા હતા..
  • ગોંડલના મોવિયામાં EVMમાં મતદાન થતું હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ અંગે ચૂંટણી અધિકારીએ ધોરણસરની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે
  • મેં આજે મારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને તાલુકાના ઉમેદવારોને મત આપી દિવસની શરૂઆત કરી-બાવળિયા
  • પોતાની માંગો પૂરી ન થતાં ભરૂચ, ભુજ અને છોટાઉદેપુરની ઘણી બેઠકો પર મતદારો મતદાન કરવા જ નથી ગયા. જોકે, તેનાથી રાજકીય પક્ષોને કેટલુ નુકસાન થશે એતો ચૂંટણી પરિણામ આવ્યા બાદ જ ખ્યાલ આવશે઼

જાણી લો કયા જિલ્લામાં નગરપાલિકાઓમાં કેટલું થયું છે મતદાન

District Nameકુલ વોડૅનોંધાયેલ વોડૅપુરુષ મતદારસ્ત્રી મતદારકુલ મતદારપુરુષ મતદાનસ્ત્રી મતદાનકુલ મતદાનVotingPer
The Dangs48478901388272177285526095238010498959.22
Gandhinagar807926703525185751889214568212007326575551.22
Arvalli12812536815435099471914819091716580735672449.60
Morbi10210127927425823253750614793711115225908948.20
Tapi12412128046729268657315313492413682127174547.41
Narmada90902107042042084149121007479474719549447.12
Sabar Kantha17217246996144294291290322754418541541295945.24
Gir Somnath12812836051633961170012716702114127930830044.03
Valsad15815248323246502994826120986719946840933543.17
Navsari13213138527438693777221116956916302633259543.07
Devbhumi Dwarka80752071031921613992641005187084317136142.92
Surat18417647593046381193974120899418756239655642.20
Mahesana216206659374609297126867130658121892052550141.42
Chhota Udaipur14014039255336960376215616509014985731494741.32
Jamnagar1121112795292595945391231296949207322176741.13
Vadodara16816749643946539196183021240017786339026340.58
Panch Mahals17816346618043882190500119234717282336517040.35
Patan17016544957041334886291820169314232234401539.87
Kheda16616447982444978792961122080914698536779439.56
Kachchh204200545963507021105298423501118126641627739.53
Mahisagar12612634823532853667677114329012410926739939.51
Bhavnagar210204590740543431113417125393318460043853338.67
Junagadh15815441056737635178691817027211984429011636.87
Ahmadabad17616845497541832387329818724913228531953436.59
Anand196195626520584808121132825776218233844010036.33
Surendranagar18216441675637308278983817295111200828495936.08
Amreli19219048163944612592776418595712658531254233.69
Rajkot20219749242844698893941618741912557531299433.32
Dohad238233656864657837131470120795821610642406432.26
Porbandar545412457311525123982446728305527728032.22
Bharuch18218148036744698192734815940913345029285931.58
Botad7874191721173802365523675844104510862929.72

10 વાગ્યા બાદ જોરદાર મતદાન થઈ રહ્યું છે. ઘણા ચાલુકા અને જિલ્લા પંચાયતમાં સરેરાશ આંક 25 ટકાને પણ વટાવી ગયો છે. ગુજરાતમાં જિલ્લાપંચાયતોમાં સૌથી વદારે મતદાન ડાંગ જિલ્લામાં થયું છે. જ્યાં મતદાનનો આંક 31 ટકાને વટાવી ગયો છે. તાપી અને વ્યારામાં પણ મારા મારી થઈ છે. આ જ સ્થિતિ ભાભરમાં બની છે. જયાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા છે.

  • દેવભૂમિ દ્વારકાના જામરાવલમાં વિદેશમાં વસવાટ કરતા એક વ્યક્તિએ 25 વર્ષ બાદ મતદાન કર્યું. વિદેશથી આવેલા વ્યક્તિએ મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. જામરાવલ નગર પાલિકાની 24 બેઠકો માટે મતદાન યોજાયું હતુ. મતદાન માટે મતદારોની લાઈનો જોવા મળી.
  • હળવદ તાલુકાના બુટવડા ગામે સ્ટાફ જમવા જતા રહેતા મતદારોને હાલાકી
  • મતદારો બુથ પર બહાર બેસીને અધિકારીઓની રાહ જોતા નજરે પડ્યા
  • એક બાજુ સરકારી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવે છે, જ્યારે બીજી બાજુએ ચાલુ નોકરીએ સ્ટાફ જમવા જતા રહેતા મતદારોને ભારે મુશ્કેલીમાં. અધિકારીઓ ચાલુ મતદાન એ જમવા જતા રહેતા મતદારો હેરાન
  • ભાભર નવા પ્રાથમિક શાળાના મતદાન મથક પર બબાલ થઈ છે. ભાભર નગરપાલિકાના વોડૅ 2ના મતદાન મથક પર ભાજપ કોંગ્રેસના કાયૅકરો વચ્ચે છુટા હાથની મારામારી થઈ છે. પરિસ્થિતિ વધુ ના બગડે તેને ધ્યાનમાં રાખીને થોડા સમય માટે ગેટ બંધ કરાયો હતો. કોંગ્રેસના ઉમેદવાર મતદારો ને બુથ સુધી પહોચાડી પોતાના તરફ મતદાન કરવાનો પ્રચાર કરે છે તેવો ભાજપના કાયૅકરોએ આક્ષેપ કર્યો છે. પોલીસે મામલો થાળે પાડ્યો છે. 
  • આણંદ જિલ્લાના દેડરડામાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ મતદાન કર્યું હતું. ગ્રામજનોએ ભરતસિંહ સોલંકીનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. મતદાન કર્યા બાદ ભરતસિંહ સોલંકીએ નાગરિકોને મતદાન કરવા અપીલ કરી હતી.
  • પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાયું. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલએ gstv સાથે ખાસ વાતચીત કરી હતી. તેઓએ કહ્યું હતુ કે મોંઘવારી મારથી ખેડૂત સહિતના લોકો ત્રસ્ત છે. કિરીટ પટેલે જણાવ્યું હતું કે પાટણમાં શરૂ થયેલી રેલવનું ભાડું 80 કરતા પ્રજામાં રોષ ફેલાયો છે. જિલ્લામાં અને નગરપાલિકામાં કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
  • ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે વિરમગામમાં મતદાન કર્યુ છે. જોકે, તેઓ કોંગ્રેસને મત આપી શક્યા ન હતા કારણ કે વિરમગામ નગર પાલિકા વોર્ડ નંબર બેમાં ભાજપ- અપક્ષની પેનલ હતી. વોર્ડ નંબર બેમાં કોંગ્રેસે ઉમેદવારો જ મળ્યા ન હતા ત્યારે હાર્દિક પટેલે અપક્ષ ઉમેદવારને મતદાન કર્યુ. વિરમગામમાં અપક્ષ ઉમેદવારો ઉભા રાખવાની વર્ષોની પરંપરા છે.
  • વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપ-અપક્ષની પેનલ, કોંગ્રેસને વોર્ડ નંબર 2માં ના મળ્યા ઉમેદવાર, અપક્ષ ઉમેદવાર કોંગ્રેસ પ્રેરિત હોવાનું હાર્દિક પટેલનું નિવેદન

તાલુકા પંચાયતોમાં જિલ્લાદીઠ 12 વાગ્યા સુધી થયું આ મતદાન

district Nameકુલ વોડૅનોંધાયેલ વોડૅપુરુષ મતદારસ્ત્રી મતદારકુલ મતદારપુરુષ મતદાનસ્ત્રી મતદાનકુલ મતદાનVotingPer
The Dangs4847890138827217728530398263525675032.01
Gandhinagar8079270453255137525590849745816614314027.23
Gir Somnath1281283605163396117001271048997435017924925.60
Devbhumi Dwarka807520710319216139926463973353689934124.88
Morbi102101279274258232537506823284703412936224.07
Arvalli1281253681543509947191481034886932317281124.03
Narmada909021070420420841491253732443939812523.65
Kachchh20420054596350702110529841512749356124483523.25
Junagadh1581554105673763517869181128447008518292923.25
Bhavnagar210204590740543431113417116055910306426362323.24
Sabar Kantha1721724699614429429129031291108246821157823.18
Kheda1661644798244497879296111396967274621244222.85
Dohad238229656864657837131470114945914754029699922.59
Mahesana216206659374609297126867116763310179826943121.24
Valsad1581514832324650299482611108289019720102521.20
Tapi124121280467292686573153641995556511976420.90
Navsari132131387723389351777074895947142716102120.72
Surendranagar1821644167563730827898381053645758816295220.63
Panch Mahals1781634661804388219050011017238070518242820.16
Anand19619562652058480812113281490598842423748319.61
Amreli1921904816394461259277641125706758018015019.42
Jamnagar112111279529259594539123651793847510365419.23
Patan1701654495704133488629181039686058516455319.07
Surat1841764759304638119397411039677395317792018.93
Ahmadabad1761684549544183218732751038606112516498518.89
Rajkot2021974924284469889394161131666304117620718.76
Porbandar545412457311525123982428581152254380618.27
Bharuch182181480358446990927348922656528015754516.99
Botad787419172117380236552338698207515944916.26
Mahisagar126126348235328536676771657774384910962616.20
Vadodara168167496439465391961830752434788612312912.80
Chhota Udaipur1401143925533696037621564344429920733649.63
  • શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોળકામાં આવેલી સરકારી ઇંગ્લિશ સ્કૂલમાં મતદાન કર્યું. મતદાન બાદ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મનપાની ચૂંટણીની જેમ જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
  • વિરમગામ નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના મતદાન માટે વહેલી સવારથી મતદાન ચાલી રહ્યું છે. જો કે, ભાજપ દ્વારા ચૂંટણીની આચાર સંહિતાનો ભંગ જોવા મળ્યો હતો. મતદાન મથકની 100 મીટરની હદમાં ડેમો મશીન લઈ ભાજપ દ્વારા પ્રચાર કરાઈ રહ્યાનું સામે આવ્યું હતું. મતદારોને ડેમો બતાવવામાં આવતો હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહોતી કરાઈ.
  • વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ બુથ નંબર 1 માછીવાડમાં એક પણ મત નહી પડતા રાજકીય આગેવાનોમાં દોડધામ, 1100 થી વધુ મતદારો મતદાન નહી કરવા જતાં ચર્ચાનો માહોલ. બે દીવસ અગાઉ લગ્ન પ્રસંગમા વાજિંત્ર વગાડવા મુદ્દે પોલીસ કાર્યવાહી બાદ મતદાન માટે કરાયો વિરોધ
  • હિંમતનગર છાપરિયા પ્રાથમિક શાળામાં વરરાજા સહિત 200 લોકોએ મતદાન કર્યુ. લગ્નની જાન લઈ જતા પહેલા મતદાન મથકો પર ભીડના દ્રશ્ય જોવા મળ્યા. એક સાથે તમામ જાનૈયાઓએ મતદાન કરી જાન લઈ જવા રવાના. વરરાજાએ લોકોને મતદાન કરવાની કરી અપીલ…
  • રાજ્યમાં આજે ભરૂચ સહિત નગરપાલિકામાં આજે મતદાન થઇ રહ્યું છે. ત્યારે લોકોમાં પણ ઉત્સાહ દેખાઇ રહ્યો છે. શહેરના ભરૂચ ખાતે રહેતા સૈયદ પરિવારના પુત્રનું આજે લગ્ન છે. પરિવારની જાન બરોડા જવાની છે તે પહેલા પરિવારે પોતાનો લોકશાહીનો પર્વ ઉજવીને મતદાન કર્યું છે.વરરાજા સૈયદ મુસ્તાક જાન માં  જતા પેહલા મતદાન કરવા પહોંચ્યા હતા.ભરૂચ માં રહેતા સૈયદ પરિવારનાં યુવક મુસ્તાક  સૈયદ અને તેમના પરિવારે લગ્ન પહેલા મતદાન કર્યું છે.

ગુજરાતમાં 11 :30 વાગ્યા સુધી જિલ્લાદીઠ મતદાનના આંક

મતક્ષેત્રકુલ વોડૅનોંધાયેલ
વોડૅ
પુરુષ મતદારસ્ત્રી મતદારકુલ મતદારપુરુષ મતદાનસ્ત્રી મતદાનકુલ મતદાનVoting
Per
Gandhinagar28283660663468777129431105007393218443225.87
Gir Somnath28283605163396117001271017707224717401724.86
Sabar Kantha36364699614429429129031374898743622492524.64
Morbi2424281342260224541566829674751813048524.09
Jamnagar2424281592261459543051727484403011677821.50
Arvalli3030376844359118735962943546111815547221.13
Junagadh30294041153708247749391006805984716052720.71
Kachchh404055744151794210753831322437848521072819.60
Amreli34344872984513659386631133576906618242319.43
Porbandar181812457311525123982428581152254380618.27
Navsari3030387723389351777074762145716413337817.16
Bhavnagar404060330955466411579731178107104318885316.31
Devbhumi Dwarka222120770019289840059841188200366122415.28
Mahisagar2828348235328536676771625343953610207015.08
Mahesana423567386662320312970691204006926418966414.62
Patan3232461883424727886610743814091911530013.00
Panch Mahals3834460474433704894178671754892911610412.98
Anand424262884558689412157391042314987415410512.68
Valsad3837484869466807951676692505132312057312.67
Vadodara3434496440465390961830745114682312133412.61
  • લોકશાહી ના પર્વ ની મુસ્લિમ સમાજના વરરાજા દ્વારા ઉજવણી કરાઈ. અમરેલીમાં મતદાનની ફરજ અદા કરવા મુસ્લિમ પરિવારના નિકાહ એક કલાક લેટ થયા. આખી જાનની બસ લઈ ને મુસ્લિમ પરિવાર મતદાન મથકે પહોંચ્યો હતો. વરરાજા સહિત સમગ્ર પરિવારે લગ્નમાં જતા પહેલા લોકશાહીનું પર્વ ઉજવ્યું હતું. મોહસીન ખોખર નામના વરરાજ એ મતદાન કરી એક કલાક નિકાહ લેટ કર્યા.
  • ગાંધીનગરના માણસામાં વહેલી સવારથી ઉત્સાહ જોવા મળ્યો. માણસાના ચરાડા ગામે મતદાનને લઈને લાંબી લાઈનો લાગી હતી. ગામડામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાટાની ટક્કર છે..
  • મતદાનના 3 કલાક પૂર્ણમતદાનના 3 કલાક પૂર્ણ થયા છે. મતદાનની શરૂઆતની 3 કલાકમાં ઘણી જગ્યા પર મારામારી, ઈવીએમ ખોટવાયાની ઘટના પણ ઘટી છે.  જેમાં ખેડા જિલ્લામાં ત્રણ કલાકમાં અંદાજિત 7 ટકા, તાપી જિલ્લામાં અંદાજિત 8 ટકા, સુરત જિલ્લામાં અંદાજિત 9 ટકા મતદાન થયું છે. વિરમગામમાં અંદાજહિત 9 ટકાથી વધુ મતદાન થયું છે. ડીસા નગર પાલિકામાં  અંદાજિત સરેરાશ 6 ટકા મતદાન થયું છે.
  • પ્રથમ બે કલાકમાં નગરપાલિકામાં સૌથી વધુ તાપીમાં 8.73 ટકા, નર્મદામાં 8.6, ગાંધીનગર 8.48, વલસાડ 8.18 અને વડૉદરામાં 8.3 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું ખેડા જિલ્લાની નગરપાલિકાઓમાં 2.36 ટકા અને બનાસકાંઠામાં 3.53 ટકા, અમદાવાદમાં 3.83 અને પોરબંદરમાં 4.7 અને અમરેલીમાં 3.76 મતદાન થયું
  • ખેડા જિલ્લાના નડીઆદ તાલુકાના આખડોલ બેઠક પર કૉંગ્રેસ સમર્થકો અને પોલીસ વચ્ચે બબાલ થઇ છે. કૉંગ્રેસ સમર્થકોએ આખડોલ ગામના રસ્તા પર હોબાળો કરીને પોલીસ સામે સૂત્રોચ્ચાર કર્યા છે. આ સાથે આખડોલ ગામની મહિલા અને પોલીસ વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી થઇ છે.
  • 9 વાગ્યા સુધીમાં જિલ્લા -તાલુકા પંચાયતમાં 7 ટકા મતદાન નોંધાયું છે જેમા સૌથી વધુ આણંદમાં 8.9 ટકા મતદાન થયું છે અને સૌથી ઓછું મતદાન પોરબંદરમાં 6.7 ટકા થયું છે. નગરપાલિકમાં બે કલાકમાં 8.5 ટકા મતદાન નોંધાયું છે જેમાંથી સૌથી વધુ કડીમાં 9.8 ટકા આ બાદ ઉંઝામાં 9.7 ટકા, માંડવીમાં 9.6 ટકા, પાલીતાણામાં 9 ટકા, ડીસામાં 8.8 ટકા મતદાન નોંધાયું છે.
  • રાજપીપળામાં વોર્ડ નંબર 7નાં બૂથ નંબર ચારમાં ઇવીએમ ખોટકાયું છે. આ સાથે રાજકોટ ગોંડલમાં ઇવીએમમાં ખામી સર્જાઇ છે. ગોંડલ તાલુકા શાળાનંબર 1માં ખામી આવતા મતદારોને રાહ જોવી પડી રહી છે. તાપી વ્યારામાં મોકપોલ દરમિયાન 2 ઇવીએમ બંધ થયા હતા.
  • ગાંધીનગર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. દહેગામ નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણી માટે વરરાજા પરિવાર સાથે મતદાન કર્યું હતું. કલોલ નગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી ચૂંટણી મેદાનમાં છે. મતદાન માટે કુલ 169 બુથ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 1200 જેટલા કર્મચારી ચૂંટણી પ્રક્રિયામાં તેનાત કરવામાં આવ્યા છે.
  • મહિસાગરના ખાનપુરના કારંટા બુથ પર ઇવીએમ ખોટકાયું છે. કારંટા બુથ નંબર 1 ના 2 ઇવીએમ ખોટકાયા, ઇવીએમ ખોટકતા ચૂંટણી અધિકારી ને જાણ કરાઈ , મતદારો મત આપવા બુથ પર આવ્યા ત્યાં ઇવીએમ બંધ હોવાથી મતદારોને પડી હાલાકી, ઇવીએમ ચાલુ કરવા ટેક્નિશિયનને બોલાવવામાં આવ્યા
  • સુરત જિલ્લાના કામરેજમાં મતદારોમાં ઉત્સાહ, પ્રભુતામાં પગલાં માંડતા પહેલા મતદાન
  • કામરેજની બે બહેનોએ લગ્ન પહેલાં કર્યું મતદાન
  • દીપલી અને રિદ્ધિ બન્ને બહેનો ના આજે છે લગ્ન
  • જાગૃત નાગરિક તરીકે નિભાવી ફરજ
  • મતાધિકારને આપી પ્રાથમિકતા
  • બોટાદ-ગોંડલમાં 2 કલાકમાં 5 ટકા મતદાન થયું.
  • અમરેલી, ભાવનગર, ગોંડલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થયો છે.
  • અમરેલીના 11 તાલુકા પંચાયત, 5 નગરપાલિકા માટે મતદાન શરૂ થયું છે
  • રાજ્ય સરકારના પ્રધાન કુવરજી બાવળીયાએ રાજકોટ વિછીંયા ખાતે મતદાન કર્યું.
  • વલ્લભીપુરમાં ચૂંટણી દરમિયાન છુટા હાથે મારામારી થઈ છે. વલ્લભીપુર ના વોર્ડ.4 નું બુથ ગંભીસિંહ હાઈસ્કૂલમાં છુટા હાથે મારમારીની ઘટના ઘટી છે. મતદાનમાં લાઈનો કરાવવા માટે આમ આદમી પાર્ટીના એજન્ટ કહેતા ભાજપના ઉમેદવારના પતિએ કરી બબાલ, છુટા હાથે મારમાર્યાનો અક્ષેપ
  • મહેસાણા નગરપાલિકાની 44 બેઠકો માટે હાલ શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે સહ પરિવાર સાથે નાગલપુર સાયન્સ કોલેજમાં મતદાન કર્યું હતું. જુગલજીએ મતદાન કરી મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી.
  • ધારીના હિમખીમડીપરાના આંગણવાડીમાં મતદાન કેન્દ્ર પર ઇવીએમમાં ટેક્નિકલ ખામી સર્જાઈ……..
  • જિલ્લા પંચાયત સીટના મતદાન કેન્દ્ર પર ખામી સર્જાઈ…..
  • એક કલાક મતદાન પ્રક્રિયા લેટ થઈ……
  • મતદાન કેન્દ્રો પર મતદારોની લાઈનો લાગી…..
  • એક કલાક બાદ પ્રક્રિયા શરૂ થતા ફરી મતદાન પ્રક્રિયા શરૂ થઈ…….
  • તો આ તરફ રાજકોટના ગોંડલના બિલિયાળા ખાતે વરરાજા અને દુલ્હન મતદાન મતથકે પહોંચ્યા હતા.જ્યાં દુલ્હને મતદાન કર્યુ હતુ..
  • ગોંડલના બિલિયાળા ખાતે દુલ્હન દ્વારા કરવામાં આવ્યું મતદાન
  • દુલ્હા અને દુલ્હન સાથે પહોચયા મતદાન કેન્દ્રમાં
  • વલસાડ જીલ્લા પંચાયત ની આઠ બેઠકો અને ઉમરગામ તાલુકા પંચાયતની ત્રીસ બેઠકો માટે મતદાન આંજે મતદાન શરૂ થઈ ચૂક્યુ છે. વન આદિજાતિ મંત્રી રમણ ભાઈ પાટકરે તેમના મત વિસ્તાર ધોડીપાડામા વહેલી સવારે મતદાન કર્યું હતુ ..ઉમરગામ તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત નીં ચૂંટણી ને લઈને મતદારો મા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે .પોલીસની કડક વ્યવસ્થા વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.
  • ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે શાંતિનિકેતન મતદાન કેન્દ્ર પર મતદાન કર્યુ હતુ. જ્યારે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ અમલેશ્વર ખાતે મતદાન કર્યું.
  • દહેગામમાં પણ મતદાનને લઈન લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દહેગામમાં જીઈબીની ઓફિસમાં બનાવવામાં આવેલા મતદાન મથકમાં વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા. લગ્નની જાન લઈને જતા પહેલા વરરાજાએ પોતાના પરિવારજનો સાથે મતદાન કરીને નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી.
  • સંતરામપુર તાલુકાની ગોઠીબ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ટેકેદારો પર હુમલાની ઘટના બની છે. ઘવાયેલા ૩ વ્યક્તિઓને મધ્યરાત્રિ બાદ કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા.સ્થાનિક કોંગ્રેસે ભાજપ ઉમેદવાર અને તેમના પુત્ર અને સમર્થકોએ આ હુમલો કરાવ્યાનો આક્ષેપ કર્યો હતો. ઘટનાની જાણ થતા કોંગ્રેસના જિલ્લા પંચાયતના ઉમેદવાર સહિતના અગ્રણીઓ દોડી આવ્યા હતા. આ અંગે પોલીસ ફરિયાદની કવાયત હાથ ધરાઇ હતી.
  • કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા પોતાના ગામ ઈશ્વરીયા ખાતે મતદાન કર્યું…….
  • પરષોત્તમ રૂપાલાએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું……
  • પરસોત્તમ રૂપાલાના 95 વર્ષીય માતૃશ્રીએ પણ મતદાન કર્યું …..

૯૭ આંતર રાજય અને ૪૩૭ આંતરિક ચેકપોસ્ટ બનાવાઈ છે.. જેથી નજર રાખી શકાય…આજે કુલ ૫૪૮૧ બેઠકો માટે મતદાન યોજાઇ રહ્યું છે. ગાંધીનગર તેમજ નસવાડીમાં વરરાજા લગ્નના સાત ફેરા ફરતા પહેલા સાત ફેરા કરતા પહેલા લોક સાહિના પર્વમાં ભાગીદાર બની મતદાન કર્યું હતું. જ્યારે ગોધરા-ગોંડલમાં EVM બંધ થતા ઉમેદવારો તેમજ મતદારો રોષે ભરાયા હતા. સંતરામપુર તાલુકાની ગોઠીબ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારે ચૂંટણીની પૂર્વ રાત્રિના કોંગ્રેસના ટેકેદારો ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

૫૪૮૧ બેઠકો માટે મતદાન

૫૪૮૧ બેઠકો માટે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સહિત કુલ ૨૨,૧૭૦ ઉમેદવારો મેદાનમાં છે. આવતીકાલે રાજ્યના 31 જિલ્લાની 980 બેઠક, 231 તાલુકાની 4774 બેઠકો, 81 પાલિકાની 2720 બેઠકોની સામાન્ય તથા ત્રણ તાલુકા 13 પાલિકાની 17 બેઠકોની પેટાચૂંટણી યોજાશે. અત્રે એ યાદ રાખવું પણ જરૂરી છે કે 25 જિલ્લા અને 117 તાલુકાની 95 બેઠકો બિનહરીફ થઈ છે. ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો આવતીકાલે અંતિમ તબક્કો છે. જેના પરિણામો 2જી માર્ચના રોજ જાહેર થશે. રાજ્યની 8200થી વધુ બેઠકો પર 22,200 કરતાં વધુ ઉમેદવારોનું ભાવિ આવતીકાલે ઈવીએમ કેદ થશે. કોંગ્રેસ-ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ છે. ભાજપ માટે 2015 કરતાં હાલમાં ઉજળી સ્થિતિ છે.

2015માં પાટીદારોને પગલે કોંગ્રેસનો દબદબો હતો


ગત 2015માં પાટીદાર આંદોલન વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતોમાંથી ભાજપ 23થી વધુ જિલ્લા પંચાયતો કોંગ્રેસના ફાળે ગઈ હતી. જેમાં પાટીદારોનું રોલર ફળી વળ્યું હતું. 231 તાલુકા પંચાયતમાંથી 165 તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી. જ્યારે 51 નગરપાલિકામાંથી 38 પાલિકા ભાજપ જીત્યું હતું. આમ 2015નો માહોલ અને હાલનો માહોલ હાલમાં અલગ છે. ભાજપને આશા છે કે મોટા ભાગની જિલ્લા પંચાયતમાં કેસરિયો લહેરાશે.

નગરપાલિકામાં 95 બેઠકો બિનહરીફ

81 નગરપાલિકાની 2,524 બેઠકો માટે ભાજપના 2,555 અને કોંગ્રેસે 2,247 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આપ દ્વારા 719 ઉમેદવારો મેદાનમાં છે અને અન્ય 1,724 જેટલા મળીને કુલ 7,245 ઉમેદવારો મેદાનમાં છે. 2,524 બેઠકમાંથી 95 બેઠક બિનહરીફ જાહેર કરવામાં આવી છે. નગર પાલિકામાં ાલમાં ભાજપનો દબદબો છે. ભાજપ આ દબદબો જાળવી રાખવા માગે છે.

શુક્રવારે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલાં ભાજપના મોટા નેતાઓએ મતદારોને રીઝવવા માટે અંતિમ તબક્કાનો ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. ભાજપના દિગ્ગજ નેતાઓએ રેલી તથા રોડ શો કરીને મતદારોને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ નગર પાલિકાની ચૂંટણીના મતદાન માટે પોલીસે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.

તાલુકા પંચાયતમાં 4,774 બેઠકો પર યોજાશે ચૂંટણી

તાલુકા પંચાયતની 4,774 બેઠકો પર ભાજપ દ્વારા 4,652 કોંગ્રેસ દ્વારા 4,594 આપ દ્વારા 1,067 અન્ય 1,952 મળીને કુલ 12,265 ઉમેદવારો મેદાનમાં છે. 4774 બેઠકો પૈકીની 117 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે.

જિલ્લા પંચાયતમાં 2,655 ઉમેદવારો મેદાને

31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પર ભાજપના 9,54 કોંગ્રેસના 9,37 આપના 304 અન્ય 460 મળીને કુલ 2,655 ઉમેદવારો મેદાનમાં છે અને 25 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે.

મતદાન અને મતગણતરી શાંતિપૂર્ણ થાય તે માટે પોલીસ ખડેપગે છે. જેમાં ૨૬ હજાર કોન્સ્ટેબલ અને ૨૮૦૦ અધિકારી ફરજ બજાવશે. ૧૩ DySP અને ૬૫ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. સેન્ટ્રલ પેરામિલેટ્રી ફોર્સની ૧૨ કંપનીઓ ખડેપગે રહેશે. સંવેદનશીલ વિસ્તારની ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી છે અને નાસતા ફરતા ૧૯૮૦ આરોપીને પકડીને લોકઅપ ભેગા કરાયા છે.

ચૂંટણી બંદોબસ્ત માટે ૨૬ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને એસઆરપીની ૬૫ કંપની તૈનાત કરી

ભાવનગર જિલ્લા પંચાયતની 40 બેઠકો, તાલુકા પંચાયતની 210 બેઠકો અને નગરપાલિકાની 96 બેઠક  માટે મતદાન થઇ રહ્યુ છે. જિલ્લા પંચાયતમાં 111 ઉમેદવારો, 10 તાલુકા પંચાયતમાં 563 ઉમેદવારો અને 3 નગરપાલિકા માં 236 ઉમેદવારો મેદાનમાં છે. કુલ 11. 57 લાખ મતદારો નોંધાયા છે. જિલ્લાભરમાં 1 હજાર 342 બુથો પર મતદાન થઇ રહ્યુ છે. 3 હજાર 200 કરતા વધુ સુરક્ષા કર્મચારીઓનો બંદોબસ્તમાં તૈનાત કરાયા. જિલ્લામાં 284 બુથો સંવેદનશીલ તો 70 અતિ સંવેદનશીલ છે. જ્યારે કે 3 નગરપાલિકાના 51 બુથ સંવેદનશીલ જાહેર કરાયા હતા.

૯૭ આંતર રાજય અને ૪૩૭ આંતરિક ચેકપોસ્ટ બનાવાઈ

સુરત જિલ્લા પંચાયતની 34 અને તાલુકા પંચાયતની 176 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે. સુરત જિલ્લાની 210 બેઠકો માટે 555 ઉમેદવારો મેદાનમાં છે, જેના માટે અલગ-અલગ ગામોમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આ અગાઉ નવ બેઠકો પર ચૂંટણી પહેલા બિનહરીફ થઈ હતી જો કે, બારડોલી,કડોદરા,તરસાડી અને માંડવી નગરપાલિકાની ચાર નગરપાલિકાની ચૂંટણી માટે એક લાખથી વધુ  મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરશે. -ચાર નગરપાલિકાની ચૂંટણી કામગીરી માટે 105 મતદાન મથકો પર 105 પ્રીસાઈડિંગ ઓફિસરો તેમજ અન્ય સ્ટાફ તૈનાત કરાયો છે. 77 રિઝર્વ પોલિંગ ઓફિસરો સહિતનો સ્ટાફ ફરજ પર રહ્યો છે.

પક્ષો વચ્ચે કાંટાની ટક્કર

ભરૂચમાં જિલ્લા પંચાયત તેમજ 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકા માટે મતદાન થઇ રહ્યુ છે. કુલ 1 હજાર 363 મતદાન મથકો પર મતદાનની વ્યવસ્થા કરાઇ. ભરૂચમાં ચૂંટણી પ્રક્રિયા માટે 194 ઝોનલ અધિકારીઓ નિયુક્ત કરાયા છે. જ્યારે 7 હજાર 894 કર્મચારીઓ ચૂંટણી ફરજમાં મૂકાયા છે. ભરૂચ જિલ્લા અને તાલુકા પંચાયતમાં 9.30 લાખ અને 4 નગર પાલિકામાં 2.64 લાખ મતદાતાઓ નોંધાયેલા છે.

  • જૂનાગઢ જિલ્લા પંચાયતની 29 બેઠકો પર મતદાન શરૂ
  • જિલ્લા પંચાયતની બિલખા બેઠક થઈ છે બીનહરીફ
  • જિલ્લાની નવ તાલુકા પંચાયતની 158 બેઠક પર મતદાન
  • જીલ્લાના 784634 મતદારો કરશે મતદાન
  • જિલ્લા પંચાયતની 29 બેઠક પર 92 ઉમેદવારો વચ્ચે યોજાશે જંગ
  • 158 તાલુકા પંચાયતની બેઠકો પર 443 ઉમેદવારો મેદાનમાં
  • જિલ્લાના 948 મતદાન મથકો પર મતદાન શરૂ
  • કુલ 2113 ઈવીએમનો થશે ઉપયોગ
  • 243 સંવેદનશીલ અને 168 અતિસંવેદનશીલ મતદાન મથકો પર ચાંપતો બંદોબસ્ત
  • 6307 અધિકારી અને કર્મચારીઓ કરશે મતદાન ની કામગીરી

વડોદરા જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાની 290 બેઠકો માટે આજે મતદાન શરૂ થઈ ગયુ છે.જેમાં કુલ 10.56 લાખ મતદારો 770 મતદારોનું ભાવિ નક્કી કરશે.આજે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે. ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે જિલ્લા તાલુકા પંચાયત માટે 8 ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટર અને ડભોઇ, પાદરા અને સાવલી નગરપાલિકા માટે 3 ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટર બનાવવામાં આવ્યાં છે. વૃદ્ધ મતદારો, સગર્ભા અને દિવ્યાંગ મતદારો માટે140 વ્હીલચેરની વ્યવસ્થા કરાઇ છે.

૯૭ આંતર રાજય અને ૪૩૭ આંતરિક ચેકપોસ્ટ

  • તાલુકા-જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ
  • ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત, ૮૧ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન
  • ૨૬ હજાર પોલીસકર્મી , ૬૫ એસઆરપી કંપની તૈનાત
  • ૨૮૦૦ અધિકારી, ૧૩ ડિવાયએસપી ચૂંટણી બંદોબસ્તમાં
  • 97 આંતર રાજ્ય,437 આંતરીક ચેકપોસ્ટ પર સઘન ચેકીંગ
  • 5481 બેઠકો માટે મતદાન
  • ભાજપ કોંગ્રેસ સહિત 22710 ઉમેદવારો મેદાને
ચૂંટણી

૨૮૦૦ અધિકારી, ૧૩ ડિવાયએસપી ચૂંટણી બંદોબસ્તમાં

આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સહિત કુલ ૨૨,૧૭૦ ઉમેદવારો મેદાનમાં છે. શુક્રવારે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલાં ભાજપના મોટા નેતાઓએ મતદારોને રીઝવવા માટે અંતિમ તબક્કાનો ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. ભાજપના દિગ્ગજ નેતાઓએ રેલી તથા રોડ શો કરીને મતદારોને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ નગર પાલિકાની ચૂંટણીના મતદાન માટે પોલીસે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.

મતદાન અને મતગણતરી શાંતિપૂર્ણ થાય તે માટે પોલીસ ખડેપગે છે. જેમાં ૨૬ હજાર કોન્સ્ટેબલ અને ૨૮૦૦ અધિકારી ફરજ બજાવી રહ્યા છે. ૧૩ DySP અને ૬૫ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. સેન્ટ્રલ પેરામિલેટ્રી ફોર્સની ૧૨ કંપનીઓ ખડેપગે છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33