Last Updated on March 2, 2021 by
અમદાવાદ જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો, ૯ તાલુકા પંચાયતોની ૧૭૬ બેઠકો અને પાંચ નગર પાલિકાની સંપન્ન થયેલી ચૂંટણીનું આજે મંગળવારે પરીણામ જાહેર થશે. આજે સવારે ૯ વાગ્યે મતગણતરી હાથ ધરાશે. જેમાં ૮૦૯ ઉમેદવારોના રાજકીય ભવિષ્ય પરથી પડદો ઉંચકાશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કયા પક્ષને સત્તા મળશે. કયા પક્ષની હાર થશે અને આમ આદમી પાર્ટી તેમજ અપક્ષો આ ચૂંટણીમાં કેવો દમખમ દેખાડે છે તે મોડી સાંજ સુધીમાં ખબર પડી જશે.
કઇ નગર પાલિકાઓની મતગણતરી ક્યાં થશે ?
પાલિકા | મતગણતરી કેન્દ્ર |
બારેજા | કુમારશાળા બારેજા |
વિરમગામ | એલ.સી.દેસાઇ કન્યા વિદ્યાલય |
સાણંદ | મીટિંગ હોલ પ્રાંત કચેરી સાણંદ |
બાવળા | નગરપાલિકા બિલ્ડિંગ |
ધોળકા | શ્રી બી.પી.દાવડા સરસ્વતી વિદ્યાલય ખારકુવા, ધોળકા |
જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો માટે ૯૯ ઉમેદવારો ચૂંટણી લડયા હતા. ૯ તાલુકા પંચાયતની ૧૭૬ બેઠકો માટે ૪૬૨ અને પાંચ નગર પાલિકાની ૧૦૪ બેઠકો માટે ૨૪૮ ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહીને મતદારો વચ્ચે ગયા હતા. આમાથી કયા ઉમેદવારને રાજગાદી મળશે અને કયા ઉમેદવાર ઘરભેગા થશે તે આજની મતગણતરી દરમિયાન ખબર પડશે.
અમદાવાદ જિ.પં. અને 9 તા.પંચાયતોની મતગણતરી ક્યાં થશે ?
પંચાયત | મતગણતરી કેન્દ્ર |
જિ.પં.-ગાંગડ, કાવીઠા, નાનોદરા, શિયાળ,બાવળા તા.પંચાયત | શ્રીમતી એમ.સી.અમીન ગર્લ્સ હાઇસ્કૂલ બાવળા |
જિ.પં.-બદરખા, કૌકા, કોઠ, સાંથળ, વટામણ, ધોળકા તા.પંચાયત | શ્રી સી.વી.સરસ્વતી કન્યા વિદ્યામંદિર, કલીકુંડ ધોળકા |
જિ.પં.-ધોલેરા, હેબતપુર, ધોલેરા તાલુકા પંચાયત | શ્રી કીકાણી આર્ટ એન્ડ કોમર્સ કોલેજ ધંધૂકા |
જિ.પં.-ગલસાણા, હડાળા, ધંધૂકા તા.પંચાયત | શ્રી કીકાણી આર્ટ એન્ડ કોમર્સ કોલેજ, ધંધૂકા |
જિ.પં.- અસલાલી, કુંજાડ, કાસીન્દ્રા, નાંદેજ, ભુવાલડી, કુહા, સિંગરવા, દસક્રોઇ તા.પંચાયત | ગીતા હાઇસ્કૂલ લાંભા |
જિ.પં.-ચાંગોદર, મોડાસર, મોરૈયા, ચેખલા, માણકોલ, વિરોચનનગર, સાણંદ તા.પંચાયત | જે.ડી.કન્યા વિદ્યાલય નળસરોવર રોડ, સાણંદ |
જિ.પં.-કરકથલ, સચાણા, ઘોડા, શાહપુર, વિરમગામ તા.પંચાયત | શ્રી એમ.જે.હાઇસ્કૂલ વિરમગામ |
જિ.પં.- માંડલ, સીતાપુર, માંડલ તા.પંચાયત | મહાત્મા ગાંધી વિનય મંદિર, માંડલ |
જિ.પં.-દેત્રોજ, સુંવાળા, દેત્રોજ-રામપુરા તા.પંચાયત | મહાત્મા ગાંધી વિનય મંદિર, માંડલ |
જિ.પં.ની ચૂંટણીમાં ૭૦.૭૨ ટકા જેટલું ઉંચુ મતદાન થયું હતું. મતદારોએ આ ચૂંટણીમાં સ્વયંભુ ભારે રસ દાખવ્યો હતો. આજે જિલ્લાભરમાં કુલ ૧૨ મતગણતરી કેન્દ્રો પર કુલ ૩૧૪ બેઠકો માટેની મતગણતરી હાથ ધરાશે.
આજે સવારથી મતગણતી કેન્દ્રો પર ઉમેદવારો તેમના સમર્થકો સાથે ઉમટી પડશે. મતગણતરીમાં વિવિધ રાઉન્ડોમાં થતા ચઢાવ-ઉતાર વચ્ચે ઉમેદવારો અને સમર્થકોના જીવ ઉંચા-નીચા થતા રહેશે. જીતની આશા સાથે હાર-તોરા, ફટાકડા, મીઠાઇઓ સાથે વિજય સરઘસ કાઢવાની પુરેપુરી તૈયારીઓ સાથે મતગણતરી કેન્દ્ર પર આવી જશે.
મહાનગર પાલિકામાં મળેલા કારમાં પરાજય બાદ કોંગ્રેસને હવે ગ્રામ્ય વિસ્તારોમાં અસ્તિત્વ ટકાવી રાખવાનો સૌથી મોટો પડકાર છે. ભાજપ સતત મળતી જીતને લઇને અતિઉત્સાહમાં છે. હવે જોવું રહ્યું કે ગ્રામ્ય કક્ષાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં મતદારો કોને સત્તાનું સુકાન સોંપે છે. મતદારો કોંગ્રેસમાં પ્રાણ ફૂંકે છેકે હવામાં ઉડતા ભાજપને જમીન પર લાવીને તેનો નશો ઉતારે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31