Last Updated on February 25, 2021 by
ગુજરાત રાજ્યમાં સમયાંતરે સ્કૂલ-કોલેજો શરૂ કરવામાં આવી છે, ધો-9, 10, 11, 12ના વર્ગો પણ શરૂ થઈ ગયા છે. બીજી તરફ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોનું શૈક્ષણિક કાર્ય પણ શરૂ થઈ ગયું છે. બીજીતરફ રાજ્ય સરકારે ધો9થી 12ની પરીક્ષા અને ધો-9થી 11ની વાર્ષિક પરીક્ષાની તારીખ પણ જાહેર કરી છે. બીજી તરફ રાજ્ય સરકારે ધોરણ-3થી ધોરણ 8 ની પ્રથમ સત્રાંત પરીક્ષાની તારીખો પણ જાહેર કરી છે. જે 15 માર્ચથી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે પરિક્ષા લેખિત લેવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓને સ્કૂલમાં જઈને પરિક્ષા આપવી પડશે. નોંધનીય છે કે વિદ્યાર્થીઓના વાર્ષિક પરિણામને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રથમ પરીક્ષા ફરજીયાત કરવામાં આવી છે. તમામ સ્કૂલોમાં કોમન પ્રશ્નપત્ર મોકલવામાં આવશે અને પરીક્ષા બાદ મૂલ્યાંકન પણ કોમન થશે. ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન વિષયની સમાન પરીક્ષા લેવાની રહેશે અને બાકીના વિષયોની પરીક્ષા ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલો પોતાની રીતે લઈ શકશે.
- હવે પ્રાથમિક શાળાનું શૈક્ષણિક સત્ર પણ શરૂ થશે, ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનની પરીક્ષા લેવાશે, બાકીના વિષયોની પરીક્ષા સ્કૂલો પોતાની રીતે લઈ શકશે
પ્રથમ પરીક્ષા ફરજીયાત કરવામાં આવી
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૯થી૧૨માં પ્રથમ પરીક્ષા અને ધો.૯ અને ૧૧માં વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે .જે મજુબ ધો.૯થી ૧૨માં ૧૯મી માર્ચથી પ્રથમ સત્ર પરીક્ષા શરૃ થશે અને ૭ જુનથી ધો.૯ અને ૧૧માં વાર્ષિક પરીક્ષા લેવાશે.આ વર્ષે આંતરિક ગુણ માત્ર પ્રથમ પરીક્ષાના પરિણામના આધારે જ ધ્યાને લેવાશે.
કોરોનાને લીધે સ્કૂલો જાન્યુઆરી સુધી બંધ રહેતા સ્કૂલોમાં પ્રથમ સત્રની પરીક્ષા લઈ શકાઈ નથી. કોરોનાની સ્થિતિ સુધરતા સરકારે ૧૧ જાન્યુઆરીથી રાજ્યમાં ધો.ધો.૧૦-૧૨ની અને ત્યારબાદ ધો.૯ અને ૧૧ની સ્કૂલો વિદ્યાર્થીઓની હાજરી સાથે રેગ્યુલર શરૃ કરી દીધી છે.હવે સ્કૂલોમાં જ વિદ્યાર્થીઓની હાજરી સાથે પરીક્ષાઓ પણ લેવાશે અને કલાસરૃમમાં જ વિદ્યાર્થીઓને રૃબરૃ બોલાવી પ્રથમ સત્ર પરીક્ષા લેવાશે.ચાલુ શૈક્ષણિક વર્ષમાં એકેડમિ કેલેન્ડર જાળવી શકાયુ નથી ત્યારે હવે આ વર્ષે માત્ર પ્રથમ સત્ર પરીક્ષા જ થશે અને ત્યારબાદ સીધી વાર્ષિક પરીક્ષા લેવાશે. ગુજરાત બોર્ડ દ્વારા સરકારની મંજૂરીથી ધો.૯થી૧૨માં પ્રથમ સત્ર અને ૯-૧૧માં વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર કરી દેવાઈ છે. જે મુજબ ધો.૯થી૧૨માં ૧૯મી માર્ચથી પ્રથમ સત્ર પરીક્ષા લેવાશે અને જે ૨૭ માર્ચ સુધી ચાલશે. જ્યારે ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા મેમાં પૂર્ણ થયા બાદ ધો.૯ અને ૧૧માં વાર્ષિક પરીક્ષા૭ જુનથી વાર્ષિક પરીક્ષા લેવાશે ,જે ૧૫ જુન સુધી ચાલશે.
ધો.૯ અને ૧૧માં વાર્ષિક પરીક્ષા ૭ જુનથી લેવાશે
સ્કૂલોએ પોતાની રીતે પ્રથમ સત્ર અને વાર્ષિક પરીક્ષા લેવાની રહેશે. બોર્ડ દ્વારા ધો.૯થી૧૨માં ૩૦ ટકા અભ્યાસક્રમ ઘટાડી દેવાયો છે ત્યારે સ્કૂલો બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ૭૦ ટકા અભ્યાસક્રમ મુજબ અને નવા પ્રશ્નપત્ર પરિરૃપ મુજબ પરીક્ષા લેવાની રહેશે. ચાલુ શૈક્ષણિક વર્ષે બીજા સત્રની પરીક્ષા નહી લેવાય. આમ તો બોર્ડના નિયમ મુજબ સ્કૂલોએ પ્રથમ અને બીજી પરીક્ષા લીધા બાદ વાર્ષિક પરીક્ષાના પરિણામમાં આંતરિક મુલ્યાંકન તરીકે પ્રથમ અને બીજી પરીક્ષાના પરિણામના આધારે ૨૦ ગુણમાંથી માર્કસ મુકવાના હોય છે.આ વર્ષે બીજા સત્રની પરીક્ષા જ થનાર ન હોવાથી માત્ર પ્રથમ પરીક્ષાના પરિણામમાંથી આંતરિક મુલ્યાંકનના ગુણ સ્કૂલોએ મુકવાના રહેશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31