Last Updated on April 1, 2021 by
સરકારે વિધાનસભામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક પસાર કર્યુ છે. જે હેઠળ હવે લઘુમતિ સ્કૂલોમાં આચાર્ય અને શિક્ષકોની નિમણૂંક માટે પણ ટાટની પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે. આ ઉપરાંત શિક્ષણ વિભાગ સિવાય અન્ય કોઈ પણ વિભાગ દ્વારા મંજૂર કરેલી સ્કૂલને પણ માન્ય સ્કૂલ તરીકે ગણવાનું ઠરાવવામાં આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક ૨૦૨૧ પસાર કરવામા આવ્યુ. ૧૯૭૩ના મુળ કાયદામાં અત્યાર સુધી અનેક સુધારા થયા છે ત્યારે આ વધુ એક સુધારા સાથેના વિધેયક અંતર્ગત લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં નિમણૂક માટે ટાટ પરીક્ષા ફરજિયાત કરવામા આવી છે. રાજ્યમાં આવેલી લઘુમતી સ્કૂલોમાં પણ હવેથી આચાર્ય અને શિક્ષકની નિમણૂંક માટે ટાટ પરીક્ષા પાસ હોવાની લાયકાત અમલી બનશે. અગાઉ સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના વખતોવખતના ચુકાદાને સુસંગત સુધારા આ વિધેયકમાં સમાવવામાં આવ્યા છે. આ અંગે શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે રાજ્યમાં કેન્દ્રીયકૃત પદ્ધતિથી સરકારી અને ગ્રાન્ટેડ ધો.૯થી ૨ની સ્કૂલોમાં ભરતી કરવામાં આવી છે.
પરંતુ લઘુમતિ સ્કૂલોમાં શિક્ષકની પસંદગીની લાયકાત પુરી કરવા માટે નિયત કરેલા ટાટ પરીક્ષાના મહત્વના ગુણાંકને ધ્યાને લીધા વગર પસંદગી કાર્યવાહી કરવામાં આવે છે પણ હવે સરકારી અને ગ્રાન્ટેડ લઘુમતી સ્કૂલોમાં શિક્ષકની ગુણવત્તાની પસંદગી માટે ટાટ પરીક્ષાના ગુણ ધ્યાને લેવાશે. લઘુમતિ સંસ્થાઓમાં પણ તટસ્થ રીતે ભરતી થાય અને ગુણવત્તાયુક્ત આચાર્યો-શિક્ષકોની પસંદગી થાય તે માટે આ જોગવાઈ લાગુ કરાઈ છે. આ ઉપરાંત અગાઉ જે લઘુમતી શાળામાં સંચાલક મંડળની કમિટી ઉમેદવારની શૈક્ષણિક લાયકાત નક્કી કરી ટાટ ગુણ સિવાય ભરતી પ્રક્રિયા કરતી હતી તે નિયમ પણ રદ કરી દેવાયો છે અને તેની જગ્યાએ હવે આ સુધારા વિધેયક દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક-ઉ.માધ્યમિક સ્કૂલોની જેમ કેન્દ્રીય પદ્ધતિથી ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા લઘુમતી સ્કૂલો માટે પણ અમલી બનશે.
આ ઉપરાંત સરકારે આ સુધારા વિધેયક દ્વારા એક મહત્વની જોગવાઈ એ પણ ઉમેરી છે કે હવેથી રાજ્યમાં કોઈ પણ વિભાગ દ્વારા જો સ્કૂલ મંજૂર કરાઈ હશે તો તે માન્ય સ્કૂલ ગણાશે. રાજ્યમાં શિક્ષણ વિભાગ ઉપરાંત આદિજાતિ વિકાસ વિભાગ, સમગ્ર શિક્ષણ અભિયાન, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સહિતના વિભાગો દ્વારા પણ નવી શાળા ખોલવામાં આવી છે. જેથી આ સ્કૂલો પણ હવે માન્ય સ્કૂલ જ ગણાશે.વધુમાં શૈક્ષણિક ટ્રિબ્યુનલને લગતમાં શબ્દોમાં ફેરફાર કરાયો છે અને શિક્ષણ નિયામકે અથવા તેણે અધિકૃત અધિકારીએ શબ્દોને બદલે સરકારના શિક્ષમ વિભાગ અથવા કોઈ અન્ય વિભાગ તે શબ્દો ઉલ્લેખવા જોગવાઈ કરાઈ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31