Last Updated on March 4, 2021 by
મોંઘવારીના માર વચ્ચે ખાદ્યતેલના ભાવમાં છેલ્લા બે વર્ષમાં સતત વધારો થયો છે. એક વર્ષમાં કપાસિયા તેલમાં 15 કિલોએ 249 રૂપિયાનો વધારો થયો. તો સિંગતેલના ભાવમાં 616 રૂપિયાનો વધારો થયો હોવાની સરકારે વિધાનસભામાં કબૂલાત કરી છે. જાન્યુઆરી 2020માં જે સિંગતેલના ભાવ 15 કિલોએ 1 હજાર 555 હતા તે ડિસેમ્બર 2020માં વધીને 2 હજાર 711 થયા હતા. તો જે કપાસિયા તેલના 15 કિલોના ભાવ જાન્યુઆરી 2020માં 1 હજાર 263 હતા તે ડિસેમ્બર 2020માં વધીને 1 હજાર 512 રૂપિયા થયા હતા.
નીતિન પટેલે આપી હતી આવી પ્રતિક્રિયા
વિધાનસભામાં ખાદ્યતેલના ભાવ વધારા મુદ્દે થયેલા હોબાળા બાદ નાયબ મુખ્ય પ્રધાને પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, મગફળી સહિતના કૃષિ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. સિંગતેલની વિદેશમાં માગ વધી છે. જેથી વિદેશમાં મગફળીની નિકાસ કરવામાં આવી છે. રાજ્યમાં મોટા ભાગના ખેડૂતોએ ટેકાના ભાવ કરતા અન્ય માર્કેટમાં પાકનું વેચાણ કર્યુ છે. જેથી સારા ભાવ મળતા ખેડૂતોને મોટો ફાયદો પણ થયો છે.
વિધાનસભામાં ખાદ્યતેલના ભાવ મુદ્દે હોબાળો
વિધાનસભામાં ખાદ્યતેલના ભાવ મુદ્દે વિપક્ષે હોબાળો મચાવ્યો છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન ગૃહમાં ખાદ્ય તેલના ભાવ અંગે કોંગી ધારાસભ્ય શૈલેષ પરમારે સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસનો આક્ષેપ છે કે, સરકાર ખાદ્યતેલના ભાવ પર અંકુશ રાખવામાં નિષ્ફળ ગઈ છે. સરકાર તેલીયા રાજાઓ સામે કાર્યવાહી કેમ નથી કરતી.
ખાદ્યતેલના ભાવમાં સતત થઈ રહ્યો છે વધારો
કોરોનાકાળમાં જનતા બેકારી અને મોંઘવારીનો ભોગ બની છે. આવી સ્થિતિમાં ખાદ્યતેલના ભાવ સતત વધી રહ્યા છે. રાજ્યમાં મગફળીનું ઉત્પાદન વધ્યુ હોવા છતાં સિંગતેલના ભાવમાં કોઈપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવતો નથી. તો બીજી તરફ કોંગ્રેસના આક્ષેપ બાદ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વિપક્ષને જવાબ આપતા જણાવ્યુ હતુ કે, કોંગ્રેસને પેટમાં દુઃખે છે અને માથું કુટે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31