GSTV
Gujarat Government Advertisement

મેહબૂબા મુફ્તીને ઇડીની નોટિસ, મની લોન્ડ્રિંગ કેસમાં 15 માર્ચે થશે પુછપરછ

Last Updated on March 6, 2021 by

જમ્મુ-કાશ્મિરની પુર્વ મુખ્યપ્રધાન અને પીડીપી અધ્યક્ષ મેહબૂબા મુફ્તીને ઇડીએ શુક્રવારે મની લોન્ડ્રિંગ કેસમાં સમન્સ મોકલ્યું છે, પુછપરછ માટે 15 માર્ચે બોલાવ્યા છે, તો વળી, મેહબુબા મુફ્તીએ વિદેશ યાત્રા માટે પાસપોર્ટ મેળવવા જમ્મુ-કાશ્મિર હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. તેમણે કહ્યું કે તેમના પાસપોર્ટનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવ્યું નથી, જે તેમના અધિકારોનું હનન છે, તેમાં કેટલાક અધિકારીઓનો પણ સમાવેશ થાય છે, છેલ્લે તે વર્ષ 2017માં વિદેશ યાત્રા તરીકે ઉમરાહ ફરવા ગયા હતાં.

ફારુખ અબ્દુલ્લાએ ઈડીનો હુકમ પડકાર્યો

તો બીજી તરફ નેશનલ કોન્ફરન્સનાં પ્રમુખ અને રાજ્યનાં પુર્વ મુખ્ય પ્રધાન ફારૂખ અબ્દુલ્લાએ ઇડીનાં એક હુકમને પડકાર્યો છે, જેમાં લગભગ 12 કરોડ રૂપિયાની કિંમતનાં તેમની રહેણાકીય અને કોમર્શિયલ પ્રોપર્ટીને જપ્ત કરવામાં આવી છે.

પાર્ટી સાંસદ હસનૈન મસુદીએ કહ્યું કે ઇડીનાં હુકમને પડકારવા માટે એક અરજી બુધવારે જમ્મુ-કાશ્મિર હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે, તે અરજી પર શુક્રવારે સુનાવણી થવાની છે.

11.86 કરોડની પ્રોપર્ટી કરી હતી જપ્ત

ઇડીએ ડિસેમ્બરમાં કાશ્મિર અને જમ્મુમાં 11.86 કરોડ રૂપિયાની પ્રોપર્ટી જપ્ત કરી હતી, અને તેણે આરોપ લગાવ્યો હતો કે જપ્ત સંપત્તી જમ્મુ-કાશ્મિર ક્રિકેટ એસોસિયેશનથી સંબંધીત કૌંભાડ દ્વારા પ્રાપ્ત કરવામાં આવી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33