GSTV
Gujarat Government Advertisement

ચૂંટણી પંચનો આદેશ: તમામ પેટ્રોલ પંપ પરથી આગામી 72 કલાકમાં હટાવી દો પીએમ મોદીના ફોટાઓ, TMCએ કરી હતી ફરિયાદ

Last Updated on March 3, 2021 by

કેન્દ્રીય ચૂંટણી પંચે પાંચ ચૂંટણીવાળા રાજ્યોમાંથી પીએમ મોદીની તસ્વીરોવાળી કેન્દ્ર સરકારની યોજના સાથે જોડાયેલી જાહેરાતો 72 કલાકની અંદર હટાવી દેવાનો સમય આપ્યો છે. ચૂંટણી પંચે આ જાહેરાતો આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવીને કહ્યુ હતું કે, આગામી 72 કલાકની અંદર તેને હટાવી દો.

હકીકતમાં જોઈએ તો, મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસની ફરિયાદ બાદ ચૂંટણી પંચે આગામી 72 કલાકની અંદર પ્રચાર માધ્યમોમાંથી વડાપ્રધાન મદીની તસ્વીર, વૈક્સિન લેતી તસ્વીર, તથા વીડિયો હટાવવાનો આદેશ આપ્યો છે. ટીએમસીએ ચૂંટણી પંચને ફરિયાદમાં ભાજપ સેલ્ફ પ્રમોશન કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો.

પશ્ચિમ બંગાળમાં કેટલાય પેટ્રોલ પંપ, સાર્વજનિક જગ્યાઓ પર વડાપ્રધાન મોદીની તસ્વીરોવાળા હોર્ડિંગ્સ લગાવેલા છે. જેને લઈને ટીએમસીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. ત્યારે હવે આ ફરિયાદ બાદ ચૂંટણી પંચે આગામી 72 કલાકની અંદર આ તમામ હોર્ડિંગ્સ હટાવી દેવાનો આદેશ આપ્યો છે.

બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ટીએમસી અને ભાજપ વચ્ચે ખાસ્સુ ઘર્ષણ થતું દેખાઈ રહ્યુ છે. વૈક્સિનનો ડોઝ લીધા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સર્ટિફિકેટ લઈને ટીએમસીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી.

ડેરેક ઓ બ્રાયને પોતાની ફરિયાદમાં કહ્યુ હતું કે, સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવતા વેક્સિન સર્ટિફિકેટમાં પીએમ મોદી ફક્ત પોતાના પદનો દુરુપયોગ નથી કરતા પણ કોવિડ વૈક્સિન બનાવતા લોકોનું ક્રેડિટ પણ ચોરી કરી રહ્યા છે. ખુલ્લેઆમ ડોક્ટર્સ, નર્સો, અને સ્વાસ્થકર્મીઓની નિસ્વાર્થ સેવાને ઓછી આંકી રહ્યા છે.

સુરક્ષાનો ચૂસ્ત બંદોબસ્ત

ચૂંટણી પંચે બુધવારના રોજ જણાવ્યુ હતું કે, વિશેષ, સામાન્ય અને પોલીસ એમ સંયુક્ત રીતે ચૂંટણી સુરક્ષા યોજના અને રાજ્ય પોલીસ તથા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળના કર્મીઓની તૈનાતીને મંજૂરી આપી દેવામાં આવી છે. આ યોજના મુખ્ય ચૂંટણી અધિકારી, રાજ્ય પોલીસના નોડલ અધિકારી અને રાજ્ય સીએપીએફ અંતર્ગત એક સમિતિ તૈયાર કરશે. તમામ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો માટે નિર્દેશમાં ચૂંટણી પંચે કહ્યુ હતું કે, તેણે પહેલાથી જ મુખ્ય ચૂંટણી અધિકારીઓને આદેશ આપ્યા છે કે, ચૂંટણી સુરક્ષા યોજના અને રાજ્ય પોલીસ તથા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના કર્મીઓની તૈનાતી સંયુક્ત રીતે નિર્ણય કરશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33